યુદ્ધની યાદગીરીની વચ્ચે શાંતિ માટે પ્રાર્થનાઓ
નવેમ્બર ૧૯૯૪માં, પોપ જોન પોલ ૨એ વેટિકનમાં એક વિવિધ સાંપ્રદાયિક સંમેલન ભર્યું. વિશ્વ શાંતિ માટેની પ્રાર્થનાઓએ એ પ્રસંગ ચિહ્નિત કર્યો. “ભૂતકાળ કે વર્તમાનકાળમાં ગમે તેટલી લડાઈઓ થઈ હોય,” પોપે પોતાના પ્રવચનની શરૂઆતમાં કહ્યું, “એ આપણું કર્તવ્ય તથા ફરજ છે કે ધર્મ અને શાંતિ વચ્ચેનો સંબંધ વધુ સારી રીતે જાણીતો બનાવીએ.”
વ્યંગાત્મક રીતે, એ બાબતે જગતના ધર્મો એક હલકું નામ ધરાવે છે. સંમેલનના સેક્રેટરી-જનરલ, વિલિયમ વેન્દલીએ સ્વીકાર્યું કે “જગતના જુદા જુદા ભાગોમાંની લડાઈઓમાં ધર્મ ઊંડી રીતે સંડોવાયેલો છે.” રુવાન્ડા, જે મોટા ભાગે એક કેથલિક દેશ છે, એમાં થયેલા હત્યાકાંડનો વિચાર કરો.
મે ૧૯૯૪માં, પોપ જોન પોલ ૨એ સ્વીકાર્યું કે રુવાન્ડાની કરુણતા “એક વાસ્તવિક અને ખરો મૂલોચ્છેદ હતી જેને માટે, દુઃખની વાત છે કે, કેથલિકો પણ જવાબદાર છે.” શું કેથલિકોએ એમાં લીધેલા ભાગે લોકોના ચર્ચમાંના વિશ્વાસને અસર કરી? “આ હત્યાકાંડે ઘણાં લોકોના ચર્ચમાંના વિશ્વાસને હલાવી નાખ્યો છે,” એમ બેલ્જીયન જેઝ્યુઈટ ઓન્ડ્રે બ્યુયોએ કહ્યું. અને તે પણ સારા કારણસર.
માયામી હેરાલ્ડમાં રોયટર્સે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે, “હત્યાકાંડ માટે મુકદ્દમાની રાહ જોતા ૪૦,૦૦૦ હુતુ કેદીઓમાં પાદરીઓ, પાસ્ટરો, અને સાધ્વીઓ છે.” ન્યૂ યોર્ક ટાઈમ્સએ અહેવાલ આપ્યો: “ઘણા રુવાન્ડાવાસીઓ કહે છે કે તેઓના બિશપો અને આર્ચબિશપોઓ હત્યાકાંડને જલદી કે બળપૂર્વક અપરાધી ન ઠરાવ્યો અને તેઓ હબીરામાનની સરકારની ઘાતક ટોળીઓને તાલીમ આપવામાં સહાય આપનારાઓની, ઘણા સમીપ હતા. મુખ્યત્વે તુત્સીઓની બનેલી નવી સરકારે હત્યાકાંડમાં સાથ આપવાના આરોપ હેઠળ ઓછામાં ઓછા એક પાદરીની ઘરપકડ કરી છે.” એમાં નવાઈ નથી કે, “નવી સરકાર,” ટાઈમ્સ ઉમેરે છે, “કહે છે કે તે ઈચ્છતી નથી કે કેથલિક ચર્ચ અગાઉ હતું એટલું શક્તિશાળી રહે, બોલી ઊઠનાર કે સ્વતંત્ર પાદરીઓને સૈનિકોએ હેરાન કર્યા છે અને ઘરપકડની ધમકી પણ આપી છે.”
યહોવાહ રક્તદોષી ધર્મવાદીઓએ કરેલી શાંતિ માટેની પ્રાર્થનાઓને કઈ દૃષ્ટિથી જુએ છે? યશાયાહ ૧:૧૫ જવાબ આપે છે: “જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ; તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી; તમારા હાથ રક્તથી ભરેલા છે.”
તે દરમ્યાન, યહોવાહના સાચા સેવકો આ ‘જગતનો’ અને એની લડાઈઓનો ભાગ નથી. રુવાન્ડાના હત્યાકાંડ દરમ્યાન, દરેક કુળના યહોવાહના સાક્ષીઓએ બીજા કુળના જોખમ હેઠળના સાક્ષીઓને પોતાના ઘરમાં આશ્રય આપ્યો, અને એમ રક્ષણ આપવા તેઓએ પોતાનું જીવન જોખમમાં મૂક્યું. જગતવ્યાપી હરેક કુળની પાર્શ્વભૂમિકામાંથી લાવવામાં આવેલો સાક્ષીઓનો ‘મોટો સમુદાય’ દેવના રાજ્યને સાચી શાંતિ અને સલામતી માટેની એક માત્ર આશા તરીકે પ્રાર્થના અને હિમાયત કરે છે.—યોહાન ૧૭:૧૪; પ્રકટીકરણ ૭:૯; માત્થી ૬:૯, ૧૦, ૨૪:૧૪. (g95 12/8)
Luc Delahaye/Sipa Press