વિ શ્વ નિ હા ળ તા
બાળપણના મરડાની સારવાર
_
“વેનેઝુએલાના સંશોધકોએ રોગ વિરોધક રસી શોધી છે કે જે બાળકોમાંથી લગભગ સખત મરડો કાઢી નાખે છે,” કરાકસનું ધ ડેઈલી જરનલ કહે છે. “રસી . . . રોટા વાઇરસ મરડા સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે, જે મરડો વિકસતા દેશોમાં દર વર્ષે પાંચ વર્ષની અંદરના લગભગ ૮,૭૩,૦૦૦નાં બાળકોનો જીવ લે છે.” યુનાઈટેડ સ્ટેટ્સમાં પણ, દર વર્ષે ૧,૦૦,૦૦૦ કરતાં વધારે નાનાં અને શાળામાં જતાં બાળકો એને લીધે દવાખાને જાય છે. ધ ન્યૂ ઇંગ્લૅંડ જરનલ ઑફ મેડિસીનમાં પ્રકાશિત એક અભ્યાસ અહેવાલ આપે છે કે રોગ પ્રતિકારક રસીનો ઉપયોગ કરવાથી વાઇરસ વિરુદ્ધ ૮૮ ટકા રક્ષણ આપ્યું છે. જેનું પરિણામ સખત મરડા માટે હૉસ્પિટલમાં દાખલ થનારમાં ૭૦ ટકાનો ઘટાડો છે. તેમ છતાં, એમાં ખામી પણ છે. ધ ડેઈલી જરનલ કહે છે કે “વિકાસ પામતા દેશો કે જ્યાં એની વધારે જરૂર છે તેઓ માટે સારવાર ઘણી મોંઘી પણ હોય શકે”—એવા દેશો “જ્યાં દર વર્ષે આરોગ્યની કાળજી પર એક વ્યક્તિ દીઠ ૨૦ ડૉલરથી પણ ઓછા ખર્ચવામાં આવે છે.” રોગ પ્રતિકારક રસીનું સસ્તા દરે ઉત્પાદન નહિ થાય ત્યાં સુધી, મરડામાં શરીરે ગુમાવેલું પ્રવાહી પૂરું પાડીને જ સારવાર કરવી રહી, જે પદ્ધતિ ૨૦ વર્ષોથી અસરકારક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.
કાર્ય, તણાવ અને હૃદય પર હુમલો
_
ફ્રેન્કફુરટર રૂન્ડશાઉ અહેવાલ આપે છે કે કામના સ્થળે ધૂમ્રપાન એ પહેલો, અને માનસિક તણાવ હૃદય અને ધમનીની સમસ્યાઓના જોખમનો બીજો સૌથી મહત્ત્વનો ઘટક છે. જર્મનીના બર્લિનમાં, કામના સ્થળે દવા, આરોગ્ય અને સલામતી માટેની વ્યવસાય સમવાયી સંસ્થાના એક સર્વેક્ષણનો સારાંશ આપતા, અહેવાલ કહે છે: “એવા કામદારોને મોટું જોખમ હોય છે, જેઓને નિર્ણયો કરવામાં ઘણી ઓછી પસંદગી હોય છે અને જેઓનું કાર્ય ઓછી વિવિધતા આપે છે. તેઓ નવરાશના સમયમાં પણ પોતાનાં ઘરના બાંધકામના કે માંદા સગાની સારવાર કરવાના દબાણ હેઠળ હોય તો, હૃદય પર હુમલાની શક્યતા લગભગ નવ ગણી વધી જાય છે.” એક નિષ્ણાત વિનંતી કરે છે કે કામ કરનારાઓને નિર્ણયો કરવાનો વધારે અવકાશ આપવો. “બધા કામ કરનારાઓ વચ્ચે ડિપાર્ટમેન્ટમાં મહિનામાં માત્ર એક ચર્ચા રાખવામાં આવે, એ પણ બાબતો સુધારી શકે.”
સ્તન-પાન બીમારી ઘટાડે છેThis text goes with the picture
_
માબાપ (અંગ્રેજી) સામયિક બતાવે છે, “રથી ૭ મહિનાના ૧,૭૦૦ કરતાં વધારે બાળકો પર કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર સ્તન-પાન કરતા નાનાં બાળકોને કાનના ચેપી રોગ અને મરડાની ઓછી શક્યતાઓ હોય છે. રોગ નિયંત્રણ અને અટકાવ સંશોધન કરતા કેન્દ્રને જોવા મળ્યું કે દૂધના પાવડરનો ઉપયોગ કરતાં બાળકોમાં સ્તનપાન કરતાં બાળકો કરતાં રોગ થવાની લગભગ બમણી શક્યતા છે.” ઘણા સમયથી ડૉક્ટરો માને છે કે માતાનું દૂધ ચેપી અસરો વિરુદ્ધ રક્ષણ આપે છે કારણ કે એ માતાના રક્ષણ આપનાર એન્ટીબોડીમાંથી પસાર થાય છે, એ જ વખતે અભ્યાસો પણ બતાવે છે કે લાભો નોંધનીય છે. અભ્યાસના લેખક, લૌરેન્સ ગ્રમર-સ્ટ્રેન કહે છે: “એ કહેવું સાચું છે કે બાળક પહેલાં છ મહિનામાં જેટલું વધારે માતાનું દૂધ મેળવે, એટલું વધારે સારું છે.”
‘દુનિયાનું સૌથી અસરકારક પરિવહન’
_
શ્રીલંકા, કોલંબોનું એક ધી આઇલૅન્ડ અહેવાલ આપે છે કે તમારે શહેરી વિસ્તારમાં આઠ કિલોમીટર કરતાં ઓછી મુસાફરી કરવી હોય તો, કાર કરતાં સાયકલ વધારે ઝડપી હોય શકે. પૃથ્વીના આંતરરાષ્ટ્રીય વાતાવરણીય વૃંદના મિત્રો કહે છે કે સાયકલ “પૃથ્વી પરનું સૌથી વધારે અસરકારક પરિવહન છે.” તેઓએ બતાવ્યું કે સાયકલ પ્રદૂષણ કર્યા વગર ૨,૪૦૦ કિલોમીટર મુસાફરી કરી શકે છે, જે અહેવાલ મુજબ, ખોરાકમાંથી મેળવેલી શક્તિ માત્ર એક ગેલન પેટ્રોલ જેટલી છે. વળી, એ ઉમેરે છે કે સાયકલ આરોગ્યના લાભો પણ પૂરા પાડે છે.
સિઝેરિયન કે
નોર્મલ ડિલિવરી?
_
બ્રાઝિલના ડૉક્ટરો અને માતાઓ ઘણી વાર કુદરતી જન્મ કરતાં સિઝેરિયન પસંદ કરે છે. ડૉક્ટરોને એમ લાગે છે કે “તે વધારે ડિલિવરી હાથ ધરી શકે છે, તેના દવાખાનામાં વધારે પૈસા કમાઈ શકે છે, અને તેમના સપ્તાહઅંત ગુમાવવા પડતા નથી,” વીઝા સામયિક અહેવાલ આપે છે. માતાઓ “દુઃખાવાના ડરથી નોર્મલ ડિલિવરીમાંથી પસાર થવા માંગતી નથી (તેમ છતાં, સિઝેરિયન ડિલિવરીમાંથી પુનઃતંદુરસ્તી પ્રાપ્ત કરવા વધારે દુઃખાવાનો સામનો કરવો પડે છે), અને તેઓ માને છે કે એનેસ્થેટિકની પ્રકિયા શરીરને વધારે લાભદાયી થશે (કે જે નથી).” જાહેર હૉસ્પિટલોમાં, બધી ડિલિવરીઓમાંની ત્રીજા ભાગની સિઝેરિયનથી થાય છે, અને કેટલીક ખાનગી હૉસ્પિટલમાં એનો દર ૮૦ ટકા ઊંચો છે. કેમપેન્સ વિદ્યાપીઠના પ્રસૂતિશાસ્ત્રના ડૉ. જોઓ લ્યૂઝ કારવાલ્હો પીન્ટો એ સીલ્વાયા કહે છે, “બાળજન્મ ધંધાકીય આવક બની ગઈ છે. લોકો ઘણી વાર ભૂલી જાય છે કે નોર્મલ ડિલીવરીથી ભિન્ન સિઝેરિયન શસ્ત્રક્રિયા છે. એમાં લોહી વહી જાય છે, એનેસ્થિયા સમય લાંબો હોય છે, અને ચેપી રોગની શક્યતા વધે છે.” વીઝા કહે છે, ડૉક્ટર અનુસાર, “સિઝેરિયન ફક્ત ત્રણ કિસ્સામાં જ કરવું જોઈએ: માતા કે બાળકનું જીવન જોખમમાં હોય, જન્મ આપવાની કોઈ નિશાની ન દેખાતી હોય ત્યારે, અથવા એકદમ અટપટું બને ત્યારે.”