‘તમારું કાર્ય સમાજને કઈ રીતે લાભદાયી છે?’
આ એ પ્રશ્ન હતો કે જે ભારતના પત્રકાર ચંદ્રકાન્ત પટેલે યહોવાહના સાક્ષીઓના મુખ્યમથક ન્યૂયૉર્ક બ્રૂકલિનના કર્મચારી સભ્યોને પૂછ્યો હતો. મિ. પટેલ શાખા સવલતો જોવા આવ્યા હતા અને તેમણે જે જોયું અને સાંભળ્યું એનાથી એટલા પ્રભાવિત થયા કે ભારતમાં પાછા ફરતા તેમણે ગુજરાતી ભાષાના વર્તમાનપત્રમાં એ વિષે લેખ લખ્યો.
ભારતના ચર્ચ સંગઠનો અને યહોવાહના સાક્ષીઓની કેટલીક માન્યતાઓ વચ્ચે તફાવત બતાવતા, મિ. પટેલે લખ્યું કે યહોવાહના સાક્ષીઓ સર્વશક્તિમાન દેવ યહોવાહમાં માને છે. એ સામાન્ય રીતે ચર્ચમાં શીખવવામાં આવતા ત્રૈક્યથી ભિન્ન છે અને તેઓ પોતાની ઉપાસનામાં મૂર્તિનો ઉપયોગ કરતા નથી. તેમણે અવલોક્યું કે યહોવાહના સાક્ષીઓના સિદ્ધાંતો ઉચ્ચ છે કારણ કે તેઓ વ્યભિચાર, ગર્ભપાત અને સાથી માનવીઓને ધિક્કારવા કે મારી નાખવા વિષે બાઇબલમાં બતાવવામાં આવેલા ખ્રિસ્તી મૂલ્યોને જાળવી રાખે છે. તેમણે સાક્ષીઓને શાંતિપ્રિય, પ્રેમાળ, સહનશીલ અને સેવાભાવી તેમ જ બીજાઓમાં બાઇબલનો સંદેશો ફેલાવવામાં નીડર અને ઉત્સાહી તરીકે વર્ણન કર્યું.
ભારતના પત્રકારે ‘તમારું કાર્ય સમાજને કઈ રીતે લાભદાયી છે?’ એ પ્રશ્નનો કયો પ્રત્યુત્તર મેળવ્યો? તેમણે લખ્યું: ‘પ્રત્યુત્તર એ હતો કે બાઇબલ શિક્ષણ જીવનના દરેક પાસામાં લાભદાયી છે.’ મિ. પટેલ ખાસ કરીને આરોગ્ય કાળજી અને રોજગારના ક્ષેત્ર વિષે જાણવાનું ઇચ્છતા હતા. તેમને આપવામાં આવેલી સમજણમાંથી કેટલાક ભાગોનો ઉલ્લેખ કરતા, તેમણે અહેવાલ આપ્યો: ‘વ્યક્તિ તમાકુ અને કેફી પદાર્થ જેવા નુકસાનકારક પદાર્થોને બંધ કરી શાસ્ત્રીય સલાહને અનુસરીને શુદ્ધ જીવન જીવે તો, તે વિવિધ રોગોને ટાળી શકે. અને મહેનતુ, શુદ્ધ-જીવન જીવતા, પ્રમાણિક વ્યક્તિઓ સંભવિત વધારે રોજગાર મેળવે છે. વધુમાં, સમસ્યાઓને પ્રેમાળ અને માયાળુપણે હલ કરવાથી બીજાઓ સાથે શાંતિમય સંબંધો બને છે. તેથી બાઇબલ જે કહે છે એ વિષે લોકોને શીખવવું સમાજ માટે લાભદાયી છે.’
આ પત્રકારે યહોવાહના સાક્ષીઓના જગત મુખ્યમથકમાં બાઇબલ શિક્ષણનું અમલીકરણ જોયું. આ સ્વચ્છ અને આનંદિત સ્વયંસેવકોના કાર્યની પ્રશંસા કરતા તેમના લેખમાં આત્મિક પ્રવૃત્તિઓ કેન્દ્રમાં હતી તમે પણ બાઇબલ શિક્ષણમાંથી લાભ મેળવી શકો. કઈ રીતે, એ બતાવવામાં યહોવાહના સાક્ષીઓને આનંદ થશે.
સમાચારપત્રનું પાછલું પૃષ્ઠ: Courtesy Naya Padkar, Gujarati Daily published from Anand, India