બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ શું સંન્યાસવાદ ડહાપણની ચાવી છે?
“સં ન્યાસીઓ લોઢાની બેડીઓ, સાંકળો, કાંટાળો પટ્ટો, અને પાતળો કાંઠલો પહેરતા. . . . અન્યો કાંટા કે કાંટાળી ઝાડીઓમાં વીંટાતા, જાણીજોઈને જીવડાંઓ માટે એમને ડસવાં આકર્ષતા, અગ્નિથી પોતાને બાળતા અને પોતાના ઘાને લાંબા સમય સુધી હાનિ પહોંચાડીને એને પરુમય બનાવી દેતા. ખૂબ જ ઓછો ખોરાક લેવો એકદમ સામાન્ય વાત હતી, અમુકે તો ફક્ત સડેલું કે અન્યથા ધૃણાજનક ખોરાક ખાવાથી એને એથીય બદતર બનાવી દીધું.”—ધ સેંઈન્ટ્સ, ઇડથ સાઈમન દ્વારા.
તે સંન્યાસીઓ હતા. શા માટે તેઓએ પોતા પર આટલો ખરાબ વર્તાવ કર્યો? ફોર ધ શેક ઑફ ધ વર્લ્ડ—ધ સ્પિરીટ ઑફ બુદ્ધિષ્ટ ઍન્ડ ક્રિશ્ચિયન મોનેસ્ટીશીઝમ પુસ્તકમાં, લેખકો સમજાવે છે કે “ઓછામાં ઓછું સોક્રેટીસ (પાંચમી સદી બી.સી.ઈ.)ના સમયથી માંડીને, એ વિસ્તૃતપણે સમજવામાં આવ્યું હતું કે સાદું જીવન આવશ્યક છે, જે વિષયાસક્ત ભૌતિક ભોગવિલાસથી અડચણવાળું ન હોય, એ ખરેખરા ડહાપણની પૂર્વશરત હતી.” સંન્યાસીઓ વિચારતા હતા કે શરીરનું દમન કરવાથી તેમની આત્મિક સંવેદનશીલતા સારા એવા પ્રમાણમાં વધી જશે અને તેમને સાચી જાણકારી તરફ લઈ જશે.
ચોક્કસ રીતે સંન્યાસવાદની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. અમુક લોકો માટે, એનો અર્થ ફક્ત સ્વ-શિષ્ત અથવા સ્વ-ત્યાગ થાય છે. શરૂઆતના ખ્રિસ્તીઓ આવા સદ્ગુણોને મૂલ્યવાન ગણતા હતા. (ગલાતી ૫:૨૨, ૨૩; કોલોસી ૩:૫) ઈસુ ખ્રિસ્તે પોતે સાદા જીવનની સલાહ આપી જે ભૌતિકવાદી જીવન-ઢબ લાવી શકે એવી ચિંતાઓથી અડચણવાળું ન હોય. (માત્થી ૬:૧૯-૩૩) છતાં, મોટા ભાગે, સંન્યાસવાદને વધારે પડતું કઠોર અને ઘણી વાર છેલ્લી હદે લઈ જવામાં આવે છે, જેમ કે ઉપર વર્ણવવામાં આવ્યું છે. શું આવા સંન્યાસ સંબંધી આચરણો, ખાસ કરીને એનાથી વધારે ઉગ્ર રૂપમાં, વાસ્તવમાં ડહાપણની ચાવી છે?
જૂઠાં અનુમાનો પર આધારિત
સંન્યાસવાદને જન્મ આપનાર અનેક ફિલસૂફીઓમાંથી એક વિચાર એ છે કે ભૌતિક વસ્તુઓ અને શારીરિક વિલાસ ખરાબ છે અને એને લીધે એ આત્મિક પ્રગતિ માટે નડતરરૂપ છે. બીજી એક માન્યતા જેણે સંન્યાસવાદને માટે માર્ગ ખોલ્યો, એ વ્યાપક રીતે સ્વીકૃત વિશ્વાસ કે માનવ, શરીર અને જીવનો બનેલો છે. સંન્યાસીઓ માને છે કે ભૌતિક શરીર જીવનું કેદખાનું છે અને માંસ એનો દુશ્મન છે.
બાઇબલ શું કહે છે? શાસ્ત્રવચનો બતાવે છે કે દેવે પૃથ્વીનું સર્જન પૂરું કર્યું ત્યારે, તેમણે જાહેર કર્યું કે તેમણે બનાવેલ તમામ વસ્તુઓ—તેમની સર્વ શારીરિક, ભૌતિક ઉત્પત્તિ—“ઉત્તમોત્તમ” હતી. (ઉત્પત્તિ ૧:૩૧) દેવનો ઇરાદો હતો કે એદન બગીચામાં પુરુષ અને સ્ત્રી ભૌતિક વસ્તુઓનો આનંદ માણે. એદન નામનો અર્થ જ “સંતોષ” અથવા “આનંદ” છે. (ઉત્પત્તિ ૨:૮, ૯) આદમ અને હવા સંપૂર્ણ હતા અને પાપ કર્યું ત્યાં સુધી પોતાના ઉત્પન્નકર્તા સાથે સારા સંબંધોનો આનંદ માણ્યો. એ સમયથી, અપૂર્ણતા દેવ અને માણસ વચ્ચે દીવાલ બની ગઈ. છતાં, દેવના નૈતિક નિયમોના સુમેળમાં માનવીઓની વાજબી ઇચ્છાઓને સંતોષવામાં આવે અથવા દેવે આપેલ શારીરિક સુખની મઝા માણવામાં આવે ત્યારે, દેવ અને તેમના ઉપાસકોના સંચાર વચ્ચે કદી દીવાલ ઉભી થઈ શકે નહિ!—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.
ઉપરાંત, બાઇબલ સ્પષ્ટ રીતે શીખવે છે કે ધૂળથી ઉત્પન્ન કરેલ અને માંસથી બનેલ માણસ, પોતે એક જીવ છે. શાસ્ત્રવચનો આ ધારણાનું સમર્થન કરતા નથી કે જીવ એક શરીરની અંદર બંધાયેલું કોઈ પ્રકારનું અભૌતિક કે અમર તત્ત્વ છે, અને ન તો એવા વિચારનું સમર્થન કરે છે કે શરીર કોઈ રીતે વ્યક્તિને દેવની સાથે એક નિકટનો સંબંધ રાખવામાં રોકે છે.—ઉત્પત્તિ ૨:૭.
સ્પષ્ટ રીતે, સંન્યાસવાદની માન્યતા દેવ સાથેના માણસના સંબંધનું એક વિકૃત ચિત્ર ચિત્રીત કરે છે. પ્રેષિત પાઊલે સાવધ કર્યા કે કહેવાતા ખ્રિસ્તીઓ મૂળભૂત બાઇબલ સત્યને બદલે છેતરામણી માનવ ફિલસૂફીઓ પસંદ કરશે. (૧ તીમોથી ૪:૧-૫) આવું મંતવ્ય રાખનારા અમુક લોકો વિષે, એક ધાર્મિક ઇતિહાસકાર કહે છે: “ભૌતિક બાબત અનિષ્ટ હતી . . . અને માણસોના જીવને ભૌતિક બાબતની ગૂંચવણથી મુક્ત કરવો જરૂરી છે, આ વિશ્વાસે કઠોર સંન્યાસવાદને પ્રેરણા આપી, જેમાં માંસ ખાવું, જાતીય સમાગમ વગેરેની મનાઈ હતી, જેનું પાલન ફક્ત સર્વોત્તમ ‘સંપૂર્ણ લોકો’ એટલે કે પરફેક્ટી કરી શક્યા, જે ખાસ દીક્ષા મેળવે છે.” બાઇબલ આ પ્રકારના વિચારને ટેકો નથી આપતું અને એ શરૂઆતના ખ્રિસ્તીઓનો વિશ્વાસ નહોતો.—નીતિવચન ૫:૧૫-૧૯; ૧ કોરીંથી ૭:૪, ૫; હેબ્રી ૧૩:૪.
સંન્યાસવાદની કોઈ જરૂર નથી
ઈસુ અને તેમના શિષ્યો સંન્યાસીઓ નહોતા. તેમણે અનેક પરીક્ષણો અને વિપત્તિઓ સહી, પરંતુ આ વિપત્તિઓ કદી પણ પોતે પોતા પર લાવ્યા નહોતા. પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને કાળજીવાળા બનવા સાવધાન કર્યા, નહિ તો છેતરામણી માનવ ફિલસૂફીઓ તેઓને દેવના શબ્દના સત્યથી કુમાર્ગે લઈ જઈને ગેરવાજબી, અતિરેકભર્યાં આચરણો તરફ લઈ જાત. પાઊલે સ્પષ્ટ રીતે “દેહદમન” વિષે જણાવ્યું. તેણે કહ્યું: “તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દેહદમન વિષે જ્ઞાનનો આભાસ તો છે જ, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.” (કોલોસી ૨:૮, ૨૩) સંન્યાસવાદ ખાસ પવિત્રતા કે ખરી જાણકારી તરફ લઈ જતો નથી.
એ સાચું છે કે ખ્રિસ્તી આજ્ઞાધીનતાનો માર્ગ સખત પ્રયત્ન અને સ્વ-શિષ્તને સૂચવે છે. (લુક ૧૩:૨૪; ૧ કોરીંથી ૯:૨૭) દેવનું જ્ઞાન મેળવવા માટે વ્યક્તિએ સખત મહેનત કરવાની જરૂર છે. (નીતિવચન ૨:૧-૬) વધુમાં, બાઇબલ આપણને “વિષયો તથા વિલાસના” દાસ બનવા અને “દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા” બનવા વિરુદ્ધ ભારપૂર્વક સલાહ આપે છે. (તીતસ ૩:૩; ૨ તીમોથી ૩:૪, ૫.) છતાં, આ શાસ્ત્રીય અવતરણો સંન્યાસવાદના આચરણનું સમર્થન કરતા નથી. સંપૂર્ણ માણસ ઈસુ ખ્રિસ્તે અનેક પ્રસંગોનો આનંદ માણ્યો જેમાં ખાવું-પીવું, સંગીત, અને નૃત્યનો સમાવેશ થતો હતો.—લુક ૫:૨૯; યોહાન ૨:૧-૧૦.
સાચું ડહાપણ અતિરેકભર્યુ નહિ, પણ વાજબી છે. (યાકૂબ ૩:૧૭) યહોવાહ દેવે આપણા ભૌતિક શરીરને જીવનના અનેક આનંદોની મઝા માણવાની ક્ષમતાવાળું ઉત્પન્ન કર્યું છે. તે ઇચ્છે છે કે આપણે ખુશ રહીએ. તેમનો શબ્દ આપણને કહે છે: “હું જાણું છું, કે પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું, તે કરતાં તેઓને વાસ્તે બીજું કંઇ શ્રેષ્ઠ નથી. વળી દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઇશ્વરનું વરદાન છે.”—સભાશિક્ષક ૩:૧૨, ૧૩.
[Caption on page ૨૮]
ગુફામાં સંત યેરોમ/The Complete Woodcuts of Albrecht Dürer/Dover Publications, Inc.