વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૯/૮ પાન ૨૮-૨૯
  • વિ શ્વ નિ હા ળ તા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિ શ્વ નિ હા ળ તા
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • પુસ્તક વાંચન હજુ પણ લોકપ્રિય છે
  • “અજાણ્યા દુશ્મનની” શોધ કરવી
  • “પવિત્ર” વાંદરાઓ​—⁠એક ઉપાધિ
  • પાણીનો ઉપયોગ કરવાની પદ્ધતિ ફરીથી ચાલુ
  • હવે​—⁠હૅપટાઇટિસ જી
  • “સહસ્ત્રવર્ષાવધિ દોષ”
  • હાથીના છાણમાંથી કાગળ
  • ખોરાકથી થતો ચેપ
  • મફત કૉલેરા અટકાવ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૯/૮ પાન ૨૮-૨૯

વિ શ્વ નિ હા ળ તા

પુસ્તક વાંચન હજુ પણ લોકપ્રિય છે

પોલિસી સ્ટડીઝ ઇનસ્ટિટ્યૂટના સર્વેક્ષણ અનુસાર, બ્રિટિશ કૉમ્પ્યુટર ટેકનોલૉજીએ વાંચન ટેવ બદલી નથી. ધ ટાઈમ્સે અહેવાલ આપ્યો કે, “સર્વેક્ષણ કરવામાં આવેલા લગભગ અડધા કરતાં વધારેએ કહ્યું કે ૧૯૮૯થી થોડોક જ ભાગ બદલાયો છે, તાજેતરમાં, તેઓ આનંદ મેળવવા પુસ્તક વાંચે છે.” પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે વાંચે છે, અને ૫૫ વર્ષની ઉપરના લોકો વિશાળ વાચકો છે. ગુના કે રોમાંચક વાર્તાઓ, પ્રણય નવલકથા, અને ૨૦મી સદીની નવલકથા કરતાં, રસોઈનાં પુસ્તકો સૌથી વધારે પ્રખ્યાત છે. ૩૦ ટકા ઘરોમાં પોતાના કૉમ્પ્યુટર હોવા છતાં, ફક્ત ૭ ટકા લોકો પાસે પુસ્તકોની પ્રતિસ્પર્ધી સીડી-રોમના સાધનો છે. ધ ટાઇમ્સ કહે છે, લૅપટૉપ કૉમ્પ્યુટરથી ભિન્‍ન, એક રસપ્રદ પુસ્તક એક વ્યસ્ત ગલીની ભીડમાં ધૂળ પડવાના કારણે ખરાબ થતું નથી, અને એક સુંદર રીતે રચવામાં આવેલું પુસ્તક “કલાત્મક રીતે આનંદ આપનારી અને એની ટીકા પોષણકારક હોય છે.”

“અજાણ્યા દુશ્મનની” શોધ કરવી

કોરિઅર ડેલ્લા સેરા કહે છે, વર્ષ ૧૯૯૭માં, રોમ, ઇટાલીમાં રહેતા લોકો માટે સામાન્ય કરતાં બે મહિના પહેલાં એલર્જી અથવા હાય ફીવર શરૂ થઈ ગયો. એક એલર્જી-નિષ્ણાત અનુસાર પુષ્પપરાગના વહેલા હુમલાના કારણે “ગ્રહનું સરેરાશ તાપમાન સામાન્ય વધી ગયું કે જે નોંધનીય રીતે શિયાળાની અવધિને ઘટાડ્યું છે.” સમાચાર પત્ર નોંધે છે કે “સારું હવામાન પોતાની સાથે અજાણ પુષ્પપરાગ લાવ્યા, કે જેનો એ ક્ષેત્રના નિષ્ણાતો સામનો કરી શક્યા નહિ.” “અજાણ્યા દુશ્મનની શોધ” ચાલુ થઈ ગઈ છે, પરંતુ એ દરમિયાન, “દરદીઓ એલર્જીથી પીડાઈ રહ્યા છે, કે જેનું કારણ હજુ પણ નક્કી કરી શક્યા નથી.”

“પવિત્ર” વાંદરાઓ​—⁠એક ઉપાધિ

પ્રાઈમૅટોલૉજીસ્ટ ઈકબાલ મલીક કહે છે કે ભારત, વૃંદાવનમાં રહેતા રીસીસ વાંદરાઓ લાંબા સમયથી રહે છે. ઘણા લોકો વાંદરાઓને પવિત્ર માને છે અને હિંદુ પવિત્ર શહેરોમાં નહિ પકડાવવાના ભય વગર મુક્ત રીતે આમતેમ ફરે છે​—⁠હજુ સુધી પણ છે. ન્યૂ સાયન્ટિસ્ટ સામયિક અનુસાર, રીસીસ પ્રજા તાજેતરનાં વર્ષોમાં મોટા પાયે વધી ગઈ છે કારણ કે તેઓને ખોરાક આપનાર યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો છે. એવું વિચારવામાં આવે છે કે વાંદરાઓને ખવડાવવાથી સંપત્તિ આવે છે. તેમ છતાં, આખા વર્ષ દરમિયાન, વાંદરાઓ લગભગ ખવડાવનાર પર સંપૂર્ણ આધારિત હોય છે કારણ કે ત્યાં એકદમ ઓછી વનસ્પતિ છે. “તેઓએ ખોરાક શોધવા બૅગો ચોરવાનું અને ઘરોમાં ઘૂસવાનું શરૂ કર્યું છે.” લગભગ ૬૦ ટકા રહેવાસીઓએ વાંદરાઓની વસ્તીને પકડી અને ગામડાંના વિસ્તારોમાં ફરી વસાવવા માટે સહમત થયા છે. મલીક કહે છે: “દેવો ત્રાસ પેદા કરનારા બની ગયા છે.”

પાણીનો ઉપયોગ કરવાની પદ્ધતિ ફરીથી ચાલુ

“ઓઝોન સ્તરને નુકશાન ન પહોંચાડે, એવા એક અગ્‍નિશામક રસાયણ માટે લાંબી શોધ પછી, અંતમાં  . . પાણી સુધી લઈ ગઈ,” ન્યૂ સાયન્ટિસ્ટ બતાવે છે. “અગ્‍નિને હોલવવા અનેક પ્રકારના પ્રયોગના છંટકાવ પછી, ટ્રૉનહેમમાં નૉર્વીજન ફાયર રીસર્ચ લેબોરેટ્રી એ નિષ્કર્ષ પર પહોંચી છે કે પાણીની ઝાકળ, ઓઝોન-નાશક હૅલોનોંનું યોગ્ય વૈકલ્પિક છે, જેનો અગ્‍નિશામકોનો હજુ પણ વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે.” હૅલોન​—⁠કાર્બન, બ્રોમીન અને ફેલોરિનના મિશ્રણ​—⁠આગને હોલવી નાખે છે. પાણીના સૂક્ષ્મ બિંદુ એમ જ કરી શકે છે, બાષ્પીભવન થઈ અને ૧,૭૦૦ વખત ફેલાઈને ઑક્સિજનને ખસેડી દે છે. ફક્ત એક સ્થિતિમાં નાના હૅલોનોંથી ઓછી અસરકારક જોવા મળી છે, જે ધુમાડાવાળી આગમાં કે જેમાં પાણીનું બાષ્પીભવન થાય એટલે સુધીના તાપમાન સુધી જતું નથી. પરંતુ હૅલોન માટેનો કૃત્રિમ વિકલ્પ હજુ પણ શોધવામાં આવી રહ્યો છે, કેમ કે પાણીની સાથે બીજી પણ સમસ્યા છે: એને વેચવાથી વધારે પૈસા મળતા નથી.

હવે​—⁠હૅપટાઇટિસ જી

જાપાનના ડૉક્ટરોએ ખાતરી કરી કે લોહીની ફેરબદલી કર્યા પછી મહિનામાં જ, દરદીઓ હૅપટાઇટિસ જી વાઇરસનો ચેપી બને છે, જે ૧૯૯૫માં યુનાઈટેડ સ્ટેટ્‌સમાં ઓળખવામાં આવેલો નવો પ્રકાર છે. ટોકિયોની ટોરનોમોન હૉસ્પિટલમાં ૧૯૯૨થી ૧૯૯૪ની વચ્ચે શસ્ત્રક્રિયા કરાવી હોય એવા યકૃતના કૅન્સરના દરદીની લોહીની ફરી તપાસ કરવાથી, ડૉક્ટરોએ શોધી કાઢ્યું છે કે ૫૫ દરદીઓમાંથી ૨ને સર્જરી પહેલાં ચેપ લાગ્યો હતો અને બીજા ૭ને ઑપરેશન પછી ચેપ લાગ્યો હતો. સાત દરદીઓએ મેળવેલું દૂષિત લોહી લગભગ ૭૧ દાન કરનાર પાસેથી મેળવવામાં આવ્યું હતું, ડૉક્ટરોએ સૂચન કરતા કહ્યું કે, ૧.૪ ટકાના લોહી ઉપયોગમાં લેવામાં આવેલા લોહીમાં નવા વાઇરસથી દૂષિત હતું. આસાહી ઇવનીંગ ન્યૂઝે કહ્યું કે હૅપટાઇટિસ જીના વાઈરસના વિષે એકદમ ઓછી જાણકારી છે, અથવા એ વિષયમાં કે કેટલા ટકા લોકોમાં યકૃતરોગ કે યકૃતનું કૅન્સર વિકાસ પામશે.

“સહસ્ત્રવર્ષાવધિ દોષ”

“સહસ્ત્રવર્ષાવધિના દોષ, વર્ષ ૨૦૦૦ની સમસ્યા, અથવા માત્ર ‘Y2K’ જાણીને,” અથવા “સંભવિત: આધુનિક કૉમ્પ્યુટરિંગની અપંગતા બળ તરીકે જાણીતું છે,” યુ.એસ.ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રીપોર્ટે કહ્યું. આની શરૂઆત ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં થઈ કે જ્યારે કૉમ્પ્યુટરો ઘણાં મોંઘા અને એની સ્મરણશક્તિ ઓછી હતી. જગ્યા બચાવવા, કાર્યક્રમ ઘડનારાઓએ વર્ષના છેલ્લા બે નંબરોનો ઉપયોગ કરી તારીખ લખી. કૉમ્પ્યુટર માટે, ૧૯૯૭નું વર્ષ માત્ર “૯૭” હતું. સમસ્યા? “જાન્યુ. ૧, ૨૦૦૦એ, દુનિયાના લગભગ ૯૦ ટકા કૉમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર ‘વિચારશે’ કે આ ૧૯૦૦નો પ્રથમ દિવસ છે.” ભૂલો થઈ ગઈ છે. “એક રાજ્યની જેલમાં, આ દોષના કારણે કૉમ્પ્યુટરે કેદીઓની સજાઓની ગણતરી કરવામાં ભૂલ કરી, જેઓને જલદી છોડી દેવામાં આવ્યા,” ન્યૂઝવીક કહે છે. “વખારોમાં કેટલાક ક્રેડિટ કાર્ડનો નકાર કરવામાં આવ્યો છે, જ્યારે તેમની તારીખના અંતે ‘૦૦ʼથી કૉમ્પ્યુટરો ગૂંચવાઈ ગયા. અને કૉમ્પ્યુટર નવીનીકરણની અરજી ભૂતકાળની સહસ્ત્રવર્ષાવધિ તારીખોને હાથ ધરી શકતું નથી ત્યારે, અલગ અલગ રાજ્યોના લોરી ચાલકોને તેમના રાજ્ય રાજ્ય વચ્ચેનો લેખિત પરવાનો રદ થયેલો જોવા મળ્યો છે.” જગતવ્યાપી કૉર્પોરેશને તારીખોના કોડ બદલવા માટે લગભગ ૬૦૦ અબજ ડૉલર ખર્ચવા પડશે​—⁠અને આશા રાખીએ કે તેઓ બાકી રહેલા બે વર્ષમાં એને કરી શકે.

હાથીના છાણમાંથી કાગળ

પડોશીઓએ માઈક બુગારાને પોતાના વાડામાં, દેગડામાં હાથીના છાણને ઉકાળતાં અવલોક્યો ત્યારે, સમજી શકાય તેમ છે કે તેઓ થોડાક ચિંતિત હતા. કેટલાકે વિચાર્યું કે તે મેલી વિદ્યા આચરી રહ્યો હતો, પરંતુ, હકીકતમાં, તે કાગળ બનાવી રહ્યો હતો. શ્રી. બુગારાએ પ્રથમ કેળા, મકાઈ અને નિલગિરીના પાંદળામાંથી કાગળ બનાવ્યું હતું. પરંતુ કેન્યાના હાથીના છાણમાંથી પ્રજા જથ્થાબંધ મોટા પ્રમાણમાં ફાઈબરનો પુરવઠો બળતણ માટે મેળવતા સાચવણી કરનાર કાગળ બનાવવા એના ઉપયોગ વિષે આશ્ચર્ય પામતા હતા. તેણે નક્કી કર્યું કે “લોકોને હાથીની જાતને જીવંત રાખવાના મહત્ત્વ વિષે સાવધ કરવા” વધારે સારું હશે, ન્યૂ સાયન્ટીસ્ટ સામયિક અહેવાલ આપે છે. હવે તેના હાથી-છાણના કાગળ આ વર્ષના કેન્યા વાઈલ્ડલાઈફ સર્વીસની ૫૦મી સંવત્સરીના આમંત્રણ કાર્ડ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ખોરાકથી થતો ચેપ

જામા (ધ જર્નલ ઑફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશન) અહેવાલ આપે છે, “આખું-વર્ષ વિવિધ તાજાં ઉત્પાદન” વધતા ઉપભોક્તાઓની માંગ માટે, સાથે સાથે “એક વિશ્વવ્યાપી બજારમાં થતા ઉત્પાદનને રાતોરાત આખી દુનિયામાં પહોંચાડાય છે,” અમેરિકામાં ખોરાકથી થતા નવા-નવા રોગોને ફાળો આપે છે. છેલ્લા દસ વર્ષથી કરવામાં આવેલા અભ્યાસના આધારે, વૈજ્ઞાનિકો અંદાજ કાઢે છે કે ખોરાકથી થતા કીટાણુથી “અમેરિકામાં દર વર્ષે ૮.૧ કરોડ લોકોમાંથી ૬૫ લાખ બીમાર પડે છે કંઈક ૯૦૦૦ મરણનું કારણ બને છે.” કેટલાક નિષ્ણાતો એ પણ માને છે કે જૈવિક રીતે ઉગાડવામાં આવેલા ભોજન (પશુઓનું ખાતર નાખી ઉગાડવામાં આવેલો ખોરાક)ના વધેલા વપરાશે આ સમસ્યામાં ફાળો આપ્યો છે. જામાએ આપેલા અહેવાલ અનુસાર, “ઈ કોલી ૭૦ દિવસ સુધી ગાયના ખાતરમાં જીવતું રહી શકે અને જો કીટાણુઓને મારવા માટે ગરમી કે મીઠું ઉમેરવામાં ન આવે તો, ખાતર નાખેલા ખોરાકમાં એ વધી શકે છે.”

મફત કૉલેરા અટકાવ

વૈજ્ઞાનિકો માને છે કે તેઓએ મફત કૉલેરા અટકાવની પદ્ધતિ શોધી કાઢી છે​—⁠સાડીથી પીવાના પાણીને ગાળીને! યુનાઈટેડ સ્ટેટ્‌સમાંની, માર્યલૅન્ડ વિશ્વવિદ્યાલયના સંશોધકો અને ઇન્ટરનૅશનલ સેન્ટર ફોર ડાયરીઅલ ડિસીસ રીસર્ચ ઢાકા, બાંગ્લાદેશને જોવા મળ્યુ કે કૉલેરાને જન્મ આપનાર બેક્ટેરિયા માછલીના આંતરડામાં, મોટાં સરોવર કે મોટી નદીઓમાં તરતા સેન્દ્રિય પદાર્થના સમૂહમાં રહે છે. સાડીના કપડાંના ચાર પડમાંથી પાણી રેડવાથી, ૯૯ ટકા કરતાં વધારે કૉલેરાના બેક્ટેરિયાને દૂર કરી શકાય છે. ત્યાર પછી સાડીને બે કલાક તાપમાં રાખી, અથવા વર્ષાઋતુમાં સસ્તા જંતુ-નાશક વસ્તુમાં ધોવાથી ઉપચાર કરી શકાય છે. લંડનનું સમાચાર પત્ર ઇન્ડીપેન્ડન્ટ અહેવાલ આપે છે કે આ વર્ષે એની અસરના વિસ્તારમાં રહેતા લોકોને કઈ રીતે આ પદ્ધતિ લાગુ પાડવી એ શીખવવામાં આવશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો