ફૂટનોટ
c આ અહેવાલ એવા બે દાખલાઓ આપે છે. એક, નિયમશાસ્ત્રમાં ખાસ જણાવાયું હતું કે ચડાવેલા બલિદાનના કયા ભાગો યાજકોને ખાવા માટે આપવા. (પુન. ૧૮:૩) પણ, મંદિરના દુષ્ટ યાજકોની આદત એનાથી કંઈ જુદું જ કરવાની હતી. દેગડામાં માંસ બફાતું હોય ત્યારે, યાજકનો ચાકર આવીને એમાં ત્રિશૂળ ભોંકતો અને જેટલું માંસ બહાર આવતું એ લઈ જતો! બીજું, લોકો વેદી પર આગમાં ચડાવવાંનાં બલિદાનો લાવતાં ત્યારે, દુષ્ટ યાજકોનો ચાકર આવીને અર્પણ ચડાવનાર પર દાદાગીરી કરતો; તે આવીને કાચું માંસ માંગતો, જેની ચરબી હજુ યહોવાને ચડાવવામાં આવી ન હતી.—લેવી. ૩:૩-૫; ૧ શમૂ. ૨:૧૩-૧૭.