બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
શું ખ્રિસ્તીઓ શાંતિવાદી હોવા જોઈએ? “પ્રથમ સદીના ખ્રિસ્તીધર્મની જેમ ચર્ચોએ ફરીથી શાંતિવાદીઓ બનવું જોઈએ.” —હબર્ટ બટલર, આઇરીશ લેખક.
વિશ્વયુદ્ધ ૨ પછી યુગોસ્લાવિયાની મુલાકાત બાદ, હબર્ટ બટલરે ૧૯૪૭માં લખેલ નિબંધમાં ઉપરના શબ્દો હિંમતથી લખ્યા હતા પણ હજુ ગયા વર્ષ સુધી પ્રકાશિત થયા નહોતા! તે આઘાત પામ્યો હતો કે કઈ રીતે “ખ્રિસ્તી ચર્ચોએ યુદ્ધ દરમિયાન અવર્ણનીય ગુના કરી અને ખ્રિસ્તના શિક્ષણથી ફંટાઈ જઈને આંખ આડા કાન કર્યા હતા.”
બટલર અણગમતાં કારણો કે જૂથો સંબંધી બોલવા બીતો નહોતો. તે બોલતો ત્યારે, તે સામાન્યરીતે એકલો જ રહી બોલતો હતો. ચર્ચોની વર્તણૂક સામે યહોવાહના સાક્ષીઓના હિંમતવાન સ્થાન વિષે તફાવત કરતો ત્યારે પોતાને નિર્ભયતાથી વ્યક્ત કરતો, જેણે ધ આઈરીશ ટાઇમ્સમાં “નિશ્ચે સૌથી નિષ્કપટ અને સર્વમાં નિર્દોષ બિનરાજનૈતિક સંપ્રદાય” તરીકે વર્ણન કર્યું હતું. તેમના નિબંધ, “યુગોસ્લાવિયા પરનો અહેવાલ”માં બટલરે લખ્યું કે, “રાજનૈતિક અને ધાર્મિક જીવનમાં નેતાઓ દ્રારા યુદ્ધને વાજબી ઠેરવવા જે સર્વ ખોટી દલીલોનો ઉપયોગ કરે છે એનો અસ્વીકાર કરનારા” સાક્ષીઓ પર યુદ્ધ ચળવળમાં ન જોડાવા બદલ યુગોસ્લાવની સત્તા દ્વારા મુકદ્દમો ચલાવવામાં આવ્યો.
છતાં, શું એ શાસ્ત્રીય રીતે ખરું છે કે યહોવાહના સાક્ષીઓને શાંતિવાદીઓ તરીકે વર્ણવવામાં આવે? એ બાબતનું સ્પષ્ટીકરણ, “શાંતિવાદી” શબ્દ દ્વારા શું અર્થ કરવામાં આવે છે એ પર આધારિત હોઈ શકે. લડાઈમાં શસ્ત્રો ઉપાડવાની ના પાડી માટે, સાક્ષીઓએ મોટી વ્યક્તિગત કિંમત ચૂકવવી પડી, અસ્વીકાર કરવામાં તેમની બહાદુરી માટે સાક્ષીઓની પ્રસંશા કરવા બટલરે એ શબ્દનો ઉપયોગ કર્યો હતો. છતાં, દુઃખની વાત છે કે, અનેક લોકો યુદ્ધના આવેશમાં આવી જઈ શાંતિવાદીઓને ફક્ત “બીકણો કે રાષ્ટ્રદ્રોહી, જેઓ પોતાના રાષ્ટ્ર માટેની પોતાની જવાબદારીમાંથી છટકવા ચિંતાતુર [છે]” તરીકે જુએ છે. શું એ દૃષ્ટિકોણ યોગ્ય છે?
યુદ્ધ કે હિંસાનો વિરોધ
વેબ્સટર્સ નાઇન્થ ન્યૂ કૉલેજીએટ ડિક્સનરી કહે છે કે શાંતિવાદી એવો કોઈક છે જે “વિગ્રહ અને મુખ્યત્વે યુદ્ધનો દૃઢપણે અને ખંતપૂર્વક વિરોધ કરે.” એ “શાંતિવાદ”ની વ્યાખ્યા “વિવાદોને થાળે પાડવાના સાધન તરીકે યુદ્ધ કે હિંસાનો વિરોધ કરવો; ખાસ કરીને: નૈતિક કે ધાર્મિક પાયા પર હથિયાર ઉઠાવવાનો ઇનકાર કરવો” તરીકે કરે છે. શરૂઆતના ખ્રિસ્તી મંડળના વિશ્વાસીઓને આ વ્યાખ્યાઓ કઈ રીતે લાગુ પડશે?
તેઓએ ‘નૈતિક અને ધાર્મિક પાયા પર હથિયાર ઉઠાવવાનો ઇનકાર’ કર્યો અને સર્વ ‘વિગ્રહ અને યુદ્ધʼથી દૂર રહ્યા. શા માટે? કારણ કે તેઓ જાણતા હતા કે ઈસુએ કહ્યું હતું કે પોતાના અનુયાયીઓ “જગતના નથી” અને “જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.” (યોહાન ૧૫:૧૯; માત્થી ૨૬:૫૨) શરૂઆતનું ચર્ચ અને જગત (અંગ્રેજી)માં એક ઇતિહાસકાર આપણને જણાવે છે કે “ઓછામાં ઓછા મારકુસ ઓરેલ્યુસના રાજ્યકાળ [૧૬૧-૧૮૦ સી.ઈ.] સુધી તો, કોઈ ખ્રિસ્તી પોતાના બાપ્તિસ્મા પછી સૈનિક બનતો ન હતો.” ધ ન્યૂ વલ્ડ્ર્સ ફાઉન્ડેશન્સ ઈન ધ ઓલ્ડમાં બીજા એક ઇતિહાસકાર કહે છે કે: “પ્રથમના ખ્રિસ્તીઓ વિચારતા હતા કે લડાઈ કરવી ખોટું છે, અને શાસકને સૈનિકોની જરૂર હોય ત્યારે પણ લશ્કરમાં સેવા આપી શકે નહિ.”
ખ્રિસ્તીઓની કામગીરી સુસમાચાર પ્રચાર કરવાની હતી. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) તેઓ સમજી શક્યા કે તેઓને દેવ તરફથી એવી કામગીરી મળી નથી કે પોતાના દુશ્મનો સામે યુદ્ધો કરવા, જાણે કે, દેવના ફાંસીગરો તરીકે કાર્ય કરવું. (માત્થી ૫:૯; રૂમી ૧૨:૧૭-૨૧) કહેવાતા ખ્રિસ્તીઓ ‘ખ્રિસ્તના શિક્ષણથી દૂર જાય છે’ ફક્ત ત્યારે, બટલરે જણાવ્યું એ પ્રમાણે, રાષ્ટ્રોનાં યુદ્ધોમાં તેઓ સપડાય છે. પછી મોટે ભાગે વિગ્રહના બંને પક્ષોએ, પાદરી લશ્કરને વિજય માટે આશીર્વાદ આપે છે અને પ્રાર્થના કરે છે. (સરખાવો યોહાન ૧૭:૧૬; ૧૮:૩૬) ઉદાહરણ તરીકે, મધ્યયુગમાં, પ્રોટેસ્ટંટો અને કૅથલિકો અનેક ઘાતકી યુદ્ધો લડ્યા, જે પરિણામરૂપે “પશ્ચિમ યુરોપ પર ભયંકરતા [ઊતરી] આવી, બંને પક્ષો પોતાને દેવના રોષના સાધન તરીકે જાહેર કરવા લાગ્યા,” પોતાના પુસ્તક સીવીલાઈઝેશનમાં કેનથ ક્લાર્કે લખ્યું. મેકક્લિનટોક ઍન્ડ સ્ટ્રોંગ્સનું સાઈક્લોપિડિયા ઑફ બિબ્લિકલ, થીઓલૉજીકલ, ઍન્ડ એક્લેસીઆસ્ટિકલ લિટરેચર કહે છે કે આ પ્રકારના યુદ્ધને વાજબી ઠેરવવા કરવામાં આવેલી દલીલો, “દેખીતી રીતે સ્થાનિક સત્તાને ખુશ કરવાની ઇચ્છાથી ઉદ્ભવી હતી, અને એણે પ્રાચીન ખ્રિસ્તી સિદ્ધાંતોનો અને સુવાર્તાના સમગ્ર આત્માનો સ્પષ્ટ વિરોધ કર્યો.”—યાકૂબ ૪:૪.
પૂરેપૂરી રીતે યુદ્ધનો વિરોધ?
છતાં, શું ‘પ્રાચીન ખ્રિસ્તી સિદ્ધાંત અને સુવાર્તાનો સમગ્ર આત્મા’ ખરેખર શાંતિવાદી હતો? અગાઉ જાણાવ્યા પ્રમાણે, શું શરૂઆતના ખ્રિસ્તીઓને શાંતિવાદી તરીકે ખરેખર વર્ણવી શકાય? ના! શા માટે નહિ? પહેલી બાબત એ છે કે, તેઓએ યુદ્ધ કરવાના દેવના હક્કનો સ્વીકાર કર્યો. (નિર્ગમન ૧૪:૧૩, ૧૪; ૧૫:૧-૪; યહોશુઆ ૧૦:૧૪; યશાયાહ ૩૦:૩૦-૩૨) ઉપરાંત, એ જાતિ પૃથ્વી પર એમના એક માત્ર સાધન તરીકે કાર્ય કરી રહી હતી ત્યારે તેઓએ દેવના આ હક્કની ક્યારેય તકરાર કરી નહીં કે એમણે પ્રાચીન ઈસ્રાએલને પોતાના પક્ષમાં લડવા અધિકૃત કર્યા હતા.—ગીતશાસ્ત્ર ૧૪૪:૧; પ્રેરિતોનાં કૃત્યો ૭:૪૫; હેબ્રી ૧૧:૩૨-૩૪.
દેવને પૃથ્વી પરથી દુષ્ટ લોકોને દૂર કરવાનો હક્ક જ નહિ પરંતુ ન્યાયને આધારે ફરજ પણ છે. ઘણાં દુષ્કર્મીઓ પોતાની વર્તણૂક સુધારવા દેવની ગંભીર અપીલોને ક્યારેય પ્રત્યુત્તર આપતા નહીં. (યશાયાહ ૪૫:૨૨; માત્થી ૭:૧૩, ૧૪) દુષ્ટતા સહેવાની દેવની એક સીમા છે. (યશાયાહ ૬૧:૨; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૦) એ માટે, ખ્રિસ્તીઓએ, વાકેફ રહેવું જોઈએ કે છેવટે દેવ પૃથ્વી પરથી દુષ્ટ લોકોને દૂર કરશે. (૨ પીતર ૩:૯, ૧૦) બાઇબલ ભવિષ્ય ભાખે છે એ મુજબ, એ ત્યારે થશે “જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે, . . . તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.”—૨ થેસ્સાલોનીકી ૧:૬-૯.
બાઇબલનું છેલ્લું પુસ્તક આ વિગ્રહને ‘સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઇ’ કે આર્માગેદોન તરીકે વર્ણન કરે છે. (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) એ કહે છે કે એમાં ઈસુ ખ્રિસ્ત આગેવાની લેશે, તે “પ્રામાણિકપણે . . . લડાઈ કરે છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (પ્રકટીકરણ ૧૯:૧૧, ૧૪, ૧૫) ઈસુ ખ્રિસ્તને વાજબી રીતે જ “શાંતિનો સરદાર” કહેવામાં આવે છે. (યશાયાહ ૯:૬) પરંતુ તે શાંતિવાદી નથી. તે દેવના સર્વ બંડખોર દુશ્મનોને દૂર કરવા આકાશમાં અગાઉ યુદ્ધ લડી ચૂક્યા છે. (પ્રકટીકરણ ૧૨:૭-૯) જલદી જ તે “જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ” કરવા બીજું એક યુદ્ધ લડશે. છતાં, તેમના પૃથ્વી પરના અનુયાયીઓ એ દૈવી ન્યાયચૂકાદામાં ભાગ લેશે નહિ.—પ્રકટીકરણ ૧૧:૧૭, ૧૮.
સાચા ખ્રિસ્તીઓ શાંતિ ચાહે છે. તેઓ જગતના લશ્કર, રાજકારણ, અને કોમી વિગ્રહોમાં પૂરેપૂરી રીતે તટસ્થ રહે છે. પરંતુ, ચોક્કસ રીતે કહેતા, તેઓ શાંતિવાદીઓ નથી. શા માટે? કારણ કે તેઓ દેવનું યુદ્ધ આવકારે છે કે જે છેવટે પૃથ્વી પર તેમની ઇચ્છાનો અમલ કરશે—યુદ્ધ કે જે વિશ્વ સર્વોપરિતાનો વાદવિષય થાળે પાળશે અને શાંતિના સર્વ દુશ્મનોથી પૃથ્વીને હંમેશ માટે મુક્ત કરશે.—યિર્મેયાહ ૨૫:૩૧-૩૩; દાનીયેલ ૨:૪૪; માત્થી ૬:૯, ૧૦.
[Caption on page ૨૨]
ખ્રિસ્તની ઠઠ્ઠા મશ્કરી કરવામાં આવી/The Doré Bible Illustrations/Dover Publications, Inc.