ઈંકા જાતિએ કઈ રીતે પોતાનું
સુવર્ણ સામ્રાજ્ય ગુમાવી દીધું
સજાગ બનો!ના પેરુમાંના ખબરપત્રી તરફથી
સૂર્યોદય. પ્રભાતના આકાશમાંથી આવતાં કિરણો, એન્ડીઝના બરફાચ્છાદિત શિખરને આછું ગુલાબી બનાવતાં હતાં. લગભગ ૪,૩૦૦ મીટરની ઊંચાઈએ રાત્રીની કડકડતી ઠંડીને દૂર કરવા આદિવાસીઓ વહેલી સવારે તડકાનો આનંદ માણતા હતા. ધીમેધીમે, સૂર્યનાં કિરણો ઈંકા સામ્રાજ્યની રાજધાની કુઝકો (એટલે કે “વિશ્વની નાભિ”)ની મધ્યમાં આવેલ સૂર્ય મંદિર પર પહોંચે છે. સુવર્ણ દિવાલો સૂર્યનાં કિરણોને પ્રતિબિંબિત કરે છે. સખત સોનું લામા, વીક્યુના અને કોન્ડર મંદિરની સામે ઈંકાનાa બગીચામાં ઝળહળાટ કરી રહ્યા હતા. યાત્રીઓ પોતાના દેવ સૂર્યની ઉપાસનામાં હવામાં ચૂમીઓ કરતા હતા. તેઓ એવું માનતા હતા કે તેઓએ સૂર્ય દ્વારા જીવન અને આશીર્વાદ મેળવવા બદલ કેટલું આભારી હોવું જોઈએ કે જેણે તેઓને જીવન આપ્યું છે!
a શબ્દ “ઈંકા” ઈંકા સામ્રાજ્યના સમ્રાટને પણ ઉલ્લેખી શકે છે અને એના નાગરિકોને પણ ઉલ્લેખી શકે છે.
દક્ષિણ અમેરિકાના પશ્ચિમ બંદરે ૧૪મી અને ૧૬ સદી વચ્ચે ભવ્ય સુવર્ણ સામ્રાજ્ય સત્તામાં હતું. નામાંકિત વિશેષજ્ઞ અને તજજ્ઞ દ્વારા શાસિત, ઈંકા લોકો પોતાનું સામાજિક જીવન સારું બનાવવા સંગઠિત હતા. આ અદ્ભુત ઈંકા સામ્રાજ્યની હદ ૫,૦૦૦ કિલોમીટર જેટલી હતી, આધુનિક દિવસના કોલંબિયાથી લઈને આર્જેન્ટિના સુધી વિસ્તરેલું હતું. હકીકતમાં “ઈંકા વિચારતા હતા કે તેઓ આખા વિશ્વનું નિયંત્રણ કરી રહ્યા છે.” (નૅશનલ જીઓગ્રાફીક) તેઓ માનતા હતા કે તેઓના સામ્રાજ્યની હદ પાર, જીતવા જેવું કંઈ નથી. તોપણ, બાકીના વિશ્વને એ ખબર પણ ન હતી કે આવું કોઈ સામ્રાજ્ય અસ્તિત્વ ધરાવે છે.
ઈંકા કોણ હતા? તેઓની શરૂઆત શું હતી?
ઈંકા પહેલાં કોણ આવ્યું?
પુરાતત્વવાદીઓએ શોધી કાઢ્યું કે એ ખંડના મૂળ રહેવાસીઓ ઈંકા ન હતા. બીજી ઘણી વિકસિત સંસ્કૃતિઓ સદીઓ અને હજારો વર્ષોથી ત્યાં રહેતી હતી. પુરાતત્વવાદીઓ દ્વારા એનું વર્ગીકરણ લીંબેયીક સંસ્કૃતિ, ચેવીન, મોચીકા અને ચીમુ તેમ જ ટેવાનાકો સંસ્કૃતિ તરીકે કરવામાં આવ્યું છે.
પહેલાંના એ વૃંદો વિવિધ પ્રાણીઓની ઉપાસના કરતા હતા, જેમ કે—જાગુઆર, પ્યુમા અને માછલી. પર્વતીય દેવોનો ભય તેઓમાં વિસ્તૃતપણે વ્યાપેલો હતો. તેઓના માટીનાં વાસણોએ બતાવ્યું કે તેઓની અમુક જાતિઓમાં જાતીય ઉપાસનાનાં આચરણો હતા. ટીટાકા તળાવની નજીક, પેરુ અને બોલિવિયાની સીમાની ઉપર, એક જાતિએ જાતીયતાનાં ચિહ્નો ધરાવતું મંદિર બાંધ્યું, જેની પૂજા ઉપજાઉ વિધિઓમાં કરવામાં આવતી હતી, જેનાથી એની ખાતરી થાય કે પાચા-મામા એટલો “ધરતી માતા” સારો પાક આપે.
કથા અને વાસ્તવિકતા
લગભગ વર્ષ ૧૨૦૦માં ઈંકા લોકો દેખાયા. ઈંકા રાજકુમારી અને સ્પેનિશ સામંત અને જમીનદારનો પુત્ર, ઇતિહાસકાર ગાર્થીલાસો દે લા વાગસ કહે છે એ પ્રમાણે, કથા એ હતી કે મૂળ ઈંકા, મોકો કાપકને એમના પિતા, સૂર્ય દેવતાએ નીચે ટિટિકાકા તળાવ પર મોકલ્યો હતો, સાથે તેની બહેન/પત્નીને મોકલી કે જેથી તેઓ બધાને સૂર્યના ઉપાસકો બનાવે. આજે પણ, આ વાર્તા બાળકોને શાળામાં શીખવવામાં આવે છે.
છતાં, કથાને એક બાજુએ મૂકતા, ઈંકા લોકો સંભવિતઃ ટિટિકાકા તળાવની એક જાતિ, ટીઆવાનાકોમાંથી આવ્યા હતા. એ સમયમાં, વધતા સામ્રાજ્યે અનેક પરાજિત જાતિઓની સુવ્યવસ્થિત રચનાઓ પર કબજો મેળવી લીધો, અને નહેરો અને ઊંચા માર્ગોને વિસ્તાર્યાં અને એમાં સુધારો કર્યો. ઈંકા લોકો વિશાળ ઇમારતો બનાવવામાં કુશળ હતા. એ સમજાવવું અશક્ય છે કે કઈ રીતે તેઓના સ્થાપત્યકારોએ સકસૌમાનના કિલ્લા અને મંદિરને સાથે મૂક્યું હતું, જે કુઝકો શહેર પર ઉચ્ચ ટોચ પરથી દેખાતું હતું. ભવ્ય ૧૦૦ ટનનો ઘડેલો સ્તંભ જોડેલો હતો. તેઓને જોડવા માટે કોઈ પણ પ્રકારનો ચૂનો કે કંઈ વપરાયું ન હતું. પ્રાચીન શહેર કુઝકોની દિવાલોમાં જોવા મળતા જોડેલા પથ્થર પર ધરતીકંપની ઘણી ઓછી અસર હતી.
સૂર્યનું ચળકતું મંદિર
કુઝકોના ભવ્ય શહેરમાં, ચળકતા પથ્થરના મંદિરમાં સૂર્યની ઉપાસના કરવા માટે ઈંકાએ પૂજારીઓને સંગઠિત કર્યા હતા. અંદરની દિવાલો શુદ્ધ સોના અને ચાંદીથી સુશોભિત કરેલી હતી. પૂજારીઓની સાથે, લીમાની બહાર, પચકામકના સૂર્ય મંદિર ખાતે ફરી બાંધેલા જેવો, ખાસ મઠ પણ સ્થાપવામાં આવ્યો હતો. અત્યંત સુંદર કુમારિકાઓને લગભગ આઠ વર્ષની ઉંમરથી “સૂર્યની કુમારિકાઓ” બનવા તાલીમ આપવામાં આવતી હતી. પુરાતત્વ પુરાવાઓ બતાવે છે કે ઈંકા લોકો માનવ બલિદાનો પણ ચઢાવતા હતા. તેઓ આપુસ અથવા પર્વતીય દેવોને બાળકો બલિદાનમાં આપતા હતા. એન્ડીઅન શિખર પરથી બરફમાં ઠરી ગયેલાં બાળકોનાં કેટલાંક શરીરો મળી આવ્યાં.
ઈંકા અને એ પહેલાની જાતિઓને લખવાનું જ્ઞાન ન હતું એ સમયે, તેઓએ ક્યુપા તરીકે ઓળખાતી અહેવાલો રાખવાની પદ્ધતિ વિકસાવી હતી. આ એક “એવી પદ્ધતિ હતી જેમાં એક મુખ્ય દોરીને વિવિધ રંગોવાળી નાની નાની દોરીઓથી જોડવામાં કે બાંધવામાં આવતી હતી અને પ્રાચીન પેરુવીયાના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી હતી.” એનો મુખ્ય ઉપયોગ એ ચીજવસ્તુઓની યાદી અને અહેવાલોને યાદ રાખવામાં મદદરૂપ હતો.—વેબર્સ્ટ નાઈન્થ ન્યૂ કોલીજીયેટ ડિક્સનરી.
કઈ રીતે સામ્રાજ્ય એકતામાં હતું?
સખત નિયમો અને યોજનાની રચનાઓ એક દૃઢ કેંદ્રિય સરકારને સ્થાપિત કરતી હતી. પ્રાથમિક માંગ એ હતી કે દરેકે ઈંકાઓની ભાષા, ક્યુચુઆ શીખવાની હતી. “ક્યુચુઆ,” વિષે પુસ્તક એલ ક્યુચુઆ અલ અલકાન્સે ડે ટોડોસ (ક્યુચુઆ દરેકની પહોંચમાં) કહે છે, કે “એ સૌથી વિસ્તૃત, વધુ વિવિધતાવાળી તેમ જ દક્ષિણ અમેરિકાની પેટાભાષાઓની સૌથી મનોહર ભાષા” તરીકે ગણવામાં આવતી હતી. એ હજુ પણ પેરુના પર્વતમાં ૫૦ લાખ લોકો દ્વારા અને એ સામ્રાજ્યના ભાગ હતા એવા પાંચ દેશોમાં લાખો લોકો દ્વારા બોલવામાં આવે છે. ટીટીકાકા સરોવરની દક્ષિણપૂર્વનું વૃંદ હજુ પણ ઐમારા ભાષા બોલે છે, જે ઈંકા પહેલાના સમયોની ક્યુચુઆમાંથી ઉતરી આવેલ ભાષા છે.
ક્યુચુઆના ઉપયોગની વશ થયેલી લગભગ ૧૦૦ જાતિઓ પર એકરૂપ અસર હતી, અને એ ગામ કુરાકા (ધણી), જે દરેક વૃંદને ચલાવતું હતુ એના માટે મદદરૂપ હતી. દરેક કુટુંબને ખેડવા માટે જમીન આપવામાં આવી હતી. ઈંકાએ સ્થાનિક જાતીય નૃત્યો અને તહેવારો ચાલું રાખવાની પરવાનગી આપી અને તેને વશ દરેક લોકોને સંતુષ્ટ રાખવા માટે નાટકો અને રમતોની ગોઠવણ કરી.
મીટા કર
આખા સામ્રાજ્યમાં કોઈ પણ નાણાકીય એકમ ચલણમાં ન હતું, એનો અર્થ કે તેઓમાં સોનાની કંઈ કિંમત ન હતી. તેઓની અરજ એ હતી કે એ સૂર્યને પ્રતિબિંબિત કરતું હતું. તેઓ પર મૂકવામાં આવેલો એક માત્ર મીટા (ક્યુચુઆ, “વારો”), અથવા કર હતો: દરેક નાગરિક ઈંકાઓના ઘણા રસ્તાઓ અને બાંધકામના કાર્યમાં ફરજિયાત કામ કરવામાં પોતાનો વારો લે. આમ હજારો આદિવાસી કામદારો નિયમથી સંગઠિત હતા.
મીટા કામદારોનો ઉપયોગ કરીને, ઈંકાના પ્રમુખ બિલ્ડરોએ લગભગ ૨૪,૦૦૦ કિલોમીટર કરતાં વધુ લાંબા માર્ગો બાંધ્યા હતા. ઈંકાએ કુઝકોથી શરૂ કરીને, સામ્રાજ્યના સૌથી દૂરના ભાગમાં પહોંચી શકાય એટલા પત્થરવાળા માર્ગો બાંધ્યા હતા. ચેસકે તરીકે ઓળખાતા તાલીમ પામેલા સંદેશો આપનાર દોડવીરો એનો ઉપયોગ કરતા. તેઓ એકથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલી ઝૂંપડીઓમાં આરામ લેતા. સંદેશા સાથે ચેસકે ત્યાં પહોંચે તેમ, ત્યાંથી બીજો ચેસકે તે સંદેશા સાથે એ દિશામાં દોડવાનું શરૂ કરતો. આ પદ્ધતિનો ઉપયોગ કરીને, તેઓ એક દિવસમાં ૨૪૦ કિલોમીટરનું અંતર પાર કરતા હતા. ખૂબ જ જલદી શાસન કરતો ઈંકા આખા સામ્રાજ્યમાંથી અહેવાલ મેળવતો હતો.
માર્ગોની સાથે, ઈંકાએ મોટાં ભંડારગૃહો પણ સ્થાપ્યાં હતાં. આ ભંડારો ખોરાક અને કપડાનાં પુરવઠાથી ભરેલાં હતાં અને એ પુરવઠો જીતની મુસાફરી માટે નીકળેલા ઈંકાના સૈન્યોના ઉપયોગ માટે હતો. શક્ય હોય ત્યારે ઈંકાઓ યુદ્ધ ટાળતા. તેઓની પહેલી તરકીબમાં, તેઓ પહેલાં કાદસને જાતિઓ પાસે મોકલતાં જે તેઓને તેના રાજ્ય હેઠળ આવવા આમંત્રણ આપતો, અને એવી શરત મૂકવામાં આવતી કે તેણે સૂર્યની ઉપાસના સ્વીકારવી. તેઓ તેની આજ્ઞાને અનુસરે તો, તેઓને તાલીમ પામેલા ઈંકા નિરીક્ષક દ્વારા માર્ગદર્શિત, તેઓની પોતાની જાતિની પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવતી. તેઓ નકાર કરે તો, તેઓ નિષ્ઠુર જીતનો ભોગ બનતા. મરેલાં દુશ્મનની ખોપરીને અમુક દાણામાંથી બનાવેલાં કેફી પીણા ચીચા પીવા માટે પ્યાલા તરીકે ઉપયોગમાં લેવાતી હતી.
નવમાં ઈંકા, પાચાકુટી (૧૪૩૮થી આગળ), તેના પુત્ર ટોપા ઈંકા યુપાન્કી, અને વિજયી-રાજનેતા વાઈના કાપાકને આધીન સામ્રાજ્યમાં ઝડપથી પોતાની સીમાઓનો વિસ્તાર વધાર્યો અને ઉત્તર અને દક્ષિણમાં પોતાની અધિકતમ સીમા સુધી પહોંચી ગયો. પરંતુ આ લાંબો સમય ચાલવાનું ન હતું.
ઉત્તરથી આક્રમણકારો
વર્ષ ૧૫૩૦માં પીઝારો અને તેના સૈનિકો પાનમાંથી અહીં એ વાતથી લલચાઈને આવ્યા, કે આ અજાણ્યા દેશમાં પુષ્કળ સોનું છે. એ સમયે આ દેશ આંતરિક યુદ્ધ ચાલી રહ્યું હતું. આ રાજ્યનો કાયદેસરનો વારસ રાજકુમાર વાસ્કાર તેના સાવકા ભાઈ આતાવાલ્પા દ્વારા પરાજિત થઈને કેદમાં હતો. આતાવાલ્પા રાજધાની તરફ આગળ વધી રહ્યો હતો.
પીઝારીઓ અને તેના માણસો મુશ્કેલીથી આંતરિક શહેર કાઝામાર્કામાં પહોંચ્યા પછી ત્યાં સત્તા ફેરવી નાખનાર આતાવાલ્પાએ તેઓનું સ્વાગત કર્યુ. તોપણ, કપટથી સ્પેનિશ તેને ગાડીમાંથી બહાર કાઢી અને કેદ કરવામાં સફળ થયા, તેઓએ દંગ થઈ ગયેલા અને સજાગ ન હતા એવા હજારો સૈનિકોને મારી નાખ્યા.
આતાવાલ્પાએ તે હજુ બંદીવાન હતો તોપણ, આંતરિક યુદ્ધ ચાલુ રાખ્યું. તેણે કુઝકોને સંદેશાવાહકો મોકલ્યા કે તેના સાવકા ભાઈ વાસકાર અને રજવાડી કુટુંબના બીજા હજારોને મારી નાખે. અજાણતા જ તેણે પીઝારીઓની જીતવાની યોજના સરળ બનાવી.
સ્પેનિશના સોના અને ચાંદીના લોભને જોતા, આતાવાલ્પાએ પોતાની ખંડણીના બદલામાં એક મોટો ઓરડો ભરીને સોના અને ચાંદીની મૂર્તિઓ આપવાનું વચન આપ્યું. પરંતુ એનો કોઈ ફાયદો થયો નહિ. ફરી એકવાર કપટ વચ્ચે આવ્યું! વચન આપેલ બલિદાનને એક ઓરડામાં ભરી દેવામાં આવ્યું ત્યારે, ૧૩માં ઈંકા આતાવાલ્પા, જેને મઠવાસીઓ મૂર્તિપૂજક માનતા હતા તેને પહેલાં કેથલિકના રૂપમાં બાપ્તિસ્મા આપ્યું અને પછી ગળું દબાવી મારી નાખ્યો.
અંતની શરૂઆત
આતાવાલ્પાનું કેદ થવું અને ખૂન ઈંકા સામ્રાજ્ય પર એક વિનાશક ફટકો હતો. પરંતુ આદિવાસી લોકોએ આક્રમણકારોનો વિરોધ કર્યો અને સામ્રાજ્યના મરણને વધુ ૪૦ વર્ષ સુધી લંબાવ્યું.
વધુ માણસો આવી પહોંચ્યા ત્યારે, પીઝારો અને તેના બધા સૈનિકો વધુ ઈંકા સોનું લેવા કુઝકો જવા આતુર હતા. આ લક્ષ્યને હાંસલ કરવા માટે કઠોરતાથી આદિવાસીઓને સતાવ્યા કે જેથી ખજાનાનું રહસ્ય જાણી શકે અને વિરોધ કરનાર વ્યક્તિને ધમકાવવા અને ચૂપ કરવા ક્રૂરતાથી પણ પાછા હઠતા ન હતા.
વાસકારનો ભાઈ અને પછીનો ઈંકા, રાજકુમાર મોન્કો બીજાને સાથે લઈ, પીઝારો કુઝકો તરફ આગળ વધ્યો અને ત્યાંનો ખજાનો લૂંટી લીધો. મોટાભાગની બધી સોનાની મૂર્તિઓને સ્પેન માટે સોનાની પાટોમાં ફેરવી નાખવામાં આવી. એમાં કંઈ આશ્ચર્ય નથી કે અંગ્રેજી ચાંચિયાઓ એ સ્પેનિશ જહાજોને લૂંટવા માટે તૈયાર બેઠા હતા જે પેરુથી મોટા ખજાના લઈને જઈ રહ્યા હતા! ખજાનો ભરીને પીઝારો સમુદ્ર તટ તરફ આગળ વધ્યો, જ્યાં તેણે ૧૫૩૫માં તેની સરકારના કેંદ્ર તરીકે લીમા શહેરની સ્થાપના કરી.
મેન્કો ઈંકા યુપાન્કી, જે ત્યાં સુધીમાં આક્રમણકારીઓની લાલચ અને કપટથી પૂરેપૂરી રીતે પરિચિત થઈ ગયો હતો તેણે બળવો પોકાર્યો. બીજાઓએ પણ સ્પેનિશ વિરુદ્ધ બળવો પોકાર્યો, પરંતુ છેલ્લે આદિવાસીઓને પોતાનો બચાવ કરવા માટે બીજી જગ્યાઓમાં ભાગવું પડ્યું. એમાંનું એક સલામત આશ્રયસ્થાન માચુ પીક્ચુના પવિત્ર શહેરને સમાવતુ હોય શકે જે પહાડોમાં સંતાયેલું હતું.
છેલ્લો ઈંકા
છેલ્લા કૃત્યમાં, ટુપાક આમરુ, મેન્કો ઈંકા યુપાન્કીનો બીજો દીકરો, ઈંકા બની ગયો (૧૫૭૨). સ્પેનિશ વાઈસરોય હવે પેરુ પર સત્તા ચલાવતા હતા. વાઈસરોય ટોલેડોનો ધ્યેય ઈંકાઓને જડમૂળથી કાઢી નાખવાનો હતો. મોટા સૈન્ય સાથે, તે વિલ્કામ્બા વિસ્તારમાં પ્રવેશ્યો. ટોપાક આમરુ જંગલમાં પકડાઈ ગયો. તેને અને તેની સગર્ભા પત્નીને કુઝકોમાં વધ માટે લઈ જવામાં આવ્યા. કાન્યારી (અક્વાડોરના) આદિવાસી ટાપુક આમરુ પર વધની તલવાર ઉઠાવી. ખુલ્લી જગ્યામાં ભેગા થયેલા હજારો આદિવાસીઓએ પોતાના ઈંકાનું માથું કાપવામાં આવ્યું ત્યારે સંભળાય તે રીતે દુ:ખ વ્યક્ત કર્યું. તેના આગેવાનોને મરણ સુધી દુ:ખ આપવામાં આવ્યું અથવા ફાંસી આપવામાં આવી. ક્રૂરતાથી હત્યા કરીને, ઈંકાઓના રાજ્યને સમાપ્ત કરવામાં આવ્યું.
નિયુક્ત વાઈસરોય અને ઘણા કેથલિક મઠવાસીઓ અને પાદરીઓએ, આદિવાસીઓ પર પોતાની સારી અને ખરાબ અસર પાડી, જેઓને તેઓ લાંબા સમયથી દાસો તરીકે ગણ્યા. ઘણા લોકોને સોના અને ચાંદીની ખાણોમાં કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું, એમાંથી એક પોટ્સી બોલિવિયામાં આવેલા પર્વતમાં પુષ્કળ કાચું સોનું હતું. અમાનવીય પરિસ્થિતિમાં જીવવા માટે, દુર્વ્યવહાર થયેલા આદિવાસીઓએ કોકા પાંદડા લીધા જેનાથી નશો ચઢતો હતો. ૧૯મી સદીની શરૂઆત પછી જ પેરુ અને બોલિવિયાને સ્પેનથી સ્વતંત્રતા મળી.
ઈંકાના આધુનિક દિવસના વંશજો
આ આધુનિક સમયમાં ઈંકાના વંશજોની પરિસ્થિતિ શું છે? બીજા ઘણા આધુનિક શહેરોની જેમ રાજધાની લીમા, હજારો નાગરિકોથી ભરેલું છે. પરંતુ દૂર ગામડાઓમાં જોતા કેટલીક વખત એવું લાગે છે કે જાણે સમય સો વર્ષ પહેલાં જ રોકાઈ ગયો છે. ઘણા એકલવાયા ગામડાઓ હજુ પણ કેથલિક પાદરીઓ દ્વારા સંચાલિત છે. આદિવાસી ખેડૂતો માટે ગામની મધ્યે કેથલિક ચર્ચ મુખ્ય આકર્ષણ છે. ભવ્ય રીતે તૈયાર કરવામાં આવેલી સંતોની મૂર્તિઓ, બહુરંગી લાઇટો, સોનાની વેદી, સળગતી મીણબત્તીઓ, પાદરીઓ દ્વારા થતા રહસ્યમયી સંસ્કારો, અને ખાસ કરીને નૃત્યો અને તહેવારો—આ બધા તેઓની આનંદપ્રમોદની જરૂરિયાતને પૂરા કરતા હતા. પરંતુ આંખોને ખુશ કરનારા આવા આનંદપ્રમોદો તેઓની પ્રાચીન માન્યતાઓને ક્યારેય દૂર ન કરી શક્યા. અને કોકાના પાંદડાનો ઉપયોગ, જેમાં માનવામાં આવે છે કે રહસ્યમય શક્તિ છે હજુ પણ લોકોના જીવનોને અસર કરે છે.
પોતાના સરખાવી ન શકાય તેવા આત્માને કારણે, ઈંકાના આ વંશજો—ઘણા હવે આંતરજ્ઞાતિય છે—જ્યાં પણ છે ત્યાં, પોતાના રંગીન નૃત્ય અને લાક્ષણિક વાઈનો સંગીતને સુરક્ષિત રાખવામાં સફળ રહ્યા છે. તેઓ શરૂઆતમાં અજાણ્યાઓથી અતડા રહે છે પણ પાછળથી તેઓની પરોણાગત બતાવવાની સ્વાભાવિક વૃત્તિ સામે આવી જ જાય છે. ઈંકા સામ્રાજ્યના આ વંશજોને વ્યક્તિગત રીતે ઓળખે છે—જે તેઓનું રોજિંદા જીવનમાં દુ:ખ જોઈ શકે છે અને લાગણી ધરાવે છે—તેઓ માટે ઈંકાઓની વાર્તા હૃદયને વીંધી નાખનારી છે!
શિક્ષણ બદલાણો લાવે છે
સજાગ બનો! સાથેના ઈન્ટરવ્યૂમાં, વેલેન્ટીન અરીસાકા, ટીટીકાકા તળાવ પર સોકા ગામમાંથી, ઐમારા બોલતા આદિવાસીનો વંશજ જણાવે છે: “હું યહોવાહનો સાક્ષી બન્યો એ પહેલાં, નામ પૂરતો કેથલિક હતો. કેટલાક મારા મિત્રોની સાથે, હું મારી વિધર્મી ઉપાસના કરતો હતો. હું કોકા પાંદડા પણ ખાતો હતો, પરંતુ મેં હવે એ બધુ કરવાનું બંધ કર્યું છે.”
ઘણી અંધશ્રદ્ધાને સારી રીતે યાદ કરતા, જેમાં આપુસને અપ્રસન્ન કરવાનો ભય હંમેશા રહેતો હતો, એક ૮૯ વર્ષની પેટ્રોનીલા મમાનીએ કહ્યું: “હું પર્વતીય દેવોને મારું જીવન નિશ્ચિત કરવા માટે નિયમિત રીતે અર્પણો ચઢાવતી હતી. કોઈ પણ રીતે હું તેમને અપ્રસન્ન કરવા અને રોગોનું પરિણામ ભોગવવાનું જોખમ ઉઠાવવા માંગતી ન હતી. હવે મારી વૃદ્ધાવસ્થામાં, હું બાબતોને જુદી રીતે જોતા શીખી છું. યહોવાહના સાક્ષીઓ અને બાઇબલને આભાર, હવે હું આવા વિચારોથી મુક્ત છું.”
યહોવાહના સાક્ષીઓ ઘણા ક્યુચુઆ અને ઐમારા બોલતા આદિવાસીઓને વાંચતા શીખવે છે. બદલામાં તેઓ બીજાઓને બાઇબલ શીખવે છે. આ રીતે હજારો ઈંકા અને સ્પેનિશ આદિવાસીઓ સારું જીવન જીવવા માટે શિક્ષિત બની રહ્યા છે. સાથે સાથે તેઓ ન્યાય, શાંતિ અને ન્યાયીપણાની નવી દુનિયાના જે આખી પૃથ્વી પર જલદી જ સ્થાપિત થશે, એ વિશે બાઇબલમાંથી દેવનાં વચનો પણ શીખી રહ્યા છે.—૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૧-૪.
ચીલિ
કૅરીબિએન સમુદ્ર
કોલંબિયા
ઍકવૅડોર
પેરુ
લીમા
પચાકામક
ટીટીકાકા સરોવર
માચુ પીચુ
ચાઇમારચા
વિલ્કામ્બા
પોટ્સી
કુઝકો
ચાર્જેન્ટીના
બોલિવિયા
ઈંકાઓનું
સુવર્ણ
સામ્રાજ્ય
ઈંકા સામ્રાજ્ય
દક્ષિણ
અમેરિકા
પે સિ ફિ ક મ હા સા ગ ર
એન્ડીઝ
કુઝકો
ઉપર: સૂર્યનું મૂળ મંદિર કુઝકોમાં કેથલિક ચર્ચ માટે પાયા તરીકે સેવા કરે છે
ડાબે: ચૂક્વીટોના એક મંદિરમાં ઈંકા-પૂર્વ લિંગ પ્રતિમા
જમણે: ઈંકાને બલિદાન કરેલું લોહી આ કોતરેલા પથ્થર પરથી વહેતુ હતું
જમણે: કુઝકો નજીક, માચુ પીચુ ખાતે સીંચેલા ખેતરો
નીચે: માચુ પીચુ ખાતે એક પ્રાચીન દરવાજામાંથી દૃશ્ય
નીચે જમણે: સાદસાવામનના કિલા મંદિરમાં ૧૦૦ ટનના સ્તંભ