વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૮/૮ પાન ૧૦-૧૩
  • ‘ગહન છાયાની ખીણમાં’ દિલાસો મેળવવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘ગહન છાયાની ખીણમાં’ દિલાસો મેળવવો
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • સત્ય શીખવું અને અમારાં જીવન સાદાં બનાવવાં
  • ફરી એકવાર નવા દેશમાં
  • ‘ગહન છાયાની ખીણમાં’
  • મારા આનંદને જાળવી રાખવો
  • મેં શીખલા બોધપાઠો
  • ‘તને છૂટો કરીએ છીએ’
    સજાગ બનો!—૨૦૧૦
  • સ્વર્ગમાં ઈશ્વરને જ પ્રાર્થના કરીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • ‘આવતી કાલની ચિંતા ન કરો’
    સજાગ બનો!—૨૦૧૦
સજાગ બનો!—૧૯૯૮
g98 ૮/૮ પાન ૧૦-૧૩

‘ગહન છાયાની ખીણમાં’ દિલાસો મેળવવો

બાર્બરા સ્વાઈતઝરના જણાવ્યા પ્રમાણે

કેટલીક વખત, બાબતો સારી બનતી હોય ત્યારે, મારું જીવન “લીલા બીડ”ના જેવું આનંદદાયક રહેતું. પરંતુ મને ‘ગહન છાયાની ખીણ’ હોવાનો અનુભવ પણ છે. તેમ છતાં, મને એવી ખાતરી થઈ છે કે યહોવાહ આપણા પાળક છે તેથી આપણે ગમે તેવા સંજોગોનો સામનો કરી શકીએ.​—ગીતશાસ્ત્ર ૨૩:​૧-૪.

હું અન મારા પતિ અમે બંને લગભગ ૭૦ વર્ષના હતા ત્યારે, વર્ષ ૧૯૯૩માં અમે એક નવું કાર્ય​—⁠ઇક્વેડોરમાં બાઇબલ શિક્ષકોની વધારે જરૂર હતી ત્યાં સેવા કરવાનું નક્કી કર્યું. જન્મથી અમેરિકી હોવા છતાં, અમે સ્પેનિશ બોલતા અને અમને આર્થિક રીતે કોઈ તકલીફ નહતી. અમે જાણ્યું કે ‘માણસો પકડવાનું’ કામ ઈક્વેડોરમાં ફળદ્રુપ હોવાથી, અમે એ પાણીમાં અમારી જાળ નાખવાની યોજના કરી.​—માત્થી ૪:​૧૯.

ઇક્વેડોરની વૉચ ટાવર સોસાયટીની શાખા કચેરીમાં થોડાક ઉત્તેજિત દિવસો પછી, અમે ગ્વાયકીલના બસ સ્ટેશને ગયા, મોચોલો​—ખાસ જરૂરવાળા શહેરોમાંના એક તરફ મુસાફરી કરવા આતુર હતા. બસ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે, મારા પતિ ફ્રેડની તબિયત અચાનક બગડી, તેથી અમે અમારી મુસાફરી મુલતવી રાખવાનું વિચાર્યું. હું શાખાએ પાછા જવાની ગાઠવણ માટે ફોન કરવા ગઈ, અને ફ્રેડ અમારા સામાન પાસે બઠા હતા. હું થોડી મિનિટોમાં પાછી આવી ત્યારે, મારા પતિ ત્યાં ન હતા!

મેં ફરી કદી ફ્રેડને જીવંત જોયા નહિ. હું ફોન કરવા ગઈ એટલામાં બસ સ્ટેશન પર જ, તેમને ગંભીર હાર્ટ ઍટેક આવ્યો. હું ગાંડાની જેમ તેમને શોધતી હતી ત્યારે, બસ સ્ટેશનના એક અધિકૃત વ્યક્તિએ મારી પાસે આવીને મને કહ્યું કે ફ્રેડને દવાખાનામાં લઈ જવામાં આવ્યો છે. હું દવાખાનામાં ગઈ ત્યારે, મને ખબર પડી કે તેમનું મૃત્યુ થયું છે.

એકાએક, અજાણ્યા દેશમાં હું એકલી પડી ગઈ, ન તો ઘર અને ન તો પતિનો સહારો. મેં “સહારો” કહ્યું કારણ કે ફ્રેડ અમારા બંને માટે હંમશા બાબતો હાથ ધરવા આગેવાની લેતા. હું સારી રીતે નિર્ણય ન લઈ શકતી હોવાથી, તે આગોવાની લેતા એ મને ગમતું. પરંતુ હવે જીવન વ્યવસ્થિત કરવા મારે દરેક નિર્ણય લેવાના હતા, અને એ જ સમયે, મારો ઘેરો શોક પણ આંબવાનો હતો. જાણે હું ‘ગહન છાયાની ખીણમાં’ પડી ગઈ હાઉં બહાર નીકળી ન શકું એવું અનુભવતી હતી. શું હું એકલી જીવી શકીશ?

સત્ય શીખવું અને અમારાં જીવન સાદાં બનાવવાં

હું અને ફ્રેડ એકમેકને પહેલી વાર મળ્યા એ અગાઉ પરણેલા હતા, અને છૂટાછેડા થઈ ગયા હતા. અમારી સારી મિત્રતા એક ગાઢ સંબંધમાં પરિણમી, અને અમે લગ્‍ન કરવાનું નક્કી કર્યું. અમે યુ.એસ.એ., વૉશિંગ્ટન, સીએટલમાં ફક્ત નામ પૂરતું જ ચર્ચમાં જતા હતા. પરંતુ જેમી, એક આનંદિત યુવાન પાયોનિયર (પૂરા-સમયની સુવાર્તિક) અમારા ઘરે ન આવી ત્યાં સુધી, ધર્મનું અમારા જીવનમાં મહત્ત્વ ન હતું. તે એટલી આનંદીત હતી કે મેં બાઇબલ અભ્યાસની તેની રજૂઆત સ્વીકારી લીધી.

ફ્રેડે પણ રસ બતાવ્યા તેમ, જેમીના માબાપે અમારો અભ્યાસ લેવાનું શરૂ કર્યું, અને એક વર્ષ પછી, ૧૯૬૮માં અમે બંને બાપ્તિસ્મા પામ્યા. શરૂઆતથી જ, અમે અમારાં જીવનમાં દેવના રાજ્યને પ્રથમ મૂકવા ઉત્સાહી હતા. (માત્થી ૬:​૩૩) અમારી સાથે અભ્યાસ કરનાર યુગલ લૉર્ન અને રુડી નુસ્તે આ બાબતમાં અમારી સમક્ષ સારું ઉદાહરણ બેસાડ્યું. અમારા બાપ્તિસ્માને એક વર્ષ પણ ન થયું એના પહેલાં, યુનાઈટેડ સ્ટેટ્‌સ પશ્ચિમ નગરોમાં સેવાની વધારે જરૂર હતી ત્યાં તેઓ ગયા. એ બાબતે અમારાં હૃદયમાં બી વાવ્યાં.

જગ્યા બદલવાનું અમારા માટે બીજું કારણ પણ હતું. ફ્રેડ મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં મેનેજર હતા. તેમનું કામ ખૂબ જ સમય માગી લેતું હતું, તેથી તેમન લાગ્યું કે અન્યત્ર જવાથી જીવન સાદું કરવામાં મદદ મળશે, અને સત્ય તેમ જ અમારાં બે બાળકો માટે વધારે ધ્યાન આપવું સહેલું થશે. મારા પહેલાંના લગ્‍નથી પણ મને પુત્રી હતી, તેણે અને તેના પતિ બંનએ સત્ય સ્વીકાર્યું હતું. તેથી સીએટલ છોડવાનો અમારા નિર્ણય મુશ્કેલ હતો. તેમ છતાં, તેઓ અમારા ધ્યેયો સમજ્યા અને અમારા નિર્ણયને ટેકો આપ્યો.

આમ, અમે ૧૯૭૩માં સ્પેન ગયા, જ્યાં એ સમયે સુસમાચારના પ્રચારકો અને આગેવાની લઈ શકે એવા ભાઈઓની ઘણી જરૂર હતી. ફ્રેડે ગણતરી કરી કે અમે કરકસરથી જીવીએ તો, સ્પેનમાં રહેવા માટે બચત પૂરતી હશે, અને અમારા મોટા ભાગનો સમય સેવાકાર્યમાં આપી શકીશું. અને અમે એમ જ કર્યું. જલદી જ, ફ્રેડે વડીલ તરીકે સેવા કરવાનું શરૂ કર્યુ, અને વર્ષ ૧૯૮૩થી અમે પાયાનિયર હતા.

અમે ૨૦ વર્ષ સ્પેનમાં સેવા કરી, ભાષા બોલતા શીખ્યા અને ઘણા સારા અનુભવોનો આનંદ માણ્યો. મોટા ભાગે હું અને ફ્રેડ સાથે પ્રચારમાં જતા અને પરિણીત યુગલો સાથે અભ્યાસ કરતા, જેઓમાંના ઘણા હમણાં બાપ્તિસ્મા પામેલા છે. સ્પેનમાં કેટલાક વર્ષો પછી, અમારા બે યુવાન બાળકો હાઈડી અને માઈકે પણ પાયોનિયર સેવા કરવાનું શરૂ કર્યું. અમારી ભૌતિક સ્થિતિ સારી ન હોવા છતાં, આ મારા જીવનનો સૌથી ખુશીનો સમય હતો. અમારું જીવન સાદું હતું. અમે કુટુંબ તરીકે વધારે સમય ભેગા પસાર કરી શક્યા, અને બાઇબલ અહેવાલની વિધવાના તેલની જેમ, સાચવીને વાપરેલી અમારી બચત ખૂટી પડી નહિ.​—⁠૧ રાજા ૧૭:​૧૪-૧૬.

ફરી એકવાર નવા દેશમાં

વર્ષ ૧૯૯૨માં અમે ફરી એકવાર બીજે જવાનો વિચાર કર્યો. અમારા બાળકો મોટા થઈ ગયા હતા અને સ્પેનમાં પહેલાંના કરતા ઓછી જરૂર હતી. ઈક્વેડોરમાં સેવા કરતા મિશનરિઓ પાસેથી અમે જાણ્યું કે એ દેશમાં પાયોનિયરો અને વડીલોની સતત જરૂર છે. શું અમે એટલા વૃદ્ધ થઈ ગયા હતા કે નવા દેશમાં ફરી શરૂઆત કરવાનું ન વિચારી શકીએ? અમારી તબિયત સારી રહેતી હતી અને અમને પ્રચાર કામ ગમતું હોવાથી, અમે વધુ વિચાર્યું નહિ. તેથી અમે ઇક્વેડોર શાખાનો સંપર્ક સાધ્યો અને અમારી યોજનાઓ કરવાનું શરૂ કર્યું. હકીકતમાં, મારી પુત્રી હાઈડી અને તેના પતિ ખ્વાન મેન્વેલ, ઉત્તર સ્પેનમાં સેવા કરતા હતા, તેઓ પણ અમારી સાથે જોડાવા આતુર હતા.

છેવટે, ફેબ્રુઆરી ૧૯૯૩ સુધીમાં, અમે અમારી સર્વ ગોઠવણો કરી અને ફરી એકવાર નવા દેશમાં પહોંચી ગયા. અમે બંને ઇક્વેડોરમાં પાયોનિયરીંગ કરવાની આશાથી રોમાંચ અનુભવતા હતા, કે જ્યાં ઘણા બધા લોકો બાઇબલ અભ્યાસ કરવા આતુર હતા. શાખામાં અમને આવકાર્યા પછી, અમે ઘણાં શહેરોની મુલાકાત લેવાની યોજના કરી જ્યાં ખાસ જરૂરની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ ત્યારે જ મારા પતિ મરણ પામ્યા.

‘ગહન છાયાની ખીણમાં’

પહેલા તો મને એકદમ આઘાત લાગ્યો, હું એ માની શકતી ન હતી. ફ્રેડ તો બીમાર પણ ન હતા. હવે હું શું કરું? હું ક્યાં જાઉં? હું કંઈ જ વિચારી શકતી ન હતી.

મારા જીવનની એ અતિ દુઃખદ પળોમાં, મને આત્મિક ભાઈબહેનોના પ્રેમાળ ટેકો મળ્યો હતો, જેમાંના મોટા ભાગના તો મને ઓળખતા પણ ન હતા. શાખામાંના ભાઈઓ ઘણા દયાળુ હતા અને તેઓએ દફનવિધિ સહિત દરેક બાબતોની કાળજી લીધી. મને ભાઈ અને બહેન બોનોએ બતાવેલો પ્રેમ યાદ છે. હું એકલી ન પડું એનું તેઓ ધ્યાન રાખતા, અને ઈડીથ બોનોએ મારા રૂમમાં સૂવાની ગોઠવણ કરી, જેથી મને એકલું ન લાગે. હકીકતમાં આખા બેથેલ કુટુંબે આવે પ્રેમ અને કાળજી બતાવી, જાણે તેઓએ મને પ્રેમના ધાબળામાં લપેટી દીધી હોય.

થોડા સમયમાં, મારા ત્રણ બાળકો પણ મારી સાથે રહેવા આવ્યા, અને તેઓનો ટેકા અમૂલ્ય હતો. જોકે, મારી આસપાસ દિવસે તો ઘણા પ્રેમાળ લોકો હતા, પરંતુ રાત્રી ખૂબ લાંબી થઈ જતી. તેમ છતાં, યહોવાહે મને ટકાવી રાખી. ભયંકર એકલતા મારા પર છવાઈ જતી ત્યારે, હું પ્રાર્થનામાં તેમની પાસે દોડી જતી અને મને દિલાસો મળતો.

દફનવિધિ પછી પ્રશ્ન ઊભો થયો, હવે મારે શું કરવું? હું ઇક્વેડોરમાં રહેવાનું ઇચ્છતી હતી કારણ કે એ અમારા બંનેનો નિર્ણય હતો, પરંતુ મને લાગતું ન હતું કે હું એકલી રહી શકીશ. તેથી હાઇડી અને જેન મેન્યુલ, થોડા સમય પછી ઇક્વેડોર આવવાનું ઇચ્છતા હતા, તેઓએ પોતાની યોજનાઓમાં ફેરગોઠવણો કરી, જેથી તરત આવી શકે અને અમે સર્વ ભેગા સેવા કરી શકીએ.

એક મહિનાની અંદર, શાખાએ ભલામણ કરેલા શહેરોમાંના એક શહેર લોહમાં અમને ઘર મળ્યું. હું જલદી જ મારું જીવન ગોઠવવા માંડી, જેથી નવા ઘરમાં ઠરીઠામ થઈને નવા દેશમાં પ્રચાર શરૂ કરી શકાય. આ બધી પ્રવૃત્તિઓથી મારો શોક અમુક અંશે ઓછો થયો. વધુમાં, હું મારી દીકરી સમક્ષ રડી શકતી હતી કે જે ફ્રેડની વધારે નજીક હતી, અને એમ કરવાથી મારું હૃદય હળવું થતું.

થોડાંક મહિનાઓ પછી, હું મારા નવા નિત્યક્રમમાં ઠરીઠામ થઈ ગઈ પછી, મને ફ્રેડની બહુ જ ખોટ લાગવા માંડી. મેં અને ફ્રેડે સાથે પસાર કરેલા આનંદિત પ્રસંગોની યાદ તાજી કરી શકતી ન હતી, કેમ કે એનાથી તો હું વધુ ઉદાસ બની જતી હતી. મેં ભૂતકાળ વિષે વિચારવાનું જ બંધ કર્યું, અને દિવસ પૂરતું જ વિચારતી, એનાથી વધુ નહિ. પરંતુ દરેક દિવસનો હું સારી રીતે ઉપયાગ કરતી. ખાસ કરીને પ્રચાર પ્રવૃત્તિમાં ભાગ લેવાથી મને સહન કરવામાં મદદ મળી.

મને હંમશા પ્રચાર કરવાનું અને બાઇબલ શીખવવાનું ગમતું, અને ઇક્વેડોરમાં લોકો સાંભળવા આતુર હતા જેથી આ કામમાં આનંદ મળતો હતો. ત્યાં હું એકવાર ઘરઘરના પ્રચાર કાર્યમાં ગઈ ત્યારે, હું એક યુવાન પરિણીત સ્ત્રીને મળી, જેણે કહ્યું: “વારુ, મને બાઇબલ શીખવાનું ગમશે!” ઇક્વેડોરમાં એ મારા પહેલો બાઇબલ અભ્યાસ હતો. આ પ્રકારના અનુભવોમાં હું ખોવાઈ જતી, અને મારા પોતાના દુઃખ વિષે વિચારવા સમય ન મળતો. યહોવાહે મારી ક્ષેત્રસેવાને ભરપૂરપણે આશીર્વાદ આપ્યો. એવું બનતું કે લગભગ દરેક સમયે મને બહુ સારા અનુભવ થયા.

નિઃશંક, પાયોનિયર સેવા ચાલુ રાખવી એક આશીર્વાદ છે. એણે મને મારું સેવાકાર્ય સિદ્ધ કરવાની તક પૂરી પાડી, અને દરરોજ હકારાત્મક બનવાનું ઉત્તેજન આપ્યું છે. થોડા જ સમયગાળામાં, હું છ બાઇબલ અભ્યાસો ચલાવતી હતી.

મને મારા સેવાકાર્યથી સંતોષ મળ્યો દાખલા તરીકે, એક આધેડ વયની સ્ત્રીએ હમણાં જ બાઇબલ શિક્ષણ માટે સાચી કદર બતાવી. મેં એને એક શાસ્ત્રવચન બતાવ્યું ત્યારે, પહેલાં એને પૂરેપૂરી રીતે સમજવાનું ઇચ્છતી હતી, અને ત્યાર પછી તે એની સલાહને સ્વેચ્છાપૂર્વક લાગુ પાડતી હતી. તે ભૂતકાળમાં અનૈતિક જીવન જીવતી હતી છતાં, તાજેતરમાં એક માણસે તેને લગ્‍ન કર્યા સિવાય પતિપત્ની તરીકે સાથે રહેવાની દરખાસ્ત કરી ત્યારે, તેણે મક્કમપણે ના કહી. તેણે મને કહ્યું કે શાસ્ત્રીય ધોરણો માટે મક્કમ સ્થાન લેવાથી પોતે કેટલી ખુશ હતી, અને તેણે પહેલાં કદી પણ મેળવી ન હતી એવી શાંતિનો આનંદ માણે છે. આવા અનુભવે મારા હૃદયને અતિશય આનંદ આપ્યે, અને હું ઉપયોગી છું એવો અનુભવ થયો.

મારા આનંદને જાળવી રાખવો

શિષ્ય બનાવવાના કાર્યથી મને આનંદ મળતો હતો છતાં, મારું દુઃખ ગયું ન હતું. મારા કિસ્સામાં, ઉદાસીનતા આવ-જા કરતી હતી. મારી દીકરી અને જમાઈએ મને અદ્‍ભુત ટેકા આપ્યો છે, પરંતુ કોઈક વખત, તેઓને એકમેકની સાથે સમય પસાર કરતા જોતી ત્યારે, મને મારા પતિની વધારે ખોટ સાલતી. મારા અને મારા પતિના સંબંધ ગાઢ હોવાથી જ મને એ ઘણા યાદ આવતા હતા એવું ન હતું, પરંતુ હું ઘણી બાબતા માટે તેમના પર આધારિત હતી. હવે તો હું તેમની સાથે વાત કરી શકતી નથી, તેમની સલાહ માંગી શકતી નથી કે ક્ષેત્રસેવાના અનુભવોની સહભાગી થઈ શકતી નથી. એનાથી થતા દુઃખ અને ખાલીપણામાંથી પસાર થવું ખૂબ કઠિન હતું.

આવા પ્રસંગોમાં શું મદદ કરી શકે? હું આતુરતાપૂવર્ક યહોવાહને પ્રાર્થના કરતી કે મને હકારાત્મક રહેવા મદદ કરે. (ફિલિપી ૪:​૬-૮) અને તે સાચે જ મદદ કરે છે. કેટલાક વર્ષો પછી, હવે હું ફ્રેડ સાથેના આનંદી પ્રસંગો વિષે વાત કરી શકું છું. હું ધીમે ધીમે મારી જાતને સંભાળતા શીખી રહી છું. ગીતકર્તા દાઊદની જેમ, મને લાગે છે કે મારે ‘ગહન છાયાની ખીણમાં’ ચાલવાનું છે. પરંતુ યહોવાહ મને દિલાસો આપવા માટે છે, અને વિશ્વાસુ ભાઈઓ મને પ્રેમાળ માર્ગદર્શન આપે છે.

મેં શીખલા બોધપાઠો

ફ્રેડ હંમશા આગેવાની લેતા હોવાથી, મેં કદી પણ વિચાર્યું ન હતું કે હું કદી એકલી જીવતા શીખીને આગળ વધી શકીશ. પરંતુ યહોવાહ અને મારા કુટુંબ અને ભાઈઓની મદદથી, હું બાબતો પોતે કરી શકી. પહેલાંના કરતાં, મારામાં હવે વધારે આત્મવિશ્વાસ છે, અને આત્મિક રીતે દૃઢ બનું છું. હવે હું પહેલાંના કરતાં વધારે પ્રાર્થના કરું છું, અને જાતે નિર્ણયો લેતા શીખું છું.

મને ખુશી થાય છે કે અમે સાથે સ્પેનમાં જરૂર હતી ત્યાં, ૨૦ વર્ષ સેવા કરી હતી. આ વસ્તુવ્યવસ્થામાં, આપણે આજે કે કાલે શું થશે એના વિષે કંઈ જાણતા નથી, તેથી હું કહી શકું છું કે આપણી પાસે તક હોય ત્યારે જ યહોવાહ દેવ અને આપણા કુટુંબ માટે બની શકે એ બધું જ કરવું જોઈએ. એ સમય અમારું કૌટુંબિક જીવન બહુ જ સુખી હતું, અને મન ખાતરી છે કે એણે મને જેની ખોટ સાલે છે એનો સામનો કરવા તૈયાર કરી છે. ફ્રેડના મૃત્યુ પહેલાં જ પાયોનિયરીંગ જીવનનો માર્ગ બન્યું હોવાથી, હું વિધવા તરીકે જીવન જીવવા ઝઝૂમી રહી હતી ત્યારે, મને જીવનનો હેતુ મળ્યો.

ફ્રેડ મૃત્યુ પામ્યા ત્યારે, મને એમ લાગ્યું કે મારા જીવનનો પણ અંત આવી ગયો. અલબત્ત, એ ખરું ન હતું. યહોવાહની સેવામાં ઘણું કામ હતું, અને હું ઘણા લોકોને મદદ આપવા ચાહતી હતી. મારી આસપાસના લોકોને સત્યની જરૂર છે, અને હું ચૂપચાપ કઈ રીતે રહું? ઈસુએ જણાવ્યું એમ બીજાઓને મદદ કરવી મારા માટે સારું હતું. (પ્રેરિતાનાં કૃત્યો ૨૦:૩૫) ક્ષેત્રસેવાના મારા અનુભવોએ મને ભાવિ હકારાત્મક રીતે જોવા મદદ કરી.

થોડા દિવસો પહેલાં જ, ફરીથી એકલવાયાપણું મારા પર છવાઈ ગયું હતું. પરંતુ બાઇબલ અભ્યાસ કરવા મેં ઘર છોડ્યું ત્યારે, તરત જ આનંદ અનુભવ્યો. બે કલાક પછી હું સંતોષ અને ઉત્સાહથી ઘરે પાછી ફરી. ગીતકર્તાએ કહ્યું તેમ, કેટલીક વખત આપણે ‘આંસુ પાડતાં પાડતાં વાવીએ છીએ’ પરંતુ યહોવાહ આપણા પ્રયત્નોને આશીર્વાદ આપ છે, અને આપણે ‘હર્ષનાદસહિત લણીએ છીએ’​—⁠ગીતશાસ્ત્ર ૧૨૬:​૫, ૬.

તાજેતરમાં લોહીના ઊંચા દબાણના કારણે, મારે સમયપત્રકમાં ફેરફાર કરવા પડ્યા છે, અને હવે હું નિયમિત સહાયક પાયોનિયર છું. હું સંતોષપ્રદ જીવન જીવું છું છતાં, મને નથી લાગતું કે હું આ વસ્તુવ્યવસ્થામાં કદી પણ સંપૂર્ણપણે મારી એકલતાની ખોટ જશે. મારા ત્રણ બાળકોને પૂરા-સમયની સેવામાં જોવું એ મને આનંદ આપે છે. સર્વ ઉપરાંત, હું નવી દુનિયામાં ફ્રેડને ફરી જોવાની આશા રાખું છું. મને ખાતરી છે કે ઇક્વેડોરમાં હું કરી શકી એ કામ વિષે જાણીને તે રોમાંચ અનુભવશે​—⁠કે અમારી યોજના ફળદ્રુપ નીવડી.

હું પ્રાર્થના કરું છું કે ગીતકર્તાના શબ્દો મારા કિસ્સામાં પણ સાચા ઠરે. “નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હુ સદાકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.”​—ગીતશાસ્ત્ર ૨૩:⁠૬.

[Caption on page ૧૨]

સાન લુકસ, લોહ, ઇક્વેડોરમાં સેવાકાર્ય

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો