વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૩/૮ પાન ૧૬
  • દી વા દાં ડી ના ર ખે વા ળ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દી વા દાં ડી ના ર ખે વા ળ
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • તોફાનમાંથી બચવું
  • એકલવાયાપણું અને કંટાળો
  • અદૃશ્ય થતો વ્યવસાય
  • આપણે યહોવાહને જ વળગી રહીશું!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • અંધ છતાં
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૮
g98 ૩/૮ પાન ૧૬

દી વા દાં ડી ના ર ખે વા ળ

અ દૃ શ્ય થ તો વ્ય વ સા ય

સ જા ગ બ નો ! ના કૅ ને ડા માં ના ખ બ ર પ ત્રી

ત ર ફ થી

“આ મારી પસંદગીની નોકરી છે,” દીવાદાંડીના રખેવાળો એ વારંવાર કહે છે. એક માણસે ૧૦૬ વર્ષ જૂની દીવાદાંડીના રખેવાળ બનવા પોતાની ટોરેન્ટો, કૅનેડાની એક પ્લાસ્ટિકની કંપનીમાં મેનેજરની નોકરી છોડી દીધી. તે કહે છે કે આ નોકરીએ તેને “૧૦ વર્ષ યુવાન બનાવી દીધો.”

દીવાદાંડી રખેવાળની મુખ્ય જવાબદારી એ છે કે નાવિકોને જોઈતું અજવાળું પૂરું પાડે. તેણે ધુમ્મસમાં ભૂંગળુ વગાડવાનું અને દેખરેખની સાથે રેડિયોથી માછીમારો અને પસાર થતાં વહાણોને હવામાનની માહિતી પણ આપવાની હોય છે.

વર્ષો પહેલાં, દીવાદાંડી રખેવાળોનું કામ હતું કે દીવા માટે તેલ સંઘરવું, દીવા પ્રગટાવવા, અને બત્તીના કાચ પરથી મેશ સાફ કરવી. ઘણી વખત, વહાણો સલામત માર્ગે દોરવા તેઓએ આખી રાત હાથોથી દીવાને ફેરવવા પડતા કારણ કે તેઓનું સમારકામ પૂરું ન થઈ શકયું હોય. અથવા ધુમ્મસનું ભૂંગળું ખરાબ થઈ ગયું હોય તો, તેઓએ ધુમ્મસનો ઘંટ હથોડીથી વગાડવો પડતો હતો.

તોફાનમાંથી બચવું

ભયંકર તોફાનો માટે ઘણું ધ્યાન રાખવું પડે છે. એક વાર, દીવા રખેવાળે કંઈક જોયું જે તેને “ગાઢા સફેદ વાદળ” જેવું લાગ્યું. પરંતુ એ તો દરિયાનું મોટું મોજું હતું! એ ૧૫ મીટર ઊંચા ભેખડે જઈ રખેવાળના ઘરના માળ સુધી પહોંચી ગયું. આ એક જ મોજાંએ મોટા તોફાન જેટલું નુકશાન કર્યું.

બીજા એક પ્રસંગે, નોવા સ્કોટીયા, પ્યુબનિકોની દીવાદાંડીને આખી રાત મોજા અફળાતા હતા. રખેવાળ અને તેનાં કુટુંબીજનો રાહ જોઈ અને આશા રાખ્યા વિના કંઈ કરી શક્યા નહિ. સવાર થતા સુધી તોફાન શાંત થઈ ગયું. પરંતુ રખેવાળ બહાર ગયો ત્યારે, તે એ જોઈને આશ્ચર્ય પામ્યો કે દીવાદાંડીના આસપાસ જમીન દેખાતી ન હતી. તેઓ ફરતે હવે પાણી આવી ગયું હતું!

એકલવાયાપણું અને કંટાળો

એકલવાયાપણા વિષે પૂછવામાં આવ્યું ત્યારે, એક દીવાદાંડી રખેવાળ મલકાયો અને કહ્યું: “લોકો અમને કહે છે, ‘ભાઈ, તમે કેવી રીતે એકલા રહી શકો છો?’ અને અમે સામો પ્રશ્ન પૂછીએ છીએ, ‘વારુ, તમે કઈ રીતે શહેરના ઘોંઘાટ અને ધાંધલધમાલમાં રહી શકો છો?’”

પહેલાંના સમયમાં, યુનાઇટેડ સ્ટેસ્ટ્‌માં વધારે છૂટાછવાયાં દીવાદાંડીના સ્થળો માટે પુસ્તકોનો નાનો જથ્થો પ્રાપ્ય બનાવવામાં આવ્યો હતો. આમ, ૧૮૮૫ સુધીમાં, ૪૨૦ પુસ્તકાલયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેખીતી રીતે જ, દીવાદાંડી રખેવાળો સારા વાચકો બન્યા.

અદૃશ્ય થતો વ્યવસાય

તાજેતરનાં વર્ષોમાં, પથ્થરોથી બનેલી દીવાદાંડીઓ ઓછી જોવામાં આવે છે. હાથથી ચલાવવામાં આવતી આવી દીવાદાંડીની જગ્યા સ્ટીલની જાળીના ટાવરએ લીધી છે જે તેના ચમકારા ઘણે દૂર સુધી પહોંચાડે છે. હવે નાવિકોને ઝાકળના અંધારામાં દીવો શોધવાની જરૂર રહેતી નથી. આજે, ટંગસ્ટન હૈલોજેનના તેજસ્વી દીવા અને પ્રકાશ, કાનમાં સણકા મારતા ભૂંગળાના અવાજ નાવિકોને સમુદ્રના ધુમ્મસના જોખમ વિષે ચેતવે છે.

દીવાદાંડી પાસેથી સિગ્‍નલ મેળવવા માટે ખાસ સાધનો ધરાવતા જહાજો પોતાનું સ્થળ ગમે તેટલા ધુમ્મસમાં જાણી શકે છે. આધુનિક ટૅકલનોલોજી નાવિકને એક કિનારેથી બીજા કિનારા સુધી જવા મદદ કરે છે, એવા વિશ્વાસ સાથે કે તે રેતીની જોખમી ટેકરીઓ અને ખતરારૂપ ખડકો કે જોઈ ન શકાતા પથ્થરો ટાળી શકે છે.

આધુનિક ટૅકનોલોજીના પરિણામે, દીવાદાંડી રખેવાળો વિશ્વદર્શન પરથી લુપ્ત થઈ રહ્યા છે. પોતાના જીવનનો એક ભાગ હંમેશ માટે જતો રહ્યો છે એવી લાગણીથી એક દીવાદાંડી રખેવાળ પોતાના દ્વીપ ઘરને ૨૫ વર્ષ પછી છોડતી વખતે, ઉદાસ થઈને કહ્યું: “અહીંયા અમારું જીવન સારું હતું. અમે એને કદી પણ છોડવાનું ઇચ્છતા ન હતા.”

હજુ પણ, ફરતા દીવાઓ, સહાયક દીવાઓ, કટોકટીના દીવાઓ, ધ્વનિ સૂચકો, અને રડાર સૂચનાઓની સમારકામની જરૂર પડે છે, અને દીવાદાંડીની હજુ પણ દેખરેખ રાખવી પડે છે. દીવાદાંડીનું સમારકામ પ્રવાસી ટૅકનિશિયન કરે છે.

દીવાદાંડી રાખનારાઓની લાંબી સેવાઓની કદર કરનારાઓ ઑગસ્ટાના જેવો મનોભાવ બતાવે છે, જેણે વિલાપ કર્યો: “એ જાણવાથી કે દીવાનું સંચાલન કૉમ્પ્યુટર કરે છે, ને લોકો ત્યાંથી જતા રહ્યા છે, દીવાદાંડી કદી પણ પહેલાના જેવી નહિ લાગે.”

કે પ સ્પિ ય ર દી વા દાં ડી , ન્યૂ ફા ઉ ન્ડ લે ન્ડ , કૅ ને ડા

પ્રથમ દીવાદાંડી

ઇતિહાસમાં સૌથી પહેલી દીવાદાંડી મિસરના ટૉલમી બીજાએ બનાવડાવી હતી. એ ૩૦૦ બી.સી.ઈ.ની આસપાસ બાંધવામાં આવી હતી. અને એ ફેરૉસ ટાપુ પર હતી, આજે એ એલેક્ષાંડ્રિયા બંદરના પ્રવેશદ્વાર પાસે છે. એને બાંધતા ૨૦ વર્ષ લાગ્યાં હતાં અને ૨૫ લાખ ડૉલરનો ખર્ચ થયો હતો.

ઐતિહાસિક લખાણો બતાવે છે કે એ લગભગ ૧૫૦ મીટર ઊંચી હતી. એના ઉપરના ઓરડામાં દરિયાની બાજુ બારીઓ હતી, જેની પાછળ લાકડાની અગ્‍નિ કે કદાચ મશાલ રહેતી હતી કે જે જોસેફસ અનુસાર, ત્યાંથી ૫૦ કિલોમીટર દૂર સુધી જોઈ શકાતી હતી.

આ વિશાળ બાંધકામની સામે સફેદ આરસ લગાવેલા હતા અને એને દુનિયાની સાત અજાયબીઓમાંની એક માનવામાં આવતા હતા. એના ઝળહળતા પ્રકાશે ૧,૬૦૦ વર્ષ સુધી ચેતવણીના દીવાનું કામ કર્યું છે, અને પછી સંભવિત ધરતીકંપમાં નાશ થયો.

સદીઓ પસાર થતી ગઈ તેમ, આખા જગતમાં બંદરો પર જુદા જુદા આકારની હજારો દીવાદાંડીઓ બાંધવામાં આવી. પથ્થરોથી બાંધવામાં આવેલા જૂની દીવાદાંડીઓ આજે સંગ્રહસ્થાનના રૂપમાં અસ્તિત્વમાં છે અને રાષ્ટ્રીય, રાજ્ય, પ્રાંતિય, અને ચમનબાગો તરીકે પર્યટકોનું આકર્ષણ બની રહી છે, અને લાખો લોકો એને જોવા માટે આવે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો