વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૦/૮ પાન ૨૮
  • વિશ્વ પર નજર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વ પર નજર
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • અંતિમ ક્રિયા ગરીબાઈ વધારે છે
  • કઈ રીતે લીલી ચા કૅન્સરના કોષો સામે લડી શકે
  • કૂતરું કરડવું અને બાળકો
  • પડી જવાનું ટાળવા માટે સમતોલ કરતી કસરતો
  • શિક્ષણ અને બાળકોનો મૃત્યુઆંક
  • સૌથી ઘાતક દસ ચેપી રોગો
  • ઓછું વાંચન
  • સ્વાસ્થ્યપ્રદ વિડીયો રમતો
  • એઈડ્‌સનો ભરડો
  • આપણા ગ્રહને
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૦/૮ પાન ૨૮

વિશ્વ પર નજર

અંતિમ ક્રિયા ગરીબાઈ વધારે છે

_

“જીવવાની કિંમત ઊંચી થતી જાય છે,” ટાઈમ્સ ઑફ ઝાંબિયા અહેવાલ આપે છે, “પરંતુ . . . મરવાની કિંમત એનાથી વધુ ઊંચી થઈ રહી છે.” ઝાંબિયા સમેત આફ્રિકાના ઘણા ભાગોમાં, અંતિમ ક્રિયા મિત્રો અને સગાસંબંધીઓને દૂરથી આવવા માટે અને અઠવાડિયું કે એથી વધુ ચાલતી શોકની વિધિઓમાં ભાગ લેવા માટે લંબાવવામાં આવે છે. મોટે ભાગે, ત્યાં હાજર રહેનાર દરેક જમવાની અને રહેવાની અપેક્ષા રાખે છે. મૃતજનનું કુટુંબ પણ જરૂરિયાતવાળાઓને પોતાના ઘરે પાછા જવા ભાડાના પૈસા પૂરા પાડવાની અપેક્ષા રાખે છે. આવી અંતિમ ક્રિયા મૃતજનના ઘણા કુટુંબીજનોને ખૂબ ગરીબાઈમાં ધકેલી દે છે. અહેવાલ કહે છે, “આધુનિક અંતિમ ક્રિયા શોક કરનારાઓની વધુ સંખ્યાને કારણે વધુ ખર્ચાળ બની છે, કે જેઓ કોઈ રીતે મદદ કરતા નથી.” વર્તમાનપત્ર સૂચવે છે કે મૃતજનના કુટુંબીજનોને ઓછો બોજો આવે માટે અંતિમ ક્રિયા વ્યક્તિના મરણ પછી તરત જ રાખવી જોઈએ.

કઈ રીતે લીલી ચા કૅન્સરના કોષો સામે લડી શકે

_

અભ્યાસ દર્શાવે છે કે લીલી ચા પીનારાઓને કૅન્સર થવાની શક્યતા ઓછી છે અને પ્રાણીઓને આપવામાં આવેલી ચાથી પણ એવા જ લાભ થયા છે. તાજેતરમાં, યુ.એસ.એ, ઇન્ડીયાનામાં પરડુ વિશ્વવિદ્યાલયમાંના સંશોધનકર્તાઓએ એનું કારણ શું હોય શકે એ શોધ્યું. લીલી ચામાં એપીગાલોકેટેશીન ગલેટ (ઈજીસીજી) નામનો પદાર્થ છે કે જે અમુક ઉત્સેચક (એન્ઝાઈમ)ને રોકે છે કે જેને કારણે કૅન્સરના કોષો બેવડાતા હોય છે. ઈજીસીજી સામાન્ય કોષોને બેવડા કરવામાં એવી જ અસર કરતું હોય એમ જણાતું નથી. જગતમાં ચા પીનારાઓના લગભગ ૮૦ ટકાની પસંદ કાળી ચા છે જે ઈજીસીજીનું પ્રમાણ ઓછું ધરાવે છે. સંશોધનકર્તાઓ કહે છે કે એ હકીકત સમજાવી શકાય કે શા માટે કાળી ચા લીલી ચા કરતાં ૧૦૦માંથી ૧૦ ટકા અસરકારક છે કે જે ટેસ્ટ ટ્યૂબમાં વધતા કૅન્સર કોષોમાંની ઉત્સેચક પ્રતિક્રિયા રોકે છે.

કૂતરું કરડવું અને બાળકો

_

યુનાઈટેડ સ્ટેટ્‌સમાં નાનાં બાળકો કૂતરું કરડવાનો ભોગ વારંવાર બને છે, યુસી બર્કલે વેલનેશ લેટર અહેવાલ આપે છે. હજુ પણ, અહેવાલ ટીકા આપે છે, મોટા ભાગના કૂતરાને કરડતા અટકાવાય છે. જોખમ ઘટાડવા, વેલનેશ લેટર ભલામણ કરે છે કે માબાપોએ સારી તાલીમ પામેલા કૂતરાને પસંદ કરવો જોઈએ. બીજું કે તેઓએ એને ખસી કરાવવી જોઈએ અને પછી માયાળુ રીતે પરંતુ મક્કમ રીતે એને આધીન રહેવાની તથા લોકો સાથે, ખાસ કરીને બાળકો સાથે મૈત્રીપૂર્ણ રહેવાની તાલીમ આપવી જોઈએ. વેલનેશ લેટર જણાવે છે: “અંદાજ ન આંકશો કે શાંત કૂતરો નવા બાળકને આવકારશે અથવા પગલી પાડતા બાળકને અલગ રીતે જોશે. દેખરેખ રાખો.” બાળકોને શીખવવું જોઈએ કે પોતાની જાતે કૂતરા પાસે પહોંચી ન જાય. કૂતરાના માલિકને ઓળખાણ આપવા દો (અથવા કરાવવા દો). કૂતરાને બોલાવો, અને નજીક આવીને તેને સૂંઘવા દો. જો કૂતરો ઘૂરકે અથવા ભસે તો, ચૂપ રહો અને પાછા ન હઠો કે દોડો નહિ. વેલનેસ લેટર નોંધે છે: “વરુ જેવા કૂતરાઓ સહજભાવે પીછો કરે છે અને અચાનક હુમલો કરે છે.”

પડી જવાનું ટાળવા માટે સમતોલ કરતી કસરતો

_

“પાંસઠથી વધુ ઉંમરના એક તૃત્યાંસ લોકો વર્ષમાં ઓછામાં ઓછા એક વખત પડી જાય છે, એમાંના ઘણાને કમર તૂટવી જેવું નુકશાન થાય છે કે જેને ફરીથી એકદમ સાજી ન કરી શકાય,” ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે. આપણી ઉંમર વધે છે તેમ, આપણા શરીરની સામાન્ય ટટ્ટાર રહેવાની ક્ષમતા ઓછી થાય છે, એ આપણું સમતોલપણું જાળવવામાં વધુ મુશ્કેલ બનાવે છે. કનેક્ટીકટ સ્કૂલ ઑફ મેડીસિન યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં એ દર્શાવવામાં આવ્યું છે કે નિયમિત સમતોલ કરતી કસરતો, જેમ કે એક પગ પર ઊભા રહેવું અથવા લાંબા સાંકડા લાકડાના પાટિયા પર ચાલવું વૃદ્ધજનોનું સમતોલપણું વધારી શકે. તેમ છતાં, સુલીવાન ઍન્ડ ક્રોમવેલ કોરપોરેટ ફીટનેસ સેન્ટરની જીના એલચીન, ધીમેથી શરૂઆત કરીને, અઠવાડિયામાં બે કે ત્રણ વાર, દસ મિનિટનાં સત્રોમાં મર્યાદિત સમતોલ-કસરત કરવાની સલાહ આપે છે. તે નોંધે છે: “આ પ્રકારની તાલીમ પડકાર છે અને એ વધુ પડતી કરવાથી થાકી જવાય છે.”

શિક્ષણ અને બાળકોનો મૃત્યુઆંક

_

“વર્ષ ૨૦૧૦ સુધીમાં, આવતા દાયકા માટે દર વર્ષે વિશ્વવ્યાપી પ્રાથમિક શાળામાં [દાખલો મેળવવા માટે] ૭૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે, સંયુક્ત રાષ્ટ્ર બાળ ફંડનો અહેવાલ, ધ સ્ટેટ ઑફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન ૧૯૯૯—એજ્યુકેશન કહે છે. આ આંકડો દર વર્ષે યુરોપિયનો આઇસક્રીમ પાછળ અને અમેરિકનો સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચે છે એના કરતાં ઓછો છે.” ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર, ભારતમાં ફક્ત ૬૬ ટકા પુરુષો અને ૩૮ ટકા સ્ત્રીઓ જ સાક્ષર છે. વધુ સ્ત્રીઓ પ્રાથમિક શાળામાં જોડાય છે ત્યાં, બાળકોનો મૃત્યુઆંક ઘટે છે. આવા પાયાના શિક્ષણની અસર, ભારતના દક્ષિણમાં કેરળ રાજ્યમાં જોવા મળે છે, જ્યાં સાક્ષરતા લગભગ ૯૦ ટકા છે અને “આખા વિકાસશીલ જગતમાં બાળ મૃત્યુઆંક એકદમ ઓછો છે.”

સૌથી ઘાતક દસ ચેપી રોગો

_

જગતવ્યાપી, લાખો લોકો દર વર્ષે ચેપી રોગો લાગવાને કારણે મરે છે. નેચરલ હિસ્ટરી સામયિક અનુસાર નીચેના ચેપી રોગો ૧૯૯૭માં સૌથી મૃત્યુકારક હતા. ભયંકર શ્વાસોચ્છવાસના રોગ ન્યૂમોનિયાએ ૩૭ લાખ લોકોને મારી નાખ્યા. બીજો હતો ટીબી, જે ૨૯ લાખ મૃત્યુનું કારણ હતું. કૉલેરા અને અન્ય મરડાને લગતા રોગો ત્રીજા નંબરે હતા, કે જે ૨૫ લાખ મૃત્યુનું કારણ હતા. એઈડ્‌સે ૨૩ લાખને મારી નાખ્યા. ૧૫ લાખ અને ૨૭ લાખ વચ્ચેના લોકો મલેરિયાથી મર્યા. ઓરીને કારણે ૯,૬૦,૦૦૦ મૃત્યુ થયા. હૅપટાઇટિસ-બી ૬,૦૫,૦૦૦ મૃત્યુનું કારણ બન્યું. મોટી ઉધરસે ૪,૧૦,૦૦૦ જીવનો ભરખી લીધાં. અન્ય ૨,૭૫,૦૦૦ ધનુરથી મૃત્યુ પામ્યા. અને ૧,૪૦,૦૦૦ ડેન્ગ્યુ/ડેન્ગ્યુ રક્તસ્રાવ તાવથી મરણ પામ્યા. માણસોના સૌથી સારા પ્રયત્નો છતાં, ભૂતકાળના ચેપી રોગો આજના મોટા ભાગના જગતના માનવ સ્વાસ્થ્યને હજુ પણ ધમકીરૂપ છે.

ઓછું વાંચન

_

પુસ્તકોથી ભરેલું પુસ્તકાલય ધરાવનાર દરેક વ્યક્તિ આતુર વાચક હોતી નથી. ઉદાહરણ તરીકે, દુકાનદાર ક્રીસ મેથ્યુસ કબૂલે છે: “મને મારી આજુબાજુ પુસ્તકો ભરવા ગમે છે, પરંતુ હું ભાગ્યે જ વાંચુ છું.” મેથ્યુસ હવે સમસ્યાનો પ્રાપ્ય હલ સૂચવે છે. તેણે, બીજા જોડીદાર સાથે, બનાવટી પુસ્તકો માટેની જર્મનીની પ્રથમ દુકાન ખોલી, વર્તમાનપત્ર વેસર-કૂરીઅર અહેવાલ આપે છે. કળા, ફિલસૂફી, અને વિજ્ઞાનનાં ક્ષેત્રોમાંથી “જૂઠા પુસ્તક મથાળાઓ”વાળા લગભગ ૨,૮૦૦ પુસ્તકો વેચાણ માટે છે. બનાવટી પુસ્તકો જુદી ડિઝાઇનમાં આવે છે, કે જે પૂઠાંથી માંડીને ઇમારતી લાકડાથી બનાવેલ કૃતિ હોય છે. જેની કિંમત ૧૦થી ૧૫ યુ.એસ. ડૉલર હોય છે. મેથ્યુસ કહે છે: “કિંમત અનુક્રમણિકાને આધારે નહિ પરંતુ પુસ્તકના કદ પ્રમાણે હોય છે.”

સ્વાસ્થ્યપ્રદ વિડીયો રમતો

_

“વિડીયો રમતો” શબ્દાવલિનો ઉલ્લેખ કરતા જ ઘણા લોકો એને પૂરી હિંસાથી ભરેલી રમતો તરીકે કલ્પે છે. તેમ છતાં, સંશોધનકર્તાઓએ શોધ્યું છે કે “યોગ્ય રમતો બાળકોને ડાયાબીટીસ અને દમની પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટેની તાલીમ આપી શકે,” ટેકનોલૉજી રીવ્યુ અહેવાલ આપે છે. સ્ટાનફોર્ડ વિશ્વવિદ્યાલય તબીબી કેન્દ્રએ ૮ અને ૧૬ વર્ષની વચ્ચેના ડાયાબીટીસ થયો હોય એવાં લગભગ ૬૦ બાળકોનો અભ્યાસ કર્યો. અડધા બાળકોએ સામાન્ય વિડીયો રમત રમી. બીજા અડધાએ પેક્કી અને મારલોન નામની રમત કે જેમાં બે ઉત્સાહી હાથીઓનો સમાવેશ થાય છે કે જેણે રમનારાઓને ખાવાનો યોગ્ય ખોરાક પસંદ કરવામાં, તેઓના લોહીનું ગ્લુકોઝનું સ્તર તપાસવામાં, અને ઈન્સ્યૂલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મદદ કરી. છ-મહિના કરતાં વધુ સમયગાળામાં, હાથીવાળી રમત રમ્યાં હતાં તેઓને, સામાન્ય રમત રમ્યાં હતાં એ બાળકો કરતાં “૭૭ ટકા ડૉક્ટરની મુલાકાતોની કે ઈમરજન્સી રૂમની ઓછી જરૂર પડી,” ટેકનોલૉજી રીવ્યું કહે છે. એવી જ વિડીયો રમતો બાળકોને દમ નિયંત્રણ કરવા અને ધૂમ્રપાનથી દૂર રહેવામાં મદદ કરવા રચવામાં આવી હતી.

એઈડ્‌સનો ભરડો

_

આફ્રિકાના સહારાના દક્ષિણમાં ગયા દસકા દરમિયાન લગભગ છ વર્ષથી નવા જન્મેલા બાળકોની જીવવાની તકો ઓછી થઈ ગઈ છે અને એથી પણ વધુ ઓછી થવાની સંભાવના છે. શા માટે બદલાણ? કારણ કે આ વિસ્તારમાંના દેશોમાં, “એઈડ્‌સ રોગચાળો વધતો જાય છે,” ધ યુનેસ્કો કોરીયર અહેવાલ આપે છે. તાજેતરમાં, આ પ્રદેશમાંના વસ્તીના ૧૦ ટકાથી વધુ એચઆઈવીથી અસરગ્રસ્ત થયા છે, એ વાયરસ કે જે એઈડ્‌સનું કારણ બને છે. સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશો છે બોટ્‌સ્વાના, મલાવી, મોઝામ્બિક, નામિબિયા, દક્ષિણ આફ્રિકા, ઝાંબિયા, અને ઝીંબાબ્વે. વધુમાં, સંયુક્ત રાષ્ટ્રસંઘ કહે છે કે “આફ્રિકામાં દરરોજ ૫,૫૦૦ એઈડ્‌સ-સંબંધિત અંતિમ ક્રિયા હોય છે,” ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો