વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૫/૮ પાન ૧૯
  • આફ્રિકામાં એઇડ્‌સ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આફ્રિકામાં એઇડ્‌સ
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • ધર્મ—શું એણે ભાગ ભજવ્યો?
  • આફ્રિકા કઈ રીતે “ખ્રિસ્તી” બન્યું
  • પશ્ચિમી મનોરંજનનું આક્રમણ
  • કટોકટીનો ઉકેલ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૫/૮ પાન ૧૯

આફ્રિકામાં એઇડ્‌સ

ખ્રિસ્તીરાષ્ટ્ર

કેટલી હદે

જવાબદાર છે?

સજાગ બનો!ના આફ્રિકામાંના ખબરપત્રી તરફથી

આ લેખમાં ઉલ્લેખ્યા પ્રમાણે, “ખ્રિસ્તીરાષ્ટ્ર” શબ્દાવલિ બાઇબલના ખ્રિસ્તીધર્મથી ભિન્‍ન, કહેવાતા ખ્રિસ્તીધર્મનો ઉલ્લેખ કરે છે.

ખ્રિસ્તીરાષ્ટ્ર

“જગતનો એ ભાગ જ્યાંના મોટા ભાગના રહેવાસીઓ ખ્રિસ્તીધર્મ ધરાવતા હોવાનું જાહેર કરે છે.”—વેબર્સ્ટ ન્યૂ વર્લ્ડ ડિક્ષનરી.

એઇડ્‌સ

“પ્રાપ્ત કરવામાં આવેલી રોગપ્રતિકારશક્તિની અછતની સ્થિતિ જે વાઇરસનો ચેપ લાગેલા રોગપ્રતિકારતંત્રના કોષો સાથે સંબંધિત છે.”

—વેબર્સ્ટ નાઈન્થ ન્યૂ કલીજિયેટ ડિક્ષનરી.

એઇડ્‌સ એક ગોળાવ્યાપી મરકી છે. અંદાજ પ્રમાણે એક કરોડ ૭૦ લાખ લોકોને એઇડ્‌સ પેદા કરતા વાઇરસ HIV (એચઆઈવી)નો ચેપ લાગ્યો છે. અને એ ઝડપથી ફેલાય રહ્યો છે.

એ મરકી સાથે સંકળાયેલા તબીબી, રાજકીય, અને લાગણીમય વાદવિષયોને ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે ત્યારે, સંકળાયેલા ધાર્મિક વાદવિષયો વિષે બહુ થોડું કહેવામાં આવ્યું છે. હવે એઇડ્‌સના ફેલાવા સાથે ધર્મ સંકળાયેલો હોય એવો વિચાર કેટલાક વાચકોને અવાસ્તવિક લાગી શકે. પરંતુ તમે આફ્રિકા ખંડમાં વિકસેલી પરિસ્થિતિનો વિચાર કરો તો એ વિસંગત જણાતું નથી.

એઇડ્‌સ આફ્રિકામાં મોટા પ્રમાણમાં લાગુ પડ્યો છે.a કેટલાક કહે છે કે દુનિયાભરના એઇડ્‌સના કિસ્સાઓના ૬૭ ટકાનું ધામ એ ખંડમાં છે. ચાડમાં નોંધવામાં આવેલા કિસ્સાઓની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૦ગણી વધી છે. તોપણ, એવો અંદાજ કાઢવામાં આવે છે કે સર્વ કિસ્સાઓમાંથી ફક્ત ત્રીજા ભાગના કિસ્સાઓ જ નોંધાવવામાં આવ્યા છે. વર્લ્ડ બેન્કના એક અહેવાલ અનુસાર, એઇડ્‌સ આફ્રિકાના ઘણા શહેરી વિસ્તારોમાં પુખ્તવયની વ્યક્તિઓના મરણનું સૌથી સામાન્ય કારણ બન્યો છે.

a વધુ માહિતી માટે, અવેક! ઓગસ્ટ ૮, ૧૯૯૨ના અમારા અંકમાં “આફ્રિકામાં એઇડ્‌સ—એનો અંત કઈ રીતે આવશે?” શૃંખલા જુઓ.

ધર્મ—શું એણે ભાગ ભજવ્યો?

નિશ્ચે, ખ્રિસ્તીધર્મ—ઈસુ ખ્રિસ્તે શીખવેલો ધર્મ—એ આફત માટે જવાબદાર ન ઠરાવી શકાય. જોકે, નીચે બતાવ્યા પ્રમાણે, “ખ્રિસ્તીરાષ્ટ્ર” શબ્દ જ્યાંના લોકો ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે એ દેશોનો સમાવેશ કરે છે. અને ખ્રિસ્તીરાષ્ટ્ર સ્પષ્ટપણે જ સંડોવાયેલું છે. એવું નથી કે ચર્ચોએ એઇડ્‌સનો વાઇરસ પેદા કર્યો હોય કે એને સીધેસીધો ફેલાવ્યો હોય. પરંતુ આફ્રિકામાં પ્રાથમિક રીતે અવિવેકી વિજાતીય પ્રવૃત્તિને લીધે એઇડ્‌સ ફેલાયો છે.b આમ એઇડ્‌સને નૈતિક કોયડો કહી શકાય, અને એમ હોવાથી, કેટલાક ચિંતાજનક ધાર્મિક પ્રશ્નો ઊભા કરે છે. છેવટે તો, આફ્રિકી “ખ્રિસ્તીધર્મ” પશ્ચિમી દેશોમાંથી સીધેસીધો આવ્યો હતો. ચર્ચના આગેવાનોએ ધર્મના પોતાના પ્રકારમાં આફ્રિકનોનું ધર્માંતર કરાવવાનું પોતે પોતે ઉપાડી લઈ દાવો કર્યો કે એ રૂઢિગત આફ્રિકી જીવનમાર્ગ કરતા વધારે સારો જીવનમાર્ગ રજુ કરતો હતો. શું ખ્રિસ્તીરાષ્ટ્રની અસરે એના નવા અનુષંગીઓની નૈતિકતા ખરેખર સુધારી? એઇડ્‌સની કટોકટી આબેહૂબ રીતે પ્રદર્શિત કરે છે કે તદ્દન વિરુદ્ધ બાબત બની.

b એ રોગ લોહીની આપલે દ્વારા અને નસ મારફતે ડ્રગ્સ લેવામાં વપરાયેલી સોયનો ઉપયોગ કરવાથી પણ ફેલાઈ શકે. કેટલાક નિર્દોષ ખ્રિસ્તીઓને જાતીય અનૈતિકતા કરનાર કે ડ્રગ્સનો દુરુપયોગ કરનાર સાથી પાસેથી એ રોગનો ચેપ લાગ્યો છે.

દાખલા તરીકે, ચાડ દેશનો વિચાર કરો. એના ચાર મુખ્ય શહેરોમાંથી ત્રણમાં “ખ્રિસ્તીઓ”ની મોટી વસ્તી છે. ચોથું મુખ્યત્વે મુસ્લિમ છે. તોપણ, હવે ત્રણ “ખ્રિસ્તી” શહેરોમાં વાઇરસ ફાલ્યો છે! આખા ખંડમાં એવી જ ઢબનું પુનરાવર્તન થયું છે. મુસ્લિમ બહુમતિવાળા ઉત્તર આફ્રિકા કરતા મધ્ય અને દક્ષિણી આફ્રિકા, જે નામધારી ખ્રિસ્તી છે, એમાં ચેપનો દર ઘણો ઊંચો છે.

આફ્રિકા કઈ રીતે “ખ્રિસ્તી” બન્યું

શા માટે એ વાઇરસ ખ્રિસ્તના અનુયાયી હોવાનો દાવો કરતા લોકો મધ્યે આટલી ઝડપથી ફેલાયો? વાસ્તવમાં, ઘણા આફ્રિકનો ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે છતાં, પ્રમાણમાં થોડા જ લોકો બાઇબલમાં આપવામાં આવેલા ખ્રિસ્તીધર્મના નૈતિક ધોરણો પ્રમાણે ખરેખર જીવે છે. એ ખ્રિસ્તીરાષ્ટ્રના મિશનરીઓએ આફ્રિકી વસ્તીનું જે રીતે “ધર્માંતર” કર્યું એનું સીધેસીધું પરિણામ હોય એમ જણાય છે.

ખ્રિસ્તીરાષ્ટ્રની રૂઢિગત માન્યતાઓ ૧૮મી અને ૧૯મી સદીઓમાં હુમલા હેઠળ આવી. ઉચ્ચતર ટીકાવાદ (higher criticism) લોકપ્રિય બન્યો, જેણે ઘણાની દૃષ્ટિમાં બાઇબલને ફક્ત પ્રાચીન સાહિત્યનો એક ટુકડો બનાવી દીધું. ઉત્ક્રાંતિવાદ સ્વીકાર પામવા લાગ્યો, અરે પાદરીઓ મધ્યે પણ. શંકાના બી વાવવામાં આવ્યાં. પવિત્ર શાસ્ત્રમાંના વિશ્વાસ વિષે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. એવા વાતાવરણમાં, કંઈ નવાઈ નથી કે આફ્રિકનોનું “ધર્માંતર” કરવાના ખ્રિસ્તીરાષ્ટ્રના પ્રયત્નો મુખ્યત્વે દુન્યવી બાબતો પર કેન્દ્રિત હતા. ચર્ચના મિશનરીઓએ સામાજિક સુવાર્તાનો પ્રચાર કરી ધર્માંતર પામેલાઓને નૈતિકતાના બાઇબલના ધોરણોના સુમેળમાં આવવામાં મદદ કરવાને બદલે માનવ કલ્યાણના કાર્યો પર વધારે ભાર મૂક્યો. કદાચ અજાણપણે, ખરેખર મિશનરીઓએ તો અસ્તિત્વ ધરાવતા નૈતિક માળખાને કોરી ખાવામાં મદદ કરી.

દાખલા તરીકે, ઘણી આફ્રિકી સંસ્કૃતિઓમાં બહુપત્નીત્વનો રિવાજ લાંબા સમયથી ચાલતો આવ્યો હતો. જોકે, જાતીય અવિવેક જૂજ હતો, કેમ કે મોટા ભાગના કુળોમાં વ્યભિચારને લગતા કડક નિયમો હતા. શાળાના એક નિવૃત્ત શિક્ષક જોસેફ ડારનાસ, જે ચાડમાં પ્રખ્યાત છે, તેમણે સજાગ બનો!ને કહ્યું કે ચર્ચના મિશનરીઓના આગમન પહેલાં “માનવામાં આવતું હતું કે વ્યભિચાર બદનસીબ લાવે છે.” પરિણામે, “સમાજને જોખમમાં મૂકવા માટે દોષિતોને ભારે શિક્ષા કરવામાં આવતી—ઘણી વાર મોતની.” વહેમ? હા, પરંતુ એવી માન્યતાઓએ જાતીય અવિવેક પર કાપ મૂક્યો.

પછી ખ્રિસ્તીરાષ્ટ્રના મિશનરીઓ આવ્યા. તેઓએ બહુપત્નીત્વ વિરુદ્ધ પ્રચાર કર્યો પરંતુ નૈતિકતાના બાઇબલના ધોરણો લાગુ પાડવા માટે કંઈ ન કર્યું. બિનપશ્ચાતાપી વ્યભિચારીઓને ખ્રિસ્તી મંડળમાંથી દૂર કરવામાં આવવા જોઈએ એમ બાઇબલ કહે છે છતાં, ખ્રિસ્તીરાષ્ટ્રના ચર્ચો અપરાધીઓ વિરુદ્ધ ભાગ્યે જ શિસ્તના પગલાં લે છે. (૧ કોરીંથી ૫:૧૧-૧૩) આજ સુધી, ઘણા આગવા આફ્રિકી રાજકારણીઓ તેઓના અનૈતિક લફરાં માટે કુખ્યાત છે, અને તોપણ તેઓ ચર્ચમાં સારું સ્થાન ધરાવતા સભ્યો તરીકે ચાલુ રહે છે. આફ્રિકામાં નામધારી ખ્રિસ્તીઓ મધ્યે વૈવાહિક વફાદારી જૂજ હોય છે.

વળી કેટલાક પાદરીઓએ પોતે બેસાડેલું ખરાબ ઉદાહરણ પણ છે. આ કુટુંબાભિમુખ સંસ્કૃતિમાં, લગ્‍ન કરવું અને ઘણાં બાળકો હોવાં સામાન્ય છે. કદાચ એ કારણથી જ કેથલિક પાદરીઓની આશ્ચર્યજનક સંખ્યા વિશુદ્ધતા અને બ્રહ્મચર્યની પોતાની પ્રતિજ્ઞાને કચડી નાખવાને ન્યાયી ઠેરવે છે. મે ૩, ૧૯૮૦ના ધ ન્યૂ યોર્ક ટાઈમ્સએ અહેવાલ આપ્યો: “જંગલના ઘણા ભાગોમાં, . . . પાદરીઓ અને બિશપો બહુપત્નીત્વ આચરતા હોય છે.”

સ્વાભાવિકપણે જ, એવા લગ્‍નો કાયદેસર હોતા નથી, અને “પત્નીઓ,” ખરેખર તો ફક્ત રખાતો હોય છે. એવા ગેરવર્તનને બિનમહત્ત્વનું કહી બાજુએ મૂકી શકાય નહિ. ટાઈમ્સ અનુસાર, “એક આગવા કેથલિક પાદરી” કબૂલે છે કે “આફ્રિકી પાદરી ઈસુ ખ્રિસ્તનો સેવક હોવાને બદલે અધિકારનું ચિહ્‍ન, સત્તાની મૂર્તિ છે.” એ “અધિકારીઓ”નો સંદેશો “હું કહું તેમ કર પરંતુ કરું તેમ ન કર” હોય એમ જણાય છે.

પશ્ચિમી મનોરંજનનું આક્રમણ

વળી, તાજેતરના વર્ષોમાં આફ્રિકામાં આવેલું જાતીય અનૈતિક મનોરંજનનું પૂર પણ નજર બહાર ન રાખવાની બાબત છે. ચાડમાં એવું મનોરંજન રજૂ કરતી, દેખરેખ વિનાની, વિડીયો બતાવતી દુકાનો ઠેરઠેર ઊભી થઈ છે—ખાનગી ઘરોમાં, ગેરેજોમાં, અને મોટા ભાગે તો, અંધારુ થયા પછી આંગણામાં. એવા શો સસ્તા હોય છે, અરે ઘણી વાર તો એ ફક્ત ૨૫ ફ્રેંક્સ (૫ સેંટ્‌સ, યુ.એસ.)ના હોય છે. નાના બાળકો એ જોવા જાય છે. એ સામગ્રી ક્યાંથી આવે છે? એમાંની ઘણી યુનાઈટેડ સ્ટેટ્‌સમાંથી આવે છે—મુખ્યત્વે ખ્રિસ્તી હોવાનો દાવો કરતો દેશ!

પરંતુ એ પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણે નિહાળનારાઓને ખરેખર કોઈ અસર કરી છે? સેન્ટ્રલ આફ્રિકાનો ૧૪ વર્ષનો અનુભવ ધરાવતા, યહોવાહના સાક્ષીઓના એક મિશનરી કહે છે: “ઘણી વાર સ્થાનિક લોકો વિડીયો પર જુએ છે એ સિવાય પશ્ચિમી જગત સાથે કંઈ સંપર્ક ધરાવતા હોતા નથી. તેઓ એ ચલચિત્રોમાં જુએ છે એવા પશ્ચિમના લોકો જેવા બનવા માગે છે. એ સાબિત કરવા માટે મને અભ્યાસનો કોઈ દસ્તાવેજ મળ્યો નથી, પરંતુ અહીં મોટા ભાગના લોકોને એ સ્પષ્ટ જણાય છે કે એવું મનોરંજન જાતીય અનૈતિકતાને ઉત્તેજન આપે છે.”

કેટલું કટાક્ષભર્યું કે આરોગ્ય અધિકારીઓ જાતીયતાથી વહન થતા એક ઘાતક રોગનો ફેલાવો અટકાવવા મરણિયા બની પ્રયત્ન કરે છે ત્યારે, કહેવાતા ખ્રિસ્તી દેશો અનૈતિક, જોખમી વર્તનને પ્રોત્સાહન આપતો મતપ્રચાર છૂટો મૂકે છે! ચર્ચોએ ઘરઆંગણે કે પરદેશમાં એ ભરતી અટકાવવા માટે કંઈ કર્યું નથી ત્યારે, ચાડ અને કેમરૂન જેવી કેટલીક આફ્રિકી સરકારોએ પોતાના દેશમાં બીભત્સ સામગ્રીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો કે ઓછામાં ઓછું એને મર્યાદિત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ઘણી વાર તેઓના પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે.

એ સર્વનું છેવટનું પરિણામ છે આફ્રિકી “ખ્રિસ્તીઓ” મધ્યે વિસ્તૃત પ્રમાણમાં નૈતિક પતન. નબળી આર્થિક પરિસ્થિતિની પણ છૂપી અસર પડી છે. નોકરીઓની અછત હોવાથી, ઘણી વાર નોકરીની શોધમાં પુરુષોને મહિનાઓ સુધી પોતાના કુટુંબથી દૂર રહેવાની ફરજ પડે છે. એવા પુરુષો સ્થાનિક વેશ્યાઓનું દેખીતું નિશાન બને છે. જોકે, સામાન્ય રીતે, વેશ્યાઓ પોતે પણ ગરીબીનો ભોગ બનેલી હોય છે. કન્યાની કિંમત તરીકે બેહદ રકમ માગતા માબાપ પણ એક ઘટક છે. ઘણા પુરુષો લગ્‍ન કરતા નથી કેમ કે તેઓ કન્યાની કિંમત તરીકે ચૂકવવા માટે જરૂરી પૈસા ભેગા કરી શકતા નથી. તેથી કેટલાક હંગામી લફરાંવાળું જીવન જીવતા હોય છે. એવા નૈતિક અને આર્થિક વાતાવરણમાં, એઇડ્‌સ ઝડપથી ફેલાયો છે.

કટોકટીનો ઉકેલ

દેખીતી રીતે જ, આફ્રિકામાં એઇડ્‌સની કટોકટીનો બધો દોષ ખ્રિસ્તીરાષ્ટ્રનો નથી. પરંતુ મોટા ભાગનો દોષ એનો છે એ દુઃખદપણે સ્પષ્ટ છે. ઈસુએ જેઓને “ખરા ભજનારા” કહ્યા તેઓ મધ્યે હોવાનું ઇચ્છનારી વ્યક્તિઓ માટે એમાં ગંભીર સૂચનો રહેલાં છે.—યોહાન ૪:૨૩.

દોષની વાત તો બાજુએ રહી, પરંતુ એઇડ્‌સની મરકી અટકાવવા માટે શું કરી શકાય? આફ્રિકી સરકારોએ એઇડ્‌સ નિવારણની ઝુંબેશ ઉપાડી નિરોધના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાના નાઈજીરિયાના પ્રતિનિધિ ડો. સેમ્યુઅલ બ્રૂ-ગ્રેવ્ઝે આ નિખાલસ કબૂલાત કરી: “વ્યક્તિએ આરોગ્યપ્રદ જીવનઢબ અપનાવવી જ જોઈએ . . . , જ્યારે કે કુટુંબે . . . જાતીય અવિવેક નિવારવો જ જોઈએ.”

એઇડ્‌સ સામાન્ય શબ્દ બન્યો એના ઘણા સમય અગાઉ, બાઇબલે જાતીય અવિવેક ધિક્કાર્યો હતો અને વિશુદ્ધતા, આત્મસંયમ, તથા વૈવાહિક વફાદારીને પ્રોત્સાહન આપ્યું હતું. (નીતિવચન ૫:૧૮-૨૦; ૧ કોરીંથી ૬:૧૮) આફ્રિકામાંના લાખો યહોવાહના સાક્ષીઓ પોતે સાબિતી આપી શકે કે એ સિદ્ધાંતો અનુસરવા એ એઇડ્‌સ અને જાતીયતાથી વહન થતા બીજા રોગો સામે ઘણું જ રક્ષણ પૂરું પાડે છે. તેઓ બાઇબલના ધોરણોને વળગી રહે છે એ ખ્રિસ્તીરાષ્ટ્ર માટે ખરેખરું તહોમતનામું છે. એ સાચા ખ્રિસ્તીઓએ પોતાની આશા આવનાર નવી દુનિયામાં મૂકી છે જેમાં ‘ન્યાયીપણું વસશે.’ (૨ પીતર ૩:૧૩) વિશ્વાસ ધરાવતા માણસો માટે, એ એઇડ્‌સની કટોકટીનો છેવટનો ઉકેલ છે. (g96 4/22)

“જંગલના ઘણા ભાગોમાં, . . . પાદરીઓ અને બિશપો બહુપત્નીત્વ આચરતા હોય છે.”—ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ

ખ્રિસ્તીરાષ્ટ્રના પાદરીઓના ખરાબ ઉદાહરણે આફ્રિકામાં જાતીય અવિવેકની મરકી ભડકાવી છે

યુવાનિયાઓ “ખ્રિસ્તી” દેશોએ નિકાસ કરેલા અનૈતિક મનોરંજનના સંપર્કમાં આવે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો