વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧૦/૮ પાન ૩૧
  • શા માટે ઘણા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે ઘણા
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • લોહીની આપ-લે વર્ષોથી ચર્ચાનો વિષય
    સજાગ બનો!—૨૦૦૦
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧૦/૮ પાન ૩૧

શા માટે ઘણા

લોહીની ના પાડે છે

ઓન્ટેરિયોની અદાલતે એક મહત્ત્વનો નિર્ણય લીધો; જેમાં કૅનેડાની રેડ ક્રોસ સંસ્થાને બે લોહી લેનાર વ્યક્તિઓને એચઆઈવી ચેપ લગાડવા માટે જવાબદાર ઠરાવવામાં આવી. એ બંનેને એક જ રક્તદાતા પાસેથી ચેપી લોહી આપવામાં આવ્યું હતું. ન્યાયાધીશ સ્ટીવન બોરેન્સે કહ્યું: “ચેપી લોહી આફત બની લોહી લેનારનાં જીવન જોખમમાં મૂકે છે ત્યારે, તાબડતોબ પગલાં લેવાની જરૂર પડે છે.”

કંઈક ૧,૨૦૦ જેટલા કૅનેડાવાસીઓને, ૧૯૮૦ના દાયકામાં એચઆઈવીનો ચેપ લાગ્યો હતો, અને વધારાના ૧૨,૦૦૦ને હૅપટાઈટીસ સી થયું હતું, એ સર્વ ચેપી લોહી અને લોહી ઉત્પાદનોને આભારે થયું. રોગના ચેપમાં ઘટાડો લાવવા, રક્તદાતાઓની વધુ ઝીણવટથી તપાસ કરવામાં આવે છે. પરંતુ કંઈ બધા જ રક્તદાતાઓ પોતાના જાતીય જીવન વિષે પ્રમાણિક હોતા નથી. દાખલા તરીકે, યુનાઈટેડ સ્ટેટ્‌સમાંના સર્વેક્ષણે જણાવ્યું કે ૫૦માંથી ૧ રક્તદાતાએ હસ્તમૈથુન આચરણ કે વેશ્યા સાથેની જાતીયતા જેવી જોખમકારક માહિતીઓ સંતાડી છે.

એ વળી ઓછું હોય તેમ, લોહીની ચકાસણી પણ કંઈ સો ટકા ગેરંટી આપતી નથી. ન્યૂ સાયંટીસ્ટ સામયિક અનુસાર, “વ્યક્તિને એચઆઈવીનો ચેપ લાગ્યા પછી, ત્રણ કરતાં ઓછા સપ્તાહમાં લોહીનું દાન કરે તો, હાલની ચકાસણી કરવાની રીત વાઈરસ પારખતી નથી. વળી, હૅપટાઈટીસ સી તો, બે મહિનાથી વધારે ‘સમય’ સુધી સંતાઈ રહી શકે.”

હાલમાં, કૅનેડાના લોકોમાં લોહીની આપ-લેમાં એકદમ ઘટાડો જોવા મળ્યો છે. કટાર લેખક પોલ શરાટ્‌સ લખે છે: “રક્તદાતાઓની સંખ્યામાં ઘટાડો અને રક્ત ન આપી શકનારાઓની સંખ્યામાં વધારો થયો હોવાથી, યહોવાહના સાક્ષીઓનો આભાર કે તેઓ લોહીના વિકલ્પોના સંશોધનમાં આગેકૂચ કરી રહ્યા છે.”

રસપ્રદપણે, ધ ટોરન્ટો સ્ટાર અહેવાલ આપે છે કે તાજેતરના એક વર્ષમાં, કંઈક ૪૦ લોકો “લોહીની આપ-લે કરવા ન ચાહતા હોવાને કારણે, કૅનેડાની હૉસ્પિટલમાં ખોટી રીતે યહોવાહના સાક્ષીઓ તરીકે દાખલ થયા.” સર્વેક્ષણ દર્શાવે છે કે લગભગ ૯૦ ટકા કૅનેડાવાસીઓ રક્તદાતાના લોહી કરતાં વૈકલ્પિક સારવાર વધુ પસંદ કરે છે. તેથી, લોહીની આપ-લે હવે કંઈ ફક્ત ધાર્મિક વાદવિષય રહ્યો નથી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો