વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૧/૮ પાન ૪-૭
  • યુદ્ધ શું હંમેશ માટે રહેશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુદ્ધ શું હંમેશ માટે રહેશે?
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • યુદ્ધો મૂર્ખતા છે એવી સમજણ
  • શાંતિ લાવવાના ગોળાવ્યાપી પ્રયાસો
  • ભાવિ યુદ્ધ કેવું હશે?
  • આખરે સમસ્યા શું છે?
  • કાયમી શાંતિ કોણ લાવી શકે?
    સજાગ બનો!—૧૯૯૬
  • શું યુદ્ધ વિનાનું જગત શક્ય છે?
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૧/૮ પાન ૪-૭

યુદ્ધ શું હંમેશ માટે રહેશે?

લશ્કરીય ઇતિહાસકાર જોન કીગને અવલોક્યું, “૪૦૦૦ કરતાં વધારે વર્ષોના અનુભવ અને પુનરુક્તિ પછી, યુદ્ધ કરવું એ સામાન્ય બની ગયું છે.” શું એને અટકાવી શકીશું? અસંખ્ય લોકો લડાઈમાં માર્યા ગયા છે. અસામાન્ય શક્તિ અને વધુ પ્રમાણમાં હથિયારાએ યુદ્ધને ટેકો આપ્યો છે. સહસ્ત્રવર્ષાવધિથી મારી નાખવાનો અને નાશ કરવાના નવા નવા માર્ગો શોધવા માટે બુદ્ધિશાળી વ્યક્તિઓને જવાબદાર ઠેરવવામાં આવે છે. શું માનવીઓ શાંતિ વધારવા માટે એવો જ ઉત્સાહ બતાવી શકે? બિલકુલ નહિ! તોપણ, ઘણા લોકો એવું વિચારે છે કે આ આશા રાખવાનાં પાયારૂપ કારણ છે.

યુદ્ધો મૂર્ખતા છે એવી સમજણ

એ આશાવાદ એના પર આધારિત છે કે સંસ્કારી લોકો એક વાર તેઓએ કરેલા યુદ્ધને ફરીથી એ રીતે જોતા નથી. તેરમી સદીમાં, ગેંઘિસ ખાન મોન્ગલ યોદ્ધાએ અહેવાલ આપ્યો: “વ્યક્તિના પોતાના દુશ્મનોને જીતવામાં, પોતાની સામે તેમને ઘસડી લાવવા, તેઓની સંપત્તિ લઈ લેવી, તેઓની નિરાશામાં આનંદ માણવો, તેઓની પત્ની અને દીકરીઓ પર બળાત્કાર કરવા એમાં જ સુખ રહેલું છે.”

આજે કોઈ રાજકીય નેતા આવું કથન કરે એવી ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે! અ હિસ્ટ્રી ઓફ વોરફેર પુસ્તક બતાવે છે: “આજે જગતમાં ભાગ્યે જ કોઈક યુદ્ધને વ્યાજબી ગણી એને ટેકો આપી શકે.” યુદ્ધને હવે વિસ્તૃતપણે સામાન્ય, સહેજ, ભવ્ય કે ઉમદા તરીકે જોવામાં આવતું નથી. વીસમી સદીના યુદ્ધોથી થયેલા મરણ અને વિનાશે માણસજાતમાં ડર અને ધૃણાની લાગણી પેદા કરી છે. એક લખકે દલીલ કરી કે હિંસા પ્રત્યે આવી ધૃણા, ઘણા દેશામાં મૃત્યુદંડન (capital punishment) રદ કરવા તરફ દોરી ગઈ છે અને ઘણા દેશોમાં લશ્કરીય પ્રવૃત્તિમાં ભાગ લેવાનું નહિ ઇચ્છનારાઓને ખોટા ગણવામાં આવતા નથી.

સંહાર પ્રત્યે ધૃણા જ એક એવો ઘટક નથી કે જેણે લોકોના વલણો બદલ્યા હોય. સ્વ-જતનની બાબત પણ મહત્ત્વની છે. આધુનિક અણુશસ્ત્રો અને સામાન્ય હથિયારોની શક્તિ એટલી વિનાશક છે કે આજે કોઈ પણ મોટી સત્તા એકબીજાના વિનાશનું જોખમ લાવી શકે છે. મોટા પાયા પર યુદ્ધની શરૂઆત કરવી એ ગાંડપણ, આત્મહત્યા છે. ઘણા દલીલ કરે છે કે આવી માન્યતાને કારણે ૫૦ કરતાં વધારે વર્ષોથી અણુયુદ્ધને અટકાવવામાં આવી રહ્યું છે.

ભાવિ વિષે ઘણા લોકો શા માટે અલગ અલગ રીતે વિચારી રહ્યાં છે એનું બીજું કારણ પણ છે. મોટા ભાગે યુદ્ધને ગાંડપણ સમજવામાં આવે છે કારણ કે યુદ્ધમાં વિનાશ વધારે હોય છે જ્યારે જીત મામૂલી મળે છે. એક આર્થિક કારણ પણ છે કે જે યુદ્ધને અટકાવી રહ્યું છે: જગતના ધનવાન અન શક્તિશાળી રાષ્ટ્રો એકમેકના આર્થિક સહકારથી ઘણા બધા લાભ મળવે છે. આ રાષ્ટ્રોને જે ભૌતિક લાભો શાંતિ દરમિયાન થઈ શકે એની સરખામણી યુદ્ધ દરમિયાન થતા લાભો સાથે કરી શકાય એમ નથી. આમ, શક્તિશાળી રાષ્ટ્રો પાસે શાંતિ જાળવી રાખવાનું સબળ કારણ છે. વધુમાં, તેઓ પોતાના લાભ માટે વિકસિત દેશો વચ્ચે શાંતિ જાળવી રાખે છે કારણ કે એ તેમની વર્તમાન સ્થિતિને ધમકીરૂપ છે.

શાંતિ લાવવાના ગોળાવ્યાપી પ્રયાસો

સંયુક્ત રાષ્ટ્રસંઘના બંધારણના આમુખમાં યુદ્ધનો અંત લાવવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે જ્યાં આપણે એમના સભ્યોનો નિર્ણય આમ વાંચીએ છીએ, “સફળ પેઢીને યુદ્ધની ભયંકર અસરમાંથી બચાવવાની છે કે જે આપણા સમયગાળામાં [બે વિશ્વયુદ્ધો] માણસજાત પર અગણિત દુઃખો લાવ્યું છે.” યુદ્ધમાંથી ભાવિ પેઢીને બચાવવાનો નિર્ણય સામૂહિક સલામતી—યુદ્ધ કરનાર રાષ્ટ્ર વિરુદ્ધ એકતામાં આવવાના વિચાર—ના સિદ્ધાંતમાં વ્યક્ત કરવામાં આવ્યા હતા. આમ, કોઈ પણ રાષ્ટ્ર યુદ્ધ કરવાનું ઇચ્છતું હોય તો, તેઓએ આંતરરાષ્ટ્રીય સરકારની નારાજગી વહોરી લેવી પડે.

આ વિચાર સરળ અને તાર્કિક અનુમાન લાગે છે છતાં, એને લાગુ પાડવો એ બીજી બાબત છે. ધી એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા બતાવે છે: “સામૂહિક સલામતી કંઈક બીજા રૂપોમાં હોવા છતાં, લીગ ઓફ નેશન્સના કરારમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘના ચાર્ટરમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ બંને કિસ્સામાં એ એકદમ નિષ્ફળ ગયું છે. સંપૂર્ણપણે સમસ્યાઓને હલ કરી શકે એવી એક આંતરરાષ્ટ્રીય સરકાર સ્થાપિત કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે, યુદ્ધ શરૂ કરનાર કોણ છે એ તેઓ નક્કી કરી શકતા નથી. યુદ્ધ શરૂ કરનારાઓ ગમે તે હોય, તેઓ વિરોધ કરવા સહમત થતા નથી. તેથી તેઓ આંતરરાષ્ટ્રીય સુરક્ષાબળે ચાર્ટરમાં ઘડેલી યોજના સ્થાપી શક્યા નથી. એ કારણે આંતરરાષ્ટ્રીય સામૂહિક સલામતી પોતે નક્કી કરેલા સિદ્ધાંતો પાળવામાં નિષ્ફળ ગઈ છે.”

તથાપિ, શાંતિ લાવવાના આંતરરાષ્ટ્રીય સરકારના વિચાર એ માનવીઓ માટે કંઈક નવા હતા. શાંતિની આકાંક્ષા રાખનાર ઘણા માટે, વાદળી ટોપીવાળા યુએન શાંતિ રાખનારાઓ એક આશાનું ચિહ્‍ન બની રહે છે. તેઓ એક પત્રકાર જેવી લાગણી અનુભવે છે કે જેણે પ્રશંસા કરતા કહ્યું, “શાંતિના સૈનિકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવે છે, લડાઈ કરવા માટે નહિ પરંતુ શાંતિ જાળવવા માટે, દુશ્મનો સાથે લડવા નહિ પરંતુ મિત્રોને મદદ કરવાનો તેમનો હેતુ છે.”

દાયકાઓથી અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચેના શીતયુદ્ધને કારણે યુએન બે વૃંદમાં વહેંચાય ગયું, આથી એક વૃંદ કંઈ નિર્ણય કરે ત્યારે બીજું વૃંદ એમાં અડચણો ઊભી કરતું. શીતયુદ્ધના અંતે વિગ્રહ, અવિશ્વાસ અને રાષ્ટ્રો વચ્ચેની કુશંકાઓને નાબૂદ કરી શક્યું નથી. છતાં, ઘણા લોકો માને છે કે તાજેતરની રાજનૈતિક પ્રવૃત્તિઓ યુએનને જે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું એને સિદ્ધ કરવાની અપવાદરૂપે તક આપે છે.

વીસમી સદીના બીજા વિકાસો પણ શાંતિ ઇચ્છનારાઓને આશા આપે છે. દાખલા તરીકે, આંતરરાષ્ટ્રીય રાજકર્તાઓ યુદ્ધનો શાંતિપૂર્વક હલ લાવવાનો ધ્યેય રાખે છે. તેઓ યુદ્ધ ફાટી નીકળેલા રાષ્ટ્રોના લોકોને સામાન્ય જીવન જીવવા માટે પૈસા, દવા, ખોરાક-કપડાં વગેરે પૂરાં પાડે છે. ફોરેન પોલિસીમાં શાંતિ બનાવવી અને સાથે સાથે પરોપજીવીના કાર્યો કરવા એ બંને એક ભાગ બની ગયું છે. શાંતિ વધારનારાઓને માન આપવામાં આવે છે.

ભાવિ યુદ્ધ કેવું હશે?

આશાનું કિરણ દેખાય છે તેમ છતાં, કેટલીક ક્રૂર વાસ્તવિકતાઓ પ્રત્યે સમતોલપણું રાખવું જ જોઈએ. વર્ષ ૧૯૮૯માં શીતયુદ્ધનો અંત આવ્યો ત્યારે, ઘણાએ શાંતિ માટે જગતની વ્યવસ્થામાં પોતાનો ભરોસો વ્યક્ત કર્યો. પરંતુ ત્યાર પછી પણ યુદ્ધ ચાલુ રહ્યું. ત્યાર પછીના સાત વર્ષોમાં, વિવિધ જગ્યાઓએ લગભગ ૧૦૧ યુદ્ધો ફાટી નીકળ્યાં હતાં. મોટાં ભાગનાં યુદ્ધો રાષ્ટ્રો વચ્ચે નહિ પરંતુ રાષ્ટ્રોની અંદર થયાં છે. તેઓ તેમનો વિરોધ કરનાર રાષ્ટ્રો સાથે સામાન્ય હથિયારોથી લડ્યા હતા. દાખલા તરીકે, રુવાન્ડામાં મોટા ભાગની હત્યા મોટા ખંજર દ્વારા કરવામાં આવી હતી.

મોટા ભાગે આધુનિક યુદ્ધ વિસ્તાર શહેરો અને ગામડાંઓ છે, તથા યુદ્ધ કરનારાઓ અને નાગરિકો વચ્ચે જરા પણ તફાવત જોવા મળતો નથી. ઇન્ટરનેશનલ પીસબિલ્ડિંગ કેન્દ્રના નિર્દેશક મિખાયેલ હાર્બોટલે લખ્યું: “પહેલાના જમાનામાં યુદ્ધોનાં સ્પષ્ટ કારણોની ખબર પડતી હતી, પરંતુ આજે એ વધારે જટિલ અને અંકુશમાં રાખવું મુશ્કેલ થઈ ગયું છે. આવા યુદ્ધો વધારે પડતા હિંસક અને અર્થહીન હોય છે. લડાયકોની જેમ નિર્દોષ લોકો પણ તેમની ગોળીઓનું નિશાન બને છે.” સામાન્ય હથિયારોથી થતા યુદ્ધોનો અંત આવવાની કોઈ આશા દેખાતી નથી.

એ દરમિયાન, જગતના ધનવાન રાષ્ટ્રો, મોટા મોટા અને વધારે સારા હથિયારોને ઝડપથી વધારી રહ્યાં છે. આકાશમાં, અંતરિક્ષમાં, સમુદ્રમાં અને જમીન પર સેન્સર્સ દ્વારા, આજનું લશ્કર જંગલ જેવા વિસ્તારોમાં પણ બધી હિલચાલોને એકદમ જલદી પહેલાનાં કરતાં વધારે સ્પષ્ટ જોઈ શકે છે. સેન્સર્સ એક વાર પોતાનાં નિશાનને ઓળખી લે છે પછી મિશાઇલ, ટોર્પડો કે લેસર-નિયંત્રિત બૉંબ એનો નાશ કરી શકે છે અને એ કદી પોતાનું નિશાન ચૂકતું નથી. આ બધી જ ટેકનોલોજીને વધારે વિકસિત કરીને એક સાથે ઉપયોગ કરવામાં આવે તો, “દૂર દૂરના બે દેશો વચ્ચે પણ યુદ્ધ” લડવામાં આવી શકે છે.

ભવિષ્યમાં યુદ્ધ થવાની સંભાવના વિષે વિચાર કરતી વખતે, આપણે યાદ રાખવું જોઈએ કે આધુનિક સમયમાં જોખમકારક ન્યૂક્લિયર શસ્ત્રો પણ છે. ધ ફ્યુચરિસ્ટ પત્રિકા બતાવે છે: “અણુબૉંબ જેટલી ઝડપથી બનાવવામાં આવી રહ્યાં છે, એનાથી તો એવું લાગે છે કે આવનાર ૩૦ વર્ષોમાં, ઓછામાં ઓછું એકથી વધારે અણુ યુદ્ધ જરૂર થશે. અને વધુમાં ત્રાસવાદીઓ અણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે.”

આખરે સમસ્યા શું છે?

ગોળાવ્યાપી શાંતિ મેળવવાના પ્રયત્નો કઈ બાબતોના લીધે નિષ્ફળ ગયા છે? સૌથી મોટું કારણ તો એ છે કે માનવ કુટુંબો અંદરોઅંદર વિભાજિત છે. માનવો આજે પોતપોતાના રિવાજો અને જાતિઓમાં એવી રીતે વિભાજિત થઈ ગયા છે કે તેઓ એકમેક પર ભરોસો કરતા નથી, નફરત કરે છે અને એકબીજાથી ડરે પણ છે. તેઓના સિદ્ધાંતો, માન્યતાઓ અને ધ્યેયો પણ અલગ અલગ છે. વધુમાં, હજારો વર્ષોથી લોકોએ પોતાના દેશને માટે કંઈક કરી છૂટવા માટે લશ્કરીય શક્તિનો ઉપયોગ કર્યો છે. આ સ્થિતિને સ્વીકાર્યા પછી, સ્ટ્રેટેજીક સ્ટડીઝ ઇન્સ્ટીટ્યૂટ ઓફ યુ.એસ. આર્મી વોર કોલેજે અહેવાલ આપ્યો: “ઘણા લોકો એ સૂચવે છે કે શાંતિ ફક્ત જગત સરકારો તરફથી જ આવશે.”

કેટલાકને લાગે છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ એ સરકાર હોય શકે. પરંતુ યુએનને તો કદી વિશ્વ સરકાર બનવા માટે બનાવવામાં આવ્યું ન હતું કારણ કે એના પર એના સભ્ય-રાષ્ટ્રોનો પણ અધિકાર ચાલે છે. એના સભ્ય-રાષ્ટ્રો એને જેટલી સત્તા આપે એટલું જ એ શક્તિશાળી છે. વળી રાષ્ટ્રો વચ્ચે શંકા અને અસહમતિ ચાલુ રહે છે અને તેઓ યુએનને જે સત્તા આપે છે એ મર્યાદિત છે. એ કારણે, યુએન આંતરરાષ્ટ્રીય પદ્ધતિને રૂપ આપવા જગતની પરિસ્થિતિ સુધારવાના બદલે, પોતે જ જગતની આંગળીએ નાચે છે.

તથાપિ, ગોળાવ્યાપી શાંતિ પૃથ્વી પર જરૂરથી આવશે. હવે પછીનો લેખ બતાવે છે કે કઈ રીતે આવશે.

[Blurb on page 5]

“માણસજાતે યુદ્ધનો અંત લાવવો જ જોઈએ નહિ તો યુદ્ધ માણસજાતનો અંત લાવશે.”—જોન એફ. કેનેડી

[Picture on page 7]

યુએન જગતની સરકાર બની નથી

[Credit Line]

UN photo

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો