વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૭/૮ પાન ૨૯
  • વિશ્વને નિહાળતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વને નિહાળતા
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • સ્ત્રીઓ માટે વધારાનો કાર્ય બોજ
  • ખરેખર મોટું, દુર્ગંધ મારતું ફૂલ
  • “અધિકસેકન્ડ” ૧૯૯૫માં ઉમેરવામાં આવી
  • સૂર્યપ્રકાશ ઉમંગ વધારે છે
  • “ટીબી ટાઈમ બોમ્બ”
  • પીડા વગર ઊંઘવું
  • પાણીને નિહાળતું જગત
  • લંડનનું પાણી
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૬
g96 ૭/૮ પાન ૨૯

વિશ્વને નિહાળતા

સ્ત્રીઓ માટે વધારાનો કાર્ય બોજ

_

શું પુરુષો અને સ્ત્રીઓ ઘરકામના સરખી રીતે સહભાગી થાય છે? જર્મન ફેડરલ ઓફિસ ઓફ સ્ટેટિસ્ટિક્સે કરેલા સર્વેક્ષણ અનુસાર ના. અર્થશાસ્ત્રી નોર્બર્ટ સ્વાર્ત્ઝ અને ડીટર સાફરે ૭,૨૦૦ ઘરકુટુંબોને ઘરકામ કરવા વિતાવેલા સમયનું પૃથ્થકરણ કરવા અને નોંધી રાખવા કહ્યું. સર્વેક્ષણમાં વાસણ માંજવાનો, ખરીદી કરવાનો, બીમાર સગાસંબંધીઓની કાળજી રાખવાનો, અને કારની મરામત કરવાનો સમાવેશ થતો હતો. “સ્ત્રીઓ પાસે નોકરી હોય કે ન હોય, તેઓએ પુરુષો પગાર વગરનું કામ કરવા પાછળ જેટલો સમય વિતાવે છે એથી લગભગ બમણો સમય વિતાવ્યો,” સુડ્ડોઈચ ત્ઝાઇતુંગએ અહેવાલ આપ્યો.

ખરેખર મોટું, દુર્ગંધ મારતું ફૂલ

_

દુનિયામાં સૌથી મોટું ફૂલ વાસ્તવમાં એક વિચિત્ર સર્જન છે. રાફ્લેસિયા નામથી ઓળખાતું એ ફૂલ બસના ટાયરના કદનું હોય છે અને એક માનવી ગર્ભ બંધાવાથી માંડીને જન્મ થતા સુધી જેટલો સમય લે છે એટલો સમય એને ખીલવા માટે લાગે છે. અને ફૂલના ગજરામાં પસંદગી ન પામવા માટે એનું કદ એકલું કારણ નથી. તે ગંધાય છે. પુષ્પપરાગથી ફલિત થવા માટે એ ફૂલે માખીઓને આકર્ષવી પડે છે, જે માટે રાફ્લેસિયા સડેલા માંસની જેમ ગંધાય છે. ભૂતકાળમાં મલેશિયાના વર્ષા જંગલમાં રહેતા ગામડાવાસીઓએ રાફ્લેસિયાનું ઉપનામ ડેવિલનો કટોરો પાડ્યું હતું અને જોતાની સાથે જ એને કાપી નાખતા. તેમ છતાં, સાઉથ ચાઈના મોર્નીંગ પોસ્ટ અનુસાર, મલેશિયાના રાજ્યના કિનાબાલુ પાર્કે એ જૂજ ફૂલનાં રક્ષણ માટે પગલાં લીધાં છે જેથી વૈજ્ઞાનિકો એનો વધુ અભ્યાસ કરી શકે. હવે સ્થાનિક ગામડાવાસીઓ પર્યટકોને રાફ્લેસિયાના ફોટા પાડવા જંગલમાં દોરી જઈને વધારાના પૈસા કમાય છે. નિ:શંક, મોટા ભાગના લોકો એનાથી સમજીને દૂર જ રહે છે.

“અધિકસેકન્ડ” ૧૯૯૫માં ઉમેરવામાં આવી

_

એમ લાગે છે કે પૃથ્વીનું ભ્રમણ સમય માપવાનું સૌથી ભરોસાપાત્ર ધોરણ નથી. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, વૈજ્ઞાનિકો પાસે સમય માપવાની સૌથી વધુ ચોક્કસ પદ્ધતિ છે—સીઝીયમ અણુ. અણુ ઘડિયાળના મુખ્ય ભાગ તરીકે વાપરવામાં આવતા સીઝીયમના અણુ સેકન્ડના બરાબર ૯,૧૯,૨૬,૩૧,૭૭૦ વખત કંપન કરે છે. એ દરે, અણુ ઘડિયાળ “૩,૭૦,૦૦૦ વર્ષોમાં માત્ર એક સેકન્ડની ક્ષતિ હોવાની બડાઈ મારે છે.” સરખામણીમાં, પૃથ્વીનું ભ્રમણ લગભગ દસ લાખ વખત ઓછું ચોક્કસ છે, એ કારણસર અમુક ચોક્કસ ગાળાએ “અધિકસેકન્ડ” ઉમેરવી પડે છે. સમય માપતા એક આંતરરાષ્ટ્રીય જૂથે એવી એક “અધિકસેકન્ડ” ૧૯૯૫ના અંતે ઉમેરવાનો નિર્ણય કર્યો. એણે “આપણા ગ્રહના ભ્રમણ અને સમયની કૂચને” સમક્રમિક રહેવા દીધા. જોકે, વૈજ્ઞાનિકો એનો યશ પોતે લઈ શકતા નથી. છેવટે તો, “ઘડિયાળના અણુના તત્ત્વોની ગતિ, ભૂમંડળકીય વ્યવસ્થાના ભવ્ય ક્રમની નાના પાયે નકલ જ કરે છે,” એમ ટાઈમ્સ કહે છે.

સૂર્યપ્રકાશ ઉમંગ વધારે છે

_

વધારે કુદરતી પ્રકાશ મકાનમાં લાવવાથી “વધુ ઉત્પાદકતા” અને “ઓછી ગેરહાજરી” પરિણમે છે, ધ વોલ સ્ટ્રીટ જર્નલ અહેવાલ આપે છે. અસલમાં નોકરીના સ્થળે સૂર્યપ્રકાશ અંદર આવે એ રીતે ઉર્જા બચાવવા કરવામાં આવેલી મકાનની રચના કામદારોના સુધરેલા ઉમંગમાં પરિણમી છે. દાખલા તરીકે, લોકહીડ કોર્પોરેશન નામની એક ગંજાવર કંપનીએ એક નવી ઓફિસ કેલિફોર્નિયાના સનીવેલમાં ખોલી ત્યારે, તેની ઉર્જા-કાર્યક્ષમ રચનાએ “પૂરેપૂરી ઉર્જાની કિંમતને અડધી કરી નાખી.” જોકે, લોકહીડે અપેક્ષા રાખી ન હતી કે, કામદારોને આસપાસની નવી પરિસ્થિતિ એટલી બધી ગમશે જેથી ૧૫ ટકા “ગેરહાજરી ઘટી જશે.” મકાનમાં વધુ સૂર્યપ્રકાશ આવવા દેવાના લાભો છૂટક વેપારીઓ મધ્યે ધ્યાન બહાર ગયા નથી. એક વેપારીને જાણવા મળ્યું કે કૃત્રિમ પ્રકાશને બદલે કુદરતી પ્રકાશ વાપરતી દુકાનોમાં વેચાણ “નોંધપાત્રપણે ઊંચું” હતું.

“ટીબી ટાઈમ બોમ્બ”

_

ઘણા ઔષધોનો પ્રતિકાર કરતો ટ્યૂબરક્યુલોસીસ (ટીબી)નો નવો પ્રકાર ભારતમાં દર અઠવાડિયે ૧૦,૦૦૦ લોકોને મારી નાખે છે, એમ ઇન્ડિયન એક્ષપ્રેસએ અહેવાલ આપ્યો. વિશ્વ આરોગ્ય સંસ્થાના ક્રેગ ક્લાઉટ અનુસાર, ભારત “ટીબીના ટાઈમ બોમ્બ પર બેઠું” છે. વિશ્વવ્યાપી, ૧.૭૫ અબજ લોકો ટ્યૂબરક્યુલોસીસના બેક્ટેરિયમથી ચેપગ્રસ્ત છે. બ્રિટિશ તબીબી સામયિક ધ લાન્સેટએ યોજેલી સભામાં ૪૦ દેશોમાંથી ભેગા થયેલા નિષ્ણાતોના વૃંદે કહ્યું કે ઔષધની કંપનીઓ બજારમાં જરૂરી નવા ઔષધ લાવવા માટે નાણાં રોકવા ઇચ્છુક નથી કેમ કે મોટા ભાગના કિસ્સાઓ વિકસી રહેલા ગરીબ દેશોમાં બને છે.

પીડા વગર ઊંઘવું

_

દુકાનોમાં મળતાં પીડાનાં અમુક ઔષધ અનિદ્રામાં ફાળો આપી શકે, ટફ્‌ટ્‌સ યુનિવર્સિટી ડાએટ એન્ડ ન્યૂટ્રિશન લેટર અહેવાલ આપે છે. “એનું કારણ એ છે કે કેટલીક પ્રખ્યાત છાપની પીડાનાશક દવા એક કપ કોફીમાં હોય એટલું કે એથી વધારે કેફીન ધરાવે છે.” કેફીન—એક હળવું ઉત્તેજક—ઘણીવાર એસ્પિરિનની ગોળીમાં તથા બીજી પીડાનાશક દવામાં એની અસરકારકતા વધારવા માટે ઉમેરવામાં આવે છે. હકીકતમાં, કેટલીક પ્રખ્યાત છાપ બે ગોળીના ડોઝમાં ૧૩૦ મિલિગ્રામ સુધીનું કેફીન ધરાવે છે. એ કોફીના “સરેરાશ કપમાં મળતા ૮૫ મિલિગ્રામ કરતાં ઘણું જ વધારે” છે. તેથી સમાચારપત્ર ભલામણ કરે છે કે એ કેફીન ધરાવે છે કે નહિ એ જોવા માટે પીડાનાશક દવાના લેબલનાં “સક્રિય તત્ત્વો” તપાસવાં જોઈએ.

પાણીને નિહાળતું જગત

_

“હવે પછીની સદીના યુદ્ધો પાણી માટે થશે,” વિશ્વ બેંકના પર્યાવરણના ઉપપ્રમુખ, ઈસ્માએલ સેરાગેલડીન ચેતવણી આપે છે. સેરાગેલડીન અનુસાર, ૮૦ દેશોમાં પાણીની તંગી છે જે આરોગ્ય તથા અર્થતંત્ર માટે જોખમ છે. પરંતુ પૃથ્વી પર જરૂરી પાણી અપ્રાપ્ય છે એવો કોયડો નથી. “પૃથ્વી પર તાજા પાણીનું કુલ પ્રમાણ માનવી વસ્તીની કલ્પિત સર્વ જરૂરિયાતો કરતાં વધારે છે,” જળવૈજ્ઞાનિક રોબર્ટ એમ્બ્રોજી કહે છે. મોટા ભાગની કટોકટી પાણીના નબળા વહીવટને કારણે છે. સિંચાઇ માટે વાપરવામાં આવતું અડધા ભાગનું પાણી ભૂગર્ભમાં ઝમે છે કે બાષ્પીભવન થઈ જાય છે. શહેરના પાણીના પુરવઠાની વ્યવસ્થામાં ૩૦થી ૫૦ ટકા પાણી ગળે છે, અને કેટલીક વાર એથીયે વધારે. “એવો સમય આવે છે,” ધ ઇકોનોમિસ્ટ કહે છે, “જ્યારે પાણીને તેલની જેમ જોવામાં આવશે, હવાની જેમ મફત નહિ.” (g96 6/8 & 6/22)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો