સ્ત્રીઓ વધારે લાંબું જીવે છે પરંતુ વધુ સારું હોય એવું જરૂરી નથી
જગત ફરતે સ્ત્રીઓ મોડી પરણે છે, તેઓને થોડાં બાળકો હોય છે, અને વધારે લાંબું જીવે છે. “સ્ત્રીઓનાં જીવન બદલાય રહ્યાં છે,” યુનેસ્કો સોર્સિસ સામયિક જણાવે છે. વર્ષ ૧૯૭૦ અને ૧૯૯૦ વચ્ચે, જન્મ સમયે સ્ત્રીઓની જીવવાની શક્યતાઓ વિકસેલા જગતમાં ચાર વર્ષ અને વિકસતા દેશોમાં આશરે નવ વર્ષ વધી છે. “એનો એવો અર્થ થાય કે આજે વિકસેલા પ્રદેશોમાં, સ્ત્રીઓ પુરુષો કરતાં સરેરાશ ૬.૫ વર્ષ વધારે લાંબું જીવે છે. વિકસતા દેશોમાં આ તફાવત, લેટિન અમેરિકા અને કેરેબિયનમાં ૫ વર્ષ, આફ્રિકા ૩.૫ વર્ષ અને એશિયા તથા પેસિફિકમાં ત્રણ વર્ષ છે.”
તથાપિ, ઘણી સ્ત્રીઓ માટે, વધારે લાંબું જીવવાનો અર્થ વધારે સારું જીવન જીવવું થતો નથી. અવર પ્લેનેટ, યુનાઈટેડ નેશન્સનું એક સામયિક, નોંધે છે કે દુનિયાની મોટા ભાગની સ્ત્રીઓ માટે, પાયારૂપ માનવીય હક્કો હજુ પણ “અતિશય ઇચ્છનીય બાબત બની રહે છે જેનો સ્વાદ તેઓ કદી ચાખતી નથી. તેઓ તો હજુ પણ પોતાના માત્ર પાયારૂપ હક્કો જ શોધે છે.” તોપણ, યુએન કહે છે, પાયારૂપ માનવીય હક્કો પણ લાખો સ્ત્રીઓની હદ બહારની વાત છે કારણ કે દુનિયાભરનાં અભણો, નિરાશ્રિતો, અને ગરીબોમાં સ્ત્રીઓની જ ભારે બહુમતી છે. કેટલાક સુધારાઓ છતાં, યુનેસ્કો સોર્સિસ નિષ્કર્ષમાં જણાવે છે, “સ્ત્રીઓના મોટા ભાગનું ચિત્ર . . . અંધકારમય લાગે છે.”