વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૪/૮ પાન ૩૧
  • પાણી અને તમારું આરોગ્ય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પાણી અને તમારું આરોગ્ય
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • ચોખ્ખું પાણી
    સજાગ બનો!—૨૦૨૩
સજાગ બનો!—૧૯૯૮
g98 ૪/૮ પાન ૩૧

પાણી અને તમારું આરોગ્ય

“તમે તમારી તરસ પરથી કહી શકતા નથી કે તમારા શરીરને કેટલા પાણીની જરૂર છે,” આરોગ્ય (અંગ્રેજી) સામયિક બતાવે છે. તોપણ, આપણા શારીરિક અને લાગણીમય સુખાકારી અને આપણા દેખાવ માટે પણ પુષ્કળ પાણી પીવું જરૂરી છે. આપણાં શરીરમાંથી પરસેવો, આંસુ અને પેશાબ તેમ જ આપણા શ્વાસોચ્છવાસ દ્વારા સતત પાણી ઓછું થતું હોય છે. આ ઓછા થતા પ્રવાહીની જગ્યાએ બીજું પાણી જ જોઈએ. કેટલું પાણી જરૂરી છે? ઘણા સત્તાધારીઓએ, દરરોજ ઓછામાં ઓછા આઠ ગ્લાસ—અડધું ગેલન પાણી પીવાની ભલામણ કરી છે.

શા માટે? પાણી આપણા શરીરમાં પોષક તત્ત્વોનું પરિવહન કરવા અને કચરો દૂર કરવા માટે ખૂબ જરૂરી છે. એ આપણું તાપમાન જાળવવા અને આપણા સાંધાઓને લીસા રાખવા માટે જરૂરી છે. આરોગ્ય સામયિક નોંધે છે, “પાણીની થોડી પણ ઉણપથી તમને થાક . . . કે માંદગીનો અનુભવ થઈ શકે.” “નિર્જલીકરણ પ્રત્યે આંખ આડા કાન કરવાથી એ થાકનું કારણ બને છે.” સામયિક ભલામણ કરે છે: “પ્રવાહીના વિવિધ પ્રકાર ચા-કૉફી, વિવિધ ઠંડા પીણાં, અને આલ્કોહોલથી છેતરાશો નહિ; એઓ વાસ્તવમાં નિર્જલીકરણમાં ફાળો આપે છે.” વિવિધ ઠંડા પીણાં અને આલ્કોહોલ, મૂત્રવર્ધક અને શરીરમાંથી પાણી ઓછું કરવા તરીકેનું કામ કરે છે.

વધુમાં, “તમારી ત્વચાને સુંવાળી અને નરમ રહેવા માટે પાણીની જરૂર છે.” આમાં એને મદદ કરવા, ત્વચા પર મોશ્ચ્યુરાઈઝડ પણ લગાડી શકાય. પરંતુ એઓ પ્રવાહી ઉમેરતા નથી. એના કરતાં, એઓ રક્ષણાત્મક વાળ ઉગાવે છે કે જે ત્વચામાં રહેલા પ્રવાહીને જાળવી રાખવામાં મદદ કરે છે. આપણી ઉંમર વધે છે તેમ આપણી ત્વચા એની અમુક ક્ષમતા અને પાણી ગુમાવે છે તેથી, આ રહેલું પ્રવાહી ઉંમર સાથે વધારે મહત્ત્વનું બને છે.

દુઃખદપણે, દુનિયાના મોટા ભાગમાં, પીવાનું પૂરતુ શુદ્ધ અને ચોખ્ખા પાણી મેળવવાના યોગ્ય પ્રયત્નો જરૂરી છે. અને એ યથાયોગ્ય પ્રયત્ન છે. સર્વ રીતે, પુષ્કળ પાણી પીઓ, અને સરસ દેખાવાની અને અનુભવવાની આ સરળ રીતનો બને એટલો લાભ લો!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો