જીવન માટે
શૈક્ષણિક સહાય
ઝિમ્બાબ્વે, આફ્રિકામાંના એક શાળાશિક્ષકે નોંધ્યું કે પોતે શીખવે છે એ નીઆત્સાઈમ કોલેજમાં, “જીવન માટે શિક્ષણ” વિષય આપવામાં આવે છે. તેણે પોતે અનુભવેલી કૌટુંબિક સમસ્યાઓનું વર્ણન કર્યું અને સ્વીકાર્યું કે તેને એ હલ કરવા મદદની જરૂર હતી.
પોતાના લગ્ન પછી જે બન્યું એની સમજણ આપ્યા પછી, તેણે કહ્યું: “સમસ્યાઓ લગભગ તરત જ શરૂ થઈ અને નવેમ્બર ૧૯૮૯માં છૂટા પડવાના નિર્ણય તરફ દોરી ગઈ.” અન્ય સમસ્યાઓ પણ હતી. તેણે લખ્યું: “હું મારી માતાનો સૌથી મોટો દીકરો છું, જે મારા પિતાની પ્રથમ પત્ની હતી. હું શિક્ષકોની તાલીમના કાર્યક્રમના મારા બીજા વર્ષમાં હતો ત્યારે, મારા પિતા મરણ પામ્યા, જેથી મારે મારાં નાનાં ૧૬ ભાઈબહેનોની સંભાળ લેવાની હતી.”
યહોવાહના સાક્ષીઓ સાથેના અભ્યાસે મને આ કૌટુંબિક સમસ્યાઓ હલ કરવામાં મદદ કરી. તે અને તેની પત્ની ફરી ભેગા થયા અને સુખી છે. તેણે લખ્યું: “મારી પત્ની અને હું કપરા અનુભવ પછી બોધપાઠ શીખ્યા કે દેવથી અલિપ્ત રહીને પોતાની સમસ્યાઓ હલ કરવાના માણસના પ્રયત્નો નિષ્ફળ જાય છે.” તેમ છતાં, પોતાના વિદ્યાર્થીઓને તેઓની સમસ્યા હલ કરવામાં મદદ કરવા વિષે શું?
“મેં અમારા શાળા આચાર્યને અને અન્ય શિક્ષકોને પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે પુસ્તકની યોગ્ય પાઠ્યપુસ્તક તરીકે ભલામણ કરી,” તેણે લખ્યું. “તેઓ સર્વ સહમત થયા, અને શાળાએ મને ૫૬ પુસ્તકોનો ઓર્ડર આપ્યો, જે મેં પૂરાં પાડ્યાં.”
અમે માનીએ છીએ કે તમને પણ આ આકર્ષક ચિત્રોવાળી ૩૨૦-પાનની શૈક્ષણિક સહાયથી લાભ મળશે. તમારે એની એક પ્રત જોઈતી હોય અથવા વિનામૂલ્યે ગૃહ બાઇબલ અભ્યાસ જોઈતો હોય તો, કૃપા કરી Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaને, અથવા પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો.