વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૦૨ પાન ૩૨
  • સજાગ બનો!એ તેનું જીવન બચાવ્યું!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સજાગ બનો!એ તેનું જીવન બચાવ્યું!
  • સજાગ બનો!—૨૦૦૨
સજાગ બનો!—૨૦૦૨
g ૧/૦૨ પાન ૩૨

સજાગ બનો!એ તેનું જીવન બચાવ્યું!

નેપાળના એક માણસે પત્રમાં આમ લખ્યું: “હું મારા કુટુંબ પર બોજ બનીને રહેવા માગતો ન હતો, તેથી મેં એક માત્ર ઉપાય તરીકે આપઘાત કરવાનું નક્કી કર્યું.” તે આગળ જણાવે છે: “મેં એક દોરડું તૈયાર કર્યું અને આપઘાત કરવાનું સ્થળ અને તારીખ પણ નક્કી કરી. પરંતુ, એ તારીખના એક અઠવાડિયા પહેલાં જ મને માર્ચ ૮, ૨૦૦૦નું સજાગ બનો! મળ્યું.”

એ અંકના શરૂઆતના લેખો, “આપઘાત—કોણ વધારે ભયમાં છે?” વિષય પર આપવામાં આવ્યા હતા. એ માણસ લખે છે: “એ સામયિક ઉપાડીને વાંચવું મારા માટે બહુ અઘરું હતું, એણે મારી પાસેથી ઘણી હિંમત માગી લીધી. એ લેખમાં, લોકો શા માટે આપઘાત કરે છે એનાં દસ મુખ્ય કારણો આપવામાં આવ્યાં હતાં. એ વાંચીને મારા પર એટલી અસર થઈ કે મેં આપઘાત કરવાનો વિચાર બદલી નાખ્યો.” તે આમ કહેતા પોતાનો પત્ર પૂરો કરે છે: “તમે મારા માટે જે કંઈ કર્યું છે એ માટે ખરેખર હું તમારો ખૂબ આભારી છું. તમારા આ લેખને કારણે મારું જીવન બચી ગયું!”

આજે આપઘાતના વધતા જતા દર પાછળ ઘણાં કારણો રહેલાં છે. એમાંનું એક કારણ એ છે કે ઘણા લોકોને લાગે છે કે જીવનમાં કોઈ હેતુ નથી. જીવનનો હેતુ શું છે? તમે એ કઈ રીતે મેળવી શકો? આ મોટી પુસ્તિકાએ ઘણા લોકોને એ જાણવામાં મદદ કરી છે કે એક સુંદર જીવનની આશા સાચે જ રહેલી છે. તમે આ સાથેની કુપન ભરીને એના પર આપેલા અથવા આ સામયિકના પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખીને એ મોટી પુસ્તિકા વિષે વધુ માહિતી મંગાવી શકો. (g01 10/8)

□ જીવનનો હેતુ શું છે? તમે એ કઈ રીતે મેળવી શકો? મોટી પુસ્તિકા વિષે મને વધુ માહિતી મોકલો.

□ વિના મૂલ્યે ગૃહ બાઇબલ અભ્યાસ માટે મારો સંપર્ક સાધો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો