ભાંગી પડતા લગ્ન માટે મદદ
ન્યૂ ઝીલૅન્ડના ઉત્તર ટાપુ પરની એક સ્ત્રીએ કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક વિષે લખ્યું: “મેં પહેલી વાર પ્રકાશનનો અભ્યાસ કરવાનું શરૂ કર્યો ત્યારે, મને એવું લાગ્યું કે મારું લગ્ન એવી સ્થિતિમાં હતું કે હું એને કયાં તો ‘સુખી બનાવી શકું અથવા તોડી શકું.’”
તે પોતાની પાર્શ્વભૂમિકા સમજાવે છે. “મારી માતા બે અત્યાચારભર્યાં લગ્નમાંથી પસાર થઈ હતી. પરિણામે, અમને હંમેશા શીખવવામાં આવ્યું હતું કે માણસો નકામા હોય છે, તેઓનો ઇરાદો ફક્ત સ્ત્રીઓ પર જુલમ ગુજારવાનો જ હોય છે. તેથી હું મોટી થઈ ત્યારે જિદ્દી, હઠીલી સ્ત્રી બની જે હંમેશા પોતાનો જ કક્કો ખરો રાખતી.”
સ્ત્રીને ફેરફારો કરવાની જરૂર જણાઈ. “મને સમજણ પડી કે, મારા પતિને આધીન નહિ રહેવાના કારણે, અને વધારે પડતી અભિમાની હોવાના કારણે, હું કૌટુંબિક સુખ માટેની તક ગુમાવતી હતી.” તેથી તેણે મહત્ત્વના ફેરફારો કર્યા, તે સમજાવે છે તેમ: “હું અને મારા પતિ હમણાં કુટુંબ તરીકે પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ, અને હું હજુ પણ કઈ રીતે એક ખ્રિસ્તી પત્ની બનવું એ શીખી રહી છું. અમે અમારા હાલના સંબંધથી ઘણા ખુશ છીએ, પરંતુ હજુ પણ પ્રગતિ કરવાની છે.
“આજે અમારું ઘર પ્રેમાળ અને શાંતિપૂર્ણ છે એવું ક્યારેય ન હતું.”
કૌટુંબિક સુખ પુસ્તકે જગત ફરતેના ઘણા કુટુંબોને ખરેખર મદદ કરી છે. તમે પણ એની પ્રત મેળવી શકો અથવા કોઈ તમારા ઘરે આવી વિનામૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે માટે Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaને અથવા પાન ૫ પર આપવામાં આવેલા નજીકના સરનામે લખો.
કૌટુંબિક
સુખનું
રહસ્ય