વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૯/૮ પાન ૨૮
  • વિ શ્વ નિ હા ળ તા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિ શ્વ નિ હા ળ તા
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • ગ્રીસમાં ધાર્મિક સ્વતંત્રતા પર નવી દૃષ્ટિ
  • અપૂરતું પોષણ
  • દુનિયાના સૌથી લાંબા વાળ
  • ચંદ્ર પર પાણી?
  • બાઇબલ પ્રતિબંધનું ખુલેલું રહસ્ય
  • “સુરક્ષિત નશો”?
  • અમૂલ્ય વસ્તુનું મૂલ્ય
  • પ્રેમ નિષ્ફળ જતો નથી
  • દેવ વિનાનું બાઇબલ
  • તમારા વાળને બારીકાઈથી તપાસવા
    સજાગ બનો!—૨૦૦૧
  • શું મારે કોમ્પ્યુટર કે વિડીયો રમતો રમવી જોઈએ?
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૮
g98 ૯/૮ પાન ૨૮

વિ શ્વ નિ હા ળ તા

ગ્રીસમાં ધાર્મિક સ્વતંત્રતા પર નવી દૃષ્ટિ

_

ઍથેનિયન વર્તમાનપત્ર તો વીમા અહેવાલ આપે છે, “એવું લાગે છે કે તાજેતરમાં [ગ્રીક] સરકાર ધાર્મિક સ્વતંત્રતાના હક્કો વિષે ચિંતાતુર બની છે. વળી, તેઓ મુલતવી રાખેલા બંધારણ સુધારાને પણ વિચારણામાં લઈ રહ્યાં છે.” મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેરને લગતી અનધિકૃત સમિતિની ધાર્મિક સ્વતંત્રતાના વાદવિવાદને લગતા કાયદા ઘડવા, [સરમુખત્યાર] મેટાક્ક્ષેના ધર્માંતરને ગુના તરીકે જોતા કાયદા, અને બિનઑથોકૉક્ષ લઘુમતી ધર્મોને ચર્ચો અને સભાઓની જગ્યાઓ સ્થાપવાની પરવાનગી આપવા વિચારણામાં લેવા રચવામાં આવી.” અહેવાલ કહેવાનું ચાલું રાખે છે કે યહોવાહના સાક્ષીઓએ ગ્રીસમાં યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઈટ્‌સ સમક્ષ અસંખ્ય કાયદેસરના કેસો લાવ્યા હોવાના કારણે મુખ્યત્વે એની શરૂઆત કરવામાં આવી.

અપૂરતું પોષણ

બાળકોનો ભોગ લે છે

_

ફ્રેન્ચનું દૈનિક પત્ર લા ર્માંડ અહેવાલ આપે છે, “બીજા કોઈ પણ રોગચાળા, કુદરતી આફત, કે યુદ્ધ કરતાં અપૂરતા પોષણના કારણે વધારે બાળકો મરણ પામી રહ્યાં છે.” એવો અંદાજ કાઢવામાં આવ્યો કે અપૂરતા પોષણને કારણે લગભગ ૭૦ લાખ બાળકો દર વર્ષે મરણ પામે છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ (યુનિસેફ)ના ૧૯૯૭ના અહેવાલે બતાવ્યું કે દર વર્ષે મરતાં પાંચ વર્ષની અંદરના ૧.૨ કરોડ બાળકોના ૫૫ ટકા અપૂરતા પોષણના કારણે મરણ પામે છે. બાળકોનાં મરણ ઉપરાંત અપૂરતું પોષણ અસંખ્ય શારીરિક અને માનસિક અપંગતાઓ તેમજ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવવા માટે પણ જવાબદાર છે. દક્ષિણ એશિયામાં ૨માંથી એક બાળક અને આફ્રિકામાં ૩માંથી એક બાળક અપૂરતા પોષણથી પીડાય છે. તેમ છતાં, આ સમસ્યા વિકસિત દેશોને પણ અસર કરે છે. દાખલા તરીકે, યુનિસેફ અહેવાલ આપે છે કે યુનાઇટેડ સ્ટેટ્‌સમાં ૧૨ વર્ષની નીચેનાં ૪માંથી એક બાળકને પૌષ્ટિક ખોરાકની જરૂર છે.

દુનિયાના સૌથી લાંબા વાળ

_

ઉત્તર થાયલૅંડમાં હમોન્ગ જાતિના માણસ હૂ સ્ટેટોએ લગભગ ૭૦ વર્ષથી પોતાના વાળ કાપ્યા નથી. હૂએ કહ્યું, “હું ૧૮ વર્ષનો હતો ત્યારે મેં વાળ કાપ્યા હતા, અને હું ખરેખર ખૂબ જ બીમાર પડ્યો.” તાજેતરમાં ગીનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવા માટે ન્યાયાધીશે વાળ માપ્યા એ ૫૨૦ સેન્ટિમીટર લાંબા હતા, ઍસોસિએટેડ પ્રેસ અહેવાલ આપે છે કે તેના વાળને દુનિયાના સૌથી લાંબા વાળ માનવામાં આવે છે. હૂ પોતાના વાળ વર્ષમાં એક વાર ધુએ છે અને એને સૂકાવા માટે ઊંચી જાળી પર લટકાવે છે. તેનો ૮૭ વર્ષનો ભાઈ યીં કે જેણે ૧૯૫૭માં તેના વાળ કાપ્યા હતા તે હૂનો સૌથી નજીકનો પ્રતિસ્પર્ધી છે. તો પણ, અગાઉ ૪૨૦ સેન્ટિમીટર લાંબા વાળવાળી ભારતીય સ્ત્રીના રેકર્ડ કરતાં યીંના વાળ લાંબા છે. હૂ ખાસ કરીને થાયલૅંડના ઠંડા પહાડોની ઊંચાઈ પર આવા લાંબા વાળના ગુચ્છાને લાભદાયી ગણે છે. તે કહે છે, “એ મને હૂંફ આપે છે.”

ચંદ્ર પર પાણી?

_

ધ ન્યૂયૉર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે કે, લ્યુનર પ્રોસ્પેક્ટર નામના અવકાશયાને શોધી કાઢ્યું કે ચંદ્રના ધ્રુવીય (પોલર) પ્રદેશમાં જાણે કે થીજેલું પાણી દેખાય છે. અવકાશયાનનાં સાધનો હાઈડ્રોજન હોય એવું દર્શાવે છે. ચંદ્ર પર હાઈડ્રોજન થઈ શકે એવી સૌથી સંભવિત વસ્તુ પાણી જ હોય શકે એવું માનવામાં આવે છે. એવું જણાતું હતું કે ધૂળ સાથે મિશ્રિત થઈ પાણી બરફ થઈ ગયું હતું. એમાં ખડકાળ જમીનનો થોડો ભાગ પણ દેખાય છે. કેટલાક વૈજ્ઞાનિકો તો ભાખવા પણ માંડ્યા છે કે પાણી માનવીઓ માટે ઉપયોગમાં લઈ શકાય, અને હાઈડ્રોજન તેમ જ ઓક્સિજનનો ચંદ્ર પરથી આવતા અવકાશયાનના ઇંધણ માટે ઉપયોગ કરી શકાય એવું છે. બીજાઓની ચિંતા એ છે કે ત્યાં પાણી હોય તોપણ, ત્યાંથી એને કાઢવું મોંઘું પડી જશે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજીના ડૉ. બ્રુસ મુરેએ કહ્યું કે ચંદ્ર પર ખોદી પાણી કાઢવા કરતાં પૃથ્વીમાંથી પાણી લાવવું સસ્તુ પડશે.

બાઇબલ પ્રતિબંધનું ખુલેલું રહસ્ય

_

આ વર્ષની શરૂઆતમાં વેટિકને ઇનકિવઝીશનના તેનાં જૂનાં પુસ્તકો પ્રાપ્ય બનાવ્યા. એ આવા કેસો પણ ધરાવે છે: ગેલિલિયો કે જેને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ શીખવવા માટે દોષિત ઠરાવવામાં આવ્યો હતો, અને જોર્દાનો બ્રૂનોને વર્ષ ૧૬૦૦માં નાસ્તિકતા માટે જાહેરમાં બાળી નાખવામાં આવ્યો હતો. “પ્રાપ્ય બનાવેલા ઇન્ક્વિઝીશન જૂનાં પુસ્તકોની સાથે પ્રતિબંધ મૂકેલા કુખ્યાત પ્રતિબંધ મૂકેલા પુસ્તકોની સૂચિ પણ હતી, જે રોમન કૅથલિકને વાંચવા કે રાખવાની મનાઈ ફરમાવવામાં આવી હતી, નહિ તો ચર્ચમાંથી કાઢી મૂકવામાં આવતો હતો. તેઓએ બતાવ્યું કે એ સૂચિમાં એક વાર બાઇબલનો પણ ઉલ્લેખ હતો,” રોઇટર્સ અહેવાલ આપે છે. “પવિત્ર પુસ્તકના ભાષાંતરોને બીજા ‘ચર્ચ વિરોધી’ પુસ્તકો સહિત બાળી નાખીને એનો અંત લાવવામાં આવ્યો, કારણ કે ચર્ચ કે જેના કાર્યાલયની ભાષા લૅટિન હતી, એ પાદરીઓના માર્ગદર્શન વિના પવિત્ર લખાણો એના સભ્યોને શીખવવામાં ન આવે એવું ઇચ્છતા હતા.” છેક ૧૯૬૬માં પ્રતિબંધ મૂકેલાં પુસ્તકોની યાદી અને ચર્ચમાંથી કાઢી નાખવાને અધિકૃતપણે નાબૂદ કરવામાં આવી હતી.

“સુરક્ષિત નશો”?

_

વર્ષોથી ચૉકલેટ ઉત્સાહ વધારનાર, તાજગી આપનાર અને ઉત્તેજિત કરનાર જેવા ગુણો માટે પ્રખ્યાત છે. તેમ છતાં, ફ્રેન્ચનું લા મૉંડ વર્તમાનપત્ર અહેવાલ આપે છે કે તાજેતરમાં શોધી કાઢવામાં આવ્યું એ પ્રમાણે ચૉકલેટ ખરેખર “ચિંતાના સ્તરને, મનની શાંતિને, અને જાતીય વર્તનને” અસર કરે છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ચૉકલેટમાં રહેલા રસાયણને શોધી કાઢ્યું છે કે જે એમ્ફિટામીન્સ જેવું છે. અને બીજા રસાયણો શોધી કાઢ્યા કે જે તાજગી વધારી શકે. નવા સંશોધને એ પણ બતાવ્યું કે આનંદમાઈડ નામનું રસાયણ ચૉકલેટમાં છે, આ રસાયણ ગાંજાની જેમ “ઉત્તેજના અને આનંદિત લાગણી વધારે” છે. આ બાબતો અને ચૉકલેટની એકદમ ઓછી ખરાબ અસરના કારણે વર્તમાનપત્રએ નિષ્કર્ષ આપ્યો: “શરીર અને મનને ઉત્તેજિત કરી, શક્તિ પૂરી પાડવા અને એકદમ ઓછી અસરથી ઉત્તેજના સુખાકારીની લાગણી ઉત્પન્‍ન કરતી હોવાને કારણે, ચૉકલેટને એકદમ સુરક્ષિત નશો કહેવામાં આવે છે.”

અમૂલ્ય વસ્તુનું મૂલ્ય

_

વિવિધ દેશોમાંના તેર વૈજ્ઞાનિકોએ કુદરતની સંપત્તિનું મૂલ્ય ડૉલરમાં આંકવાનો અહેવાલ આપ્યો. વૈજ્ઞાનિકોએ પ્રકાશિત ૧૦૦ અભ્યાસો પર કામ કરી પૃથ્વી પૂરી પાડતી વિવિધ લાભોના એક હેક્ટરની કિંમતનાં અંદાજ આપ્યો (એક હેક્ટર બરાબર લગભગ ૨.૫ એકર છે). દાખલા તરીકે, એક અભ્યાસે બતાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્‌સમાં બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી કાદવકીચડવાળી જમીનના દરેક હેક્ટરે, “પાણી શોષી લેવાની ક્ષમતા ગુમાવી દેવાના કારણે વરસાદના પાણીથી વાર્ષિક નુકસાન ૩,૩૦૦થી ૧૧,૦૦૦ ડૉલરનું થયું,” વિજ્ઞાન (અંગ્રેજી) સામયિકે બતાવ્યું. પૃથ્વીની કુદરતી સંપત્તિ અને લાભોને ઘણા ગૃહિત માની લે છે છતાં, વૈજ્ઞાનિકોએ અંદાજે તેઓનું વાર્ષિક મૂલ્ય ૩૩,૩૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦ ડૉલર આંક્યું—જે સમગ્ર જગતના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનનું લગભગ બમણું થાય છે.

પ્રેમ નિષ્ફળ જતો નથી

_

ધ વોશિંગ્ટન પોસ્ટ અહેવાલ આપે છે, “પોતાનાં માબાપ અને શિક્ષકો સાથે ગાઢ લાગણીમય સંબંધ રાખનારા યુવાનો, ભાગ્યે જ નાની ઉંમરમાં ડ્રગ્સ અને દારૂનો ઊપયોગ કે આપઘાતનો પ્રયાસ કરે છે, હિંસામાં ભાગ લેવા કે જાતીયપણે સક્રિય બનતા નથી.” મેસેટોના યુનિવર્સિટીના અને યુનિવર્સિટી ઑફ નોર્થ કારોલીઆ-ચેપલ હીલના સંશોધકોને પણ જોવા મળ્યું કે આ બાળક એકલવાયાં માબાપ કે માબાપના ઘરમાં રહેતા બાળક વિષે સાચું છે. મહત્ત્વની બાબત એ છે કે બાળકને પ્રેમ અને કદર થયાની તેમજ તેને સમજવામાં આવે છે એવી લાગણી થાય છે. અભ્યાસ બીજા એક ઘટક પર ભાર આપે છે કે ભલેને “એમ લાગે કે તેઓને પોતાની જરૂર નથી છતાં પણ, માબાપ બાળકોનાં તરુણ વર્ષોમાં તેઓના જીવનમાં સતત ધ્યાન આપે,” પોસ્ટ કહે છે.

દેવ વિનાનું બાઇબલ

_

દરેક જગ્યાએથી દેવનો સંદર્ભ કાઢી નાખીને—એક ડેનિશ તબીબે હેબ્રી શાસ્ત્રવચનોનો ફરી લેખલો અનુવાદ પ્રકાશિત કર્યો છે. ડૉ. સ્વેન લીંસ માને છે કે દેવ અને વિશ્વાસ તો “ભૂતકાળની બાબતો છે જે આપણી સ્વતંત્રતા છીનવી લે છે,” ડેનિસ વર્તમાનપત્ર ક્રીસ્તેલેત ડૉબલેથ અહેવાલ આપે છે. લીંસે નોંધ્યું કે ઘણા લોકો દુઃખી અને એકલવાયાં છે. “આપણે યહુદી-ખ્રિસ્તી સંસ્કૃતિમાં જીવી રહ્યા છીએ,” લીંસ્‌ કહે છે. “આમ, યહુદી-ખ્રિસ્તી સંસ્કૃતિ આપણા સુખની ખામી માટે જવાબદાર હોવી જ જોઈએ.” આ તેના બાઇબલના નવા ભાષાંતર સાથે, લીંસ્‌નો ધ્યેય છે, વર્તમાનપત્ર અનુસાર “આપણી સંસ્કૃતિનો પાયો હલાવી નાખવાનો છે.” લીંગસ્‌ના દેવ વિનાના બાઇબલમાં, ઉત્પત્તિ ૩:૧૨ વંચાય છે: “આદમે પોતે વિચાર્યું: ‘મારી બાજુની સ્ત્રીએ ઝાડ પરથી ફળ તોળીને મને આપ્યું અને મેં ખાધું.’” ક્રીસ્તેલેત ડૉબલેથ પૂછે છે: “શું એ બરફમાંથી પાણી કાઢી લેતા શું બચે, એ જોવાના પ્રયત્ન કરવા જેવું નથી?”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો