વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૮/૮ પાન ૩૧
  • અમારા વાચકો તરફથી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અમારા વાચકો તરફથી
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • અ મા રા વા ચ કો ત ર ફ થી
    સજાગ બનો!—૧૯૯૮
  • અ મા રા વા ચ કો ત ર ફ થી
    સજાગ બનો!—૧૯૯૮
  • અ મા રા વા ચ કો ત ર ફ થી
    સજાગ બનો!—૧૯૯૮
  • અ મા રા વા ચ કો ત ર ફ થી
    સજાગ બનો!—૧૯૯૮
સજાગ બનો!—૧૯૯૮
g98 ૮/૮ પાન ૩૧

અમારા વાચકો તરફથી

ડાઉન અંડરનું જીવન  હું હેતાળ અને ઉત્સાહી, ઑસ્ટ્રેલિયા વિષે “ડાઉન અંડરનું જીવન ભિન્‍ન છે” (નવેમ્બર ૮, ૧૯૯૭) લેખ માટે પુષ્કળ આભાર માનવાનું ઇચ્છું છું. મેં આ આકર્ષક અને રંગીન દેશ વિષે ઘણું બધું વાંચ્યું છે છતાં, તમારા લેખે આપણે કઈ રીતે યહોવાહને તેમની અદ્‍ભુત ઉત્પત્તિ માટે આભારી થવું જોઈએ એ સમજવા મદદ કરી છે.

એલ. કે., જર્મની

મુશ્કેલી વિનાનો પારાદેશ  “મુશ્કેલી વિનાનો પારાદેશ​—⁠ક્યારે?” (નવેમ્બર ૮, ૧૯૯૭)ની શ્રેણી માટે હું તમારો ઘણો આભાર માનું છું. હું જન્મ્યો એ પહેલાં મારા દાદી મરી ગયા. તે કૅન્સરથી મરણ પામ્યા. પરંતુ પારાદેશમાં, માંદગી હશે નહિ. આ લેખે મને વિશ્વાસુ રહેવા ઉત્તેજન આપ્યું છે જેથી હું તેમને પારાદેશમાં જોઈશ.

એમ. જે., ત્રિનિદાદ

પ્રાણીઓની ઊંઘ  હું “પ્રાણીઓની ઊંઘનું રહસ્ય” (નવેમ્બર ૮, ૧૯૯૭)ના લેખ માટે મારી કદર વ્યક્ત કરવા ઇચ્છું છું. એ આનંદ આપનારો હતો​—⁠અને હું ઉત્પત્તિ વિષેની કેટલીક અદ્‍ભુત બાબતો શીખી.

જે. જી., પોર્ટોરિકા

મારી પોતાની પાળેલી માછલી છે, અને હું હંમશા જાણવા ઇચ્છતી હતી કે માછલી ઊંઘ છે કેમ. તેથી મને એ જાણીને આનંદ થયો કે હું એને સ્થિર રહેતા જોતી ત્યારે એતો એના ફક્ત આરામનો સમય હતો.

એ. પી. એલ. એમ., બ્રાઝિલ

દુઃખતા પગો  “દુઃખતા પગો માટે મદદ” (નવેમ્બર ૮, ૧૯૯૭) તમારો લેખ મુખ્યત્વે સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે. તેમ છતાં, લેખ વાંચ્યાને થોડા દિવસ પછી, મારા પતિએ તેમના પગને થયેલા નુકશાન વિષે ફરિયાદ કરી​—⁠આ તેમન છેલ્લા સાત વર્ષથી છે. લેખમાં વાંચેલી બાબતોને ધ્યાનમાં રાખી, અમે પગરખાંની દુકાન ગયા. તમે માનશો એ​—⁠તે ૮ નંબરના બૂટ પહેરતા હતા જ્યારે કે તેમને ૯ નંબરના બૂટની જરૂર હતી! હવે તે રાહત અનુભવે છે, સજાગ બનો!નો આભાર.

એસ. જે., યુનાઈટેડ સ્ટેટ્‌સ

હું કામના સ્થળે આખો દિવસ ઊભી રહું છું, અને મને વધારે પડતી ઊંચી એડીવાળા ચંપલ પહેરવાના કારણે મુશ્કેલીઓ અનુભવવી શરૂ થઈ. આ મહિન મેં સહાયક પાયોનિયર તરીકે સેવાકાર્ય કર્યું (ખંડ-સમયના સુવાર્તિક), અને લેખનો આભાર માનું છું, મેં ત્રણ જોડ આરામદાયક ચંપલ ખરીધ્યા. અમારા આરોગ્યમાં રસ ધરાવી અને અમને માહિતી આપવાનું ચાલુ રાખવા બદલ તમારો આભાર.

સી. એલ., જર્મની

ભાઈબહનોની સમસ્યા  “યુવાન લોકો પૂછે છે . . . શા માટે મારા ભાઈ પ્રત્યે વધારે ધ્યાન આપવામાં આવે છે?” (નવેમ્બર ૮, ૧૯૯૭) લેખ, અમને એની જરૂર હતી બરાબર એ જ સમયે આવ્યો. તેણે અમને સમજવા મદદ કરી કે અસમાન વ્યવહાર અન્યાય હોય એ જરૂરી નથી. અમે હવે જોઈએ છીએ કે અમારા માબાપ અમારા ભાઈબહેનોને વધારે ધ્યાન આપે એનાં સારા કારણો છે. અમે ખરેખર એ લેખ સાથે સહમત છીએ.

બી. કે., એચ. કે., અન જી. યુ. આ., નાઇજીરિયા

ઘોંઘાટ પ્રદૂષક  મેં ઘણા વર્ષો મોટા કારખાનામાં કામ કર્યું છે, અને મેં અને મારા કેટલાક સહકાર્યકર ત્યાંના મોટા અવાજની અસરના કારણે સહન કર્યું છે. મેં ડિસેમ્બર ૮, ૧૯૯૭ (“ઘોંઘાટ​—⁠સૌથી ખરાબ પ્રદૂષક?”)ના અંક લીધા, અને વ્યવસ્થાપકે બધા કારીગરોની આરોગ્ય સલામતી માટે જરૂરી અગમચેતી પગલાં લેવાનું નક્કી કર્યું.

આર. પી., ઇટાલી

મારા પડાશીઓના ઘોંઘાટના કારણે હું ઘણો વ્યાકુળ થઈ ગયો હતો. તે મોડી રાત સુધી ધંધા કરે છે. હું કેટલીક વખત ઘણો ગુસ્સ પણ થઈ ગયો છું. પરંતુ હું જાણીને દૃઢ થયો કે ખ્રિસ્તી ભાઈબહેનો પણ એવા ઘોંઘાટનો ભોગ બન્યા છે પરંતુ તેઓ સહનશીલતા આચરીને એનો સામનો કરી રહ્યાં છે.

ટી. ઓ., જાપાન

મારા પડોશી વહેલી સવારે ફોન કરીને દખલ કરે છે. આ લેખે મને અદ્‍ભુત સૂચનો આપ્યા છે કે કઈ રીતે હું આ બાબતને મિત્રતાથી, ખ્રિસ્તી રીતે હાથ ધરી શકું.

જે. આર., ઇંગ્લૅંન્ડ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો