અમારા વાચકો તરફથી
મંગળગ્રહની શોધ કરતો રૉબોટ માનવી એ પ્રાણીઓથી અલગ છે એના મોટા તફાવતની રૂપરેખાના લેખોની શૃંખલાનું વાંચન હમણાં જ મેં પૂરું કર્યું અને મેં એ જ અંકના “રૉબોટ મંગળગ્રહની શોધ કરે છે” (જુલાઈ ૮, ૧૯૯૮) શીર્ષકવાળો લેખ કાઢ્યો. એ લેખ સંક્ષિપ્તમાં અને નિર્વિવાદપણે માનવ અને પ્રાણીઓ વચ્ચેના મોટા તફાવતની બુદ્ધિમતાની કેવી પુષ્ટિ આપે છે!
જી. ડી. એમ., યુનાઈટેડ સ્ટેટ્સ
પૈસા કમાવવા “યુવાન લોકો પૂછે છે . . . હું કઈ રીતે કમાઈ શકું?” (સપ્ટેમ્બર ૮, ૧૯૯૮)નો માહિતીપ્રદ લેખ પ્રકાશિત કરવા માટે હું તમારો ઘણો બધો આભાર માનું છું. મને નોકરી મેળવવામાં તકલીફ હતી. પરંતુ તમે આપેલી ભલામણ અનુસરીને છેવટે હું નોકરી મેળવી શકી!
એસ. ડી., ઘાના
બિહામણાં સ્વપ્નો હું (ઑક્ટોબર ૮, ૧૯૯૮) “વિશ્વ નિહાળતા” લેખમાં “બાળકોનાં બિહામણાં સ્વપ્નો”માં સૂચવેલાં સૂચનોની ખરેખર કદર કરું છું. મારા બાળકોને બિહામણાં સ્વપ્નો આવે છે, પરંતુ હું તેઓને હંમેશા કહું છું કે એના વિષે વાત ન કરો, તમે પાછા સૂઈ જાવ. પરંતુ હમણાં તમે આપેલા સૂચનોથી હું આ સમસ્યાનો સારી રીતે સામનો કરી શકું છું. તમે આ પ્રકારની મદદરૂપ માહિતીને પ્રકાશિત કરવાનું બંધ કરશો નહિ.
આર. એન., ઝીંબાબ્વે
ધ્યાન કેન્દ્રિત કરવું શિક્ષક બોલતા હોય ત્યારે હું ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી. પરંતુ તમારો લેખ “યુવાન લોકો પૂછે છે . . . કઈ રીતે હું વધારે ધ્યાન આપી શકું?” (ઑક્ટોબર ૮, ૧૯૯૮)ના લેખે મને વર્ગમાં મારી ટેવ સુધારવામાં મદદ કરી. તમારો લેખ વાંચ્યા પછી હું મારી સમસ્યાને આંબી શકી છું અને હવે હું વધારે શિસ્તવાળી છું.
એમ. એ. એમ., બ્રાઝિલ
મને ધ્યાન કેન્દ્રિત કરવાની સમસ્યા છે. પરંતુ ધ્યાન કેન્દ્રિત કરવા થોડી પ્રેરણા અને સ્વ-શિસ્તની જરૂર છે એની મને ખબર ન હતી. એ મેળવવા ખંતપૂર્વકના પ્રયત્નની જરૂર છે, પરંતુ મને લાગે છે કે હું એ કરી શકીશ!
ડી. આર. એ., યુનાઈટેડ સ્ટેટ્સ
સજાગ બનો! ઘણી માહિતીપ્રદ માહિતી ધરાવે છે કે જે મારા જેવા યુવાનો માટે ઘણી રસપ્રદ છે. આ લેખમાંથી મેં લાભ મેળવ્યો કારણ કે મને ધ્યાન કેન્દ્રિત નહિ કરવાની સમસ્યા છે. તમારો હૃદયપૂર્વકનો આભાર.
એમ. એન., ઇટાલી
એઈડ્સ “શું એઈડ્સ પર વિજય મેળવી શકાશે? (ડિસેમ્બર ૮, ૧૯૯૮)ની શૃંખલા માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનવા ઇચ્છું છું. એ ઘણી માહિતીપ્રદ હતી. હું ૧૯ વર્ષની છું અને એઈડ્સ અને એચઆઇવી વિષે ઘણી બધી બાબતો શાળા અને ઘરમાં શીખવવામાં આવી હોવા છતાં, હું મૂંઝવણમાં હતી. આ લેખે મને કઈ રીતે લગ્ન સાથીને ડહાપણ ભરી રીતે પસંદ કરવા અને નૈતિક રીતે શુદ્ધ જીવન જીવવું કેટલું મહત્ત્વનું છે એની કદર કરવા મદદ કરી.
એસ. ટી., યુનાઈટેડ સ્ટેટ્સ
તમારા લેખો માહિતીપ્રદ, ચોક્સાઈભર્યા અને સાચા હતા. મને દસ કરતાં વધારે વર્ષથી એઈડ્સ થયો છે. એક મિત્ર મને તમારા પ્રકાશનોની મદદથી બાઇબલ શીખવે છે. આ પ્રકારના લેખો પ્રકાશિત કરવા બદલ તમારો આભાર.
બી. ડબલ્યુ., યુનાઈટેડ સ્ટેટ્સ
સજાગ બનો!ના એઈડ્સના લેખોનું વાંચન પૂરું કર્યાં વગર હું એને નીચે મૂકી શકી નહિ. મેં આ પ્રકારના વિષય પર કદી પણ આવી ચોક્સાઈભરી માહિતી વાંચી નથી. હું નર્સ હોવાથી એ મહત્ત્વનું પણ છે. તમારો ઘણો આભાર.
ડી. ઈ., જર્મની
હું આ લેખોની કદર કરું છું કારણ કે મારા દીકરાએ ખ્રિસ્તી માર્ગ છોડી દીધો હતો અને પાછો ફર્યો ત્યારે તેને એઈડ્સ થયો હતો. યહોવાહની મદદથી, તે હવે આત્મિક રીતે સારું સ્થાન ધરાવે છે. તબીબી સારવારથી તેનું સ્વાસ્થ્ય સારું છે. અમે જાણીએ છીએ કે એવા ઘણા બધા લોકો છે કે જેઓને ચેપ લાગ્યો છે અને તેમને ખબર નથી. આ લગ્ન કરવાનું ઇચ્છનારાઓ માટે મોટી ચિંતાનું કારણ બનવું જોઈએ.
એન. જે., યુનાઈટેડ સ્ટેટ્સ