વિશ્વને નિહાળતા
સુખનું રહસ્ય?
_
બ્રિટનવાસીઓ ૨૫ વર્ષ અગાઉ હતા તેના કરતાં વધારે તંદુરસ્ત અને વધારે ધનાઢ્ય હોવા છતાં, લંડનના ધ ડેઈલી ટેલીગ્રાફમાં આવેલા સર્વેક્ષણ અનુસાર, તેઓ સામાન્ય રીતે ઓછા સુખી છે. મધ્ય સાંખિક ઓફિસના સામાજિક વલણના આ અહેવાલની શોધો સાથે સહમત થઈને, એક અમેરિકી સમાજવાદી પુષ્ટિ કરે છે કે સાચું સુખ “જીવનમાં હેતુ” ધરાવવાથી મળે છે જેમાં “યથાયોગ્ય ધ્યેયો પાછળ દોડવા”નો સમાવેશ થાય છે. આશરે ૪૦૦ લોકોનો ઈન્ટર્વ્યૂ લીધા પછી, ન્યૂઝીલેન્ડના બે સંશોધકો સરખા નિષ્કર્ષ પર આવ્યા—કે મોટા ભાગના લોકો સુખને “પોતાના અસ્તિત્વમાં વ્યવસ્થા અને હેતુના સ્વીકાર” પર આભારી ગણે છે. પરિણીત અને ચુસ્ત ધાર્મિક ખાતરીવાળા લોકો સંતોષ અનુભવે એ વધારે શક્ય છે. બ્રિટનમાં લગ્ન અને ધાર્મિક વિશ્વાસમાં પડતીની દ્રષ્ટિએ, વર્તમાનપત્ર એવા નિષ્કર્ષ પર આવે છે કે “એક રાષ્ટ્ર તરીકે, આપણે વધારે દુઃખી થવાનું ચાલુ રાખીશું.”
વાહનવ્યવહાર-સંબંધી મરણો
_
આર્જેન્ટિના વર્તમાનપત્ર કલેરિન અનુસાર, દર ૧,૦૦,૦૦૦ રહેવાસી દીઠ ૨૬ મરણસહિત, આર્જેન્ટિના હવે વાહનવ્યવહાર-સંબંધી મરણોની સંખ્યામાં દુનિયાભરમાં આગળ છે. દેશમાં ૧૯૯૩ દરમ્યાન ૮,૧૧૬ મરણો થયાં હતાં. સંખ્યા ૧૯૯૪માં વધીને ૯,૧૨૦ થઈ. પરંતુ ૧૯૯૫ના પ્રથમ છ મહિનામાં, વાહનવ્યવહાર-સંબંધી ૫,૦૦૦ કરતાં વધુ મરણો થઈ ચૂક્યાં હતાં. વર્ષ ૧૯૯૪માં આશરે ૨૫ ટકા પગપાળા ચાલનારા ભોગ બન્યા હતા. બ્યુનોસ એરીસમાં જ, વાહનવ્યવહાર-અકસ્માત મરણો ૭૯ ટકા વધ્યાં. મોટા ભાગના અકસ્માતો વાહનચાલક બીજા વાહનોને પસાર કરવામાં યોગ્ય ગણતરી કરવામાં નિષ્ફળ જવાને કારણે થયા હતા.
હાથીઓ માટે સૌંદર્યપ્રસાધન-નિષ્ણાત
_
ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં હાથીઓ, ઘણું કરીને પોતાના દંતુશળ પર, ભારે બોજ ઊપાડે છે. પરંતુ ઘણા હાથીઓનો ઉપયોગ મંદિરનાં સરઘસો તથા ધાર્મિક તહેવારોમાં પણ થાય છે. આ પ્રસંગો પહેલાં, ધંધાદારી સૌંદર્યપ્રસાધન-નિષ્ણાત (professional beautician) તેઓના ચહેરાને ઊઠાવ આપતો નથી, પરંતુ દંતુશળ કાતરે છે. કેરળમાં આ કસબ કાર્ય કરનાર એક માત્ર વ્યક્તિ પી. કે. શશીધરનએ પોતાની કુશળતા પોતાના દાદા પાસેથી મેળવી હતી. તે કઈ રીતે નક્કી કરે છે કે કેટલું કાતરી નાખવું? વિશિષ્ટતાઓ—જે હાથીની ઊંચાઈ, કદ, અને શરીરના આકાર પર આધારિત છે—બહુ જ ખાનગી રાખવામાં આવતું કૌટુંબિક રહસ્ય છે. પશુ સહકાર આપે તો, આ કાતરણી આશરે ત્રણ કલાક ચાલે છે, પરંતુ તોફાની હાથી ભય ખડો કરે છે અને વધારે સમય લઈ શકે. સૌંદર્યનાં કારણો ઉપરાંત, કામ કરતા હાથીઓના દંતુશળો, બોજ ઉપાડવા માફકસરની લંબાઈના રાખવા માટે, દર બે વર્ષે કાતરવા પડે છે.
ઊભો થઈ રહ્યો છેઃ જંગલો વિનાનો પ્રથમ એશિયન દેશ
_
ફિલિપાઈન્સ સમૂળગો વનવિહીન બનવાનો સામનો કરી રહ્યું છે, એવી ચેતવણી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) આપે છે. “વસ્તીનું દબાણ અને આડેધડ લાકડાં કાપવાં” ફિલિપાઈન્સમાં વૃક્ષાચ્છાદિત વધુને વધુ જમીન ઓહિયા કરી જાય છે. બીજા વિશ્વ યુદ્ધ પહેલાં, દેશના ૬૦થી ૭૦ ટકા જંગલથી છવાયેલા હતા. આજે, ફક્ત ૧૫ ટકા છે. UNDP સમાચારપત્ર અપડેટ જણાવે છે, “૨૦૦૦ વર્ષ સુધીમાં, ફિલિપાઈન્સ પોતાનો બધો જ જંગલપ્રદેશ અને વૃક્ષોનું આવરણ ગુમાવનાર પ્રથમ એશિયન દેશ બની શકે.”
“ધીરજથી મારી નાખનાર”
_
યુનાઇટેડ નેશન્સ ૬૪ દેશોમાં ભૂમિ પર બિછાવેલી અંદાજે ૧૧ કરોડ સુરંગો દૂર કરવાનું શરૂ કરવા $૭ કરોડ ૫૦ લાખ ઊભા કરવા પ્રયાસ કરી રહ્યું છે, એવો અહેવાલ ઈન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રીબ્યુન આપે છે. એક વ્યક્તિઘાતક (antipersonnel AP) સુરંગની કિંમત આશરે ફક્ત $૩ થાય છે જે સિગરેટના એક ખોખા કરતાં વધારે નથી. પરંતુ ભૂમિ પરથી આવી સુરંગ શોધી કાઢી દૂર કરવાનો ખર્ચ $૩૦૦ અને $૧,૦૦૦ વચ્ચે થાય છે. સુરંગ હટાવવાનું કાર્ય બીજા એક કોયડાને કારણે ખોરંભે પડે છે. યુનાઇટેડ નેશન્સ પ્રવક્તાએ કહ્યું: “દસ કરોડ કરતાં વધારે સુરંગ બિછાવેલી છે જ તે ઉપરાંત, દર વર્ષે ૨૦ લાખ નવી AP સુરંગો બિછાવવામાં આવી રહી છે.” નિષ્ણાતો સહમત થાય છે કે કમ્બોડિયાના જનરલે જેને “કદી નિષ્ફળ ન જનાર ધીરજથી મારી નાખનાર” તરીકે વર્ણવી છે એવી સુરંગોથી દુનિયાને સ્વચ્છ કરવામાં દાયકાઓ લાગી જશે.
હૃદયના હુમલાના ભોગ બનેલાઓ માટે આશા
_
“અગાઉ એવું વિચારવામાં આવ્યું હતું કે વિસ્તૃત હૃદય-જખમ થયા પછી નિષ્ફળતા તરફ હૃદયની આગેકૂચ અનિવાર્ય છે, પરંતુ કસરત કરવાથી હાનિ ઊલટાવવી શક્ય છે,” એવો દાવો ટોરન્ટો હોસ્પિટલ ખાતેના હૃદયની બાબતને લગતા સંશોધનના નિયામક, ડો. પીટર લીઉ કરે છે. ઊંદરો પર સફળ અભ્યાસો કર્યા પછી, હોસ્પિટલના કાર્ડિઆક ફંક્સન ક્લિનિકે હૃદયના દર્દીઓને “દરરોજ ધીમે ધીમે વધતા અંતરે ચલાવ્યા,” એવો અહેવાલ ધ ગ્લોબ એન્ડ મેઈલ આપે છે. “શરૂઆતનાં પરિણામો બતાવે છે કે રોજ ઓછામાં ઓછું એક કિલોમીટર ચાલવાથી, ‘માનવીઓમાં પણ હૃદયની નિષ્ફળતાનો નીચે તરફ જતો માર્ગ’ ઊલટાવી શકાય છે.” તેમ છતાં, ગતિ સરખામણીમાં ઉત્સાહી હોવી જોઈએ, અને ચાલવું દેખરેખ હેઠળ થવું જોઈએ, ડો. લીઉએ કહ્યું. (g96 2/8 & 2/22)