ફૂટનોટ
a ઑક્ટોબર ૧૯૧૭માં થયેલા બળવા પહેલાં, રશિયામાં જુલિયન કૅલેન્ડર વપરાતું. પણ મોટા ભાગના દેશો ગ્રેગોરિયન કૅલેન્ડર વાપરતા. વર્ષ ૧૯૧૭માં જુલિયન કૅલેન્ડર ગ્રેગોરિયન કરતાં ૧૩ દિવસ પાછળ હતું. બળવા પછી, સોવિયેતમાં ફરીથી ગ્રેગોરિયન કૅલેન્ડર વપરાવા લાગ્યું. એટલે રશિયા પણ બીજા દેશોની જેમ ગ્રેગોરિયન કૅલેન્ડર વાપરવા લાગ્યું. તોપણ ઑર્થોડોક્ષ ચર્ચ તહેવારો માટે જુલિયન કૅલેન્ડરને વળગી રહ્યું. તેઓએ એને “જૂની સ્ટાઈલના” કૅલેન્ડર તરીકે સ્વીકાર્યું. તમે કદાચ સાંભળ્યું હશે કે રશિયામાં તો જાન્યુઆરી ૭મીએ ક્રિસમસ ઉજવાય છે. જોકે ગણતરી કરો તો, ગ્રેગોરિયન કૅલેન્ડર પર જાન્યુઆરી ૭મી તારીખ, એટલે જુલિયન કૅલેન્ડર પર ડિસેમ્બર પચ્ચીસમી તારીખ. રશિયાના ઘણા લોકો આવી રીતે ક્રિસમસ મનાવે છે: ડિસેમ્બર ૨૫, યુરોપ-અમેરિકાની ક્રિસમસ; જાન્યુઆરી ૧, સરકારી નવું વર્ષ; જાન્યુઆરી ૭, ઑર્થોડોક્ષ ક્રિસમસ; જાન્યુઆરી ૧૪, જૂની સ્ટાઈલનું નવું વર્ષ.