એ બાબત તેમના હૃદયને સ્પર્શી ગઈ
ગ્લોરિયા અડેમ લખે છે: “અમારે ૧૩ બાળકોનું કુટુંબ છે, ૪ છોકરાઓ અને ૯ છોકરીઓ.” એ ૧૯૮૪નું વર્ષ હતું, અને પિતા ઘરથી દૂર યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરતા હતા ત્યાંથી મેક્સિકો ઘરે પાછા આવ્યા ત્યારે, અમારા કુટુંબે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો છે એ જાણ્યું. તે જરાય ખુશ ન હતા, અને તેમણે અમારો વિરોધ કરવાનું શરૂ કર્યું. એવું લાગતું હતું કે દરેક પસાર થતા દિવસે, તેમનું હૃદય વધારે કઠણ બનતું હતું.
“અમે અમારા પિતાને ખૂબ પ્રેમ કરતા હતા, અને અમે ઇચ્છતા હતા કે અમે મેળવી રહેલા જીવન આપનાર જ્ઞાનમાંથી તે લાભ મેળવે. દરરોજ, અમે તીવ્રપણે યહોવાહને પ્રાર્થના કરી, તેમને આજીજી કરી કે પિતાને યહોવાહના હેતુઓ વિષે વાત કરવાનો માર્ગ ખોલે. યહોવાહે અમારી માગણી સાંભળી કારણ કે તેણે અમને દરરોજ સાંજે બેઠક રૂમમાં ભેગા મળવાની હિંમત આપી, જ્યાં મારા પિતા દરરોજ રાત્રે ટૅલિવિઝન જોતા. ત્યાં, મારી માતા અને અમે છોકરીઓ દૈનિક બાઇબલનું વચન વાંચવા ભેગા મળતા હતા.
“માતા ચર્ચા હાથ ધરતી અને ટીકા વાંચ્યા પછી, અમે પ્રાર્થના કરતા હતા. અમારી નાની બહેન મેરી, જે ફક્ત પાંચ વર્ષની હતી, તેનો વારો આવ્યો ત્યારે, તેણે તીવ્રપણે આજીજી કરી: ‘યહોવાહ, કૃપા કરીને મારા પપ્પાનું હૃદય નમ્ર બનાવો જેથી તે તમારા સાક્ષી બને.’ એવું લાગતું હતું કે પિતા એ સાંભળતા ન હતા, કેમ કે તે ટીવીનો અવાજ વધુ રાખતા. તેમ છતાં, સમય પસાર થતો ગયો તેમ, તેમણે અવાજ ધીમો રાખવાનું શરૂ કર્યું, એટલે સુધી કે એક રાત્રે તેમણે એ બંધ કરી દીધું.
“અમારો રિવાજ હતો તેમ, એ સાંજે, માતાએ કલમ વાંચવાનો કોનો વારો છે એ પૂછ્યું. અમારા આશ્ચર્ય વચ્ચે, પિતાએ કહ્યું: ‘મારો વારો છે.’ અમને આશ્ચર્ય થયું હતું પણ કંઈ કહ્યું નહિ. માતાએ ન તો વિરોધ કર્યો કે ન પ્રશ્ન પૂછ્યો, તેમને દરરોજ શાસ્ત્રવચનો તપાસવાંની પુસ્તિકા આપી. તે બાઇબલ વચન ચર્ચા કરી રહ્યા પછી, માતાએ પૂછ્યું પ્રાર્થના કરાવવાનો કોનો વારો છે. પિતાએ કહ્યું, ‘મારો વારો છે.’
“અમે આશ્ચર્યચક્તિ થઈ ગયા. અડધી પ્રાર્થનામાં, અમે અમારા આંસુઓ રોકી શક્યા નહિ. પિતાએ પણ રડવાનું શરૂ કર્યું, અને તેમણે યહોવાહની નિંદા કરવા બદલ માફી માંગી. તેણે અમારો વિરોધ કરવા બદલ માતા પાસે માફી માંગી.
“એ રીતે, ૧૯૮૬માં અમારા પિતાનો વિરોધ પૂરો થયો. વર્ષ ૧૯૯૦માં, અમારું કુટુંબ યુનાઇટેડ સ્ટેટ્સના ટેક્ષાસમાં ખસેડાયું. એ સમયે, પિતાએ, અમે સાત બહેનોએ કર્યું તેમ, પાણીના બાપ્તિસ્માના સંજ્ઞારૂપે યહોવાહને પોતાના જીવનનું સમર્પણ કર્યું. એપ્રિલ ૧૯૯૭માં, પિતાને એક ખ્રિસ્તી વડીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આજ સુધી, એક કુટુંબ તરીકે દૈનિક બાઇબલ કલમ પર ચર્ચા કરવી અમારી માટે બહુ મહત્ત્વપૂર્ણ છે, અને યહોવાહને પ્રાર્થના કરવી અમારા કૌટુંબિક જીવનનો પાયો.”
૨. ખ્વાનિતા અને ઈસાક અડેમ, પોતાનાં કેટલાંક બાળકો સાથે. ગ્લોરિયા એકદમ જમણી બાજુ છે
૧. ચાર છોકરીઓ, જેઓ મેક્સિકોમાં પાયોનિયર છે. મેરી આગળ છે
૧
૨