વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ઑક્ટોબર પાન ૫
  • યુવાનો—શું યહોવા તમારા પાકા મિત્ર છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુવાનો—શું યહોવા તમારા પાકા મિત્ર છે?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • શું તમે યહોવાના મિત્ર બની શકો?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ખુદ ઈશ્વર તમને સાથ આપવા માંગે છે
    સાચા ઈશ્વરને ઓળખો
  • શું ફ્રેન્ડની ભૂલ માબાપને જણાવવી જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૯
  • યુવાન લોકો પૂછે છે . . .
    સજાગ બનો!—૧૯૯૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ઑક્ટોબર પાન ૫
એક યુવાન ભાઈ ખુરસી પર બેઠા છે અને જાતે બાઇબલ અભ્યાસ કરવામાં વ્યસ્ત છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યુવાનો—શું યહોવા તમારા પાકા મિત્ર છે?

તમે કેવી વ્યક્તિને મિત્ર બનાવો છો? જે કદી તમારો સાથ ન છોડે, ઉદાર હાથે મદદ કરે અને જેના દિલમાં દયા હોય એવી વ્યક્તિને, ખરુંને! યહોવાનો સ્વભાવ પણ એવો જ છે. (નિર્ગ ૩૪:૬; પ્રેકા ૧૪:૧૭) તમે પ્રાર્થના કરો ત્યારે તે સાંભળે છે. તમને જરૂર પડે ત્યારે તે મદદનો હાથ લંબાવે છે. (ગી ૧૮:૧૯, ૩૫) તમારાથી ભૂલ થઈ જાય તો તે માફ કરે છે. (૧યો ૧:૯) સાચે જ યહોવા જેવા મિત્ર બીજે ક્યાંય ન મળે!

તમે કઈ રીતે યહોવાના મિત્ર બની શકો? બાઇબલમાંથી વાંચીને તેમના વિશે શીખો. તમારા દિલની વાત તેમને જણાવો. (ગી ૬૨:૮; ૧૪૨:૨) યહોવાની નજરે જે મહત્ત્વનું છે એને કીમતી ગણો. યહોવા માટે તેમનો દીકરો, તેમનું રાજ્ય અને ભાવિ માટે આપેલાં તેમનાં વચનો ખૂબ મહત્ત્વનાં છે. તમે પણ એને કીમતી ગણો અને તેમના વિશે લોકોને જણાવો. (પુન ૩૨:૩) જો તમે યહોવાના મિત્ર બનશો, તો તે પણ તમારો સાથ હંમેશાં નિભાવશે.—ગી ૭૩:૨૫, ૨૬, ૨૮.

યુવાનો—“અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે” વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • “અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે” વીડિયોનું એક દૃશ્ય. એક યુવાન બહેન જાતે બાઇબલનો અભ્યાસ કરતા પહેલા પ્રાર્થના કરે છે.

    સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા તમે શું કરશો?

  • “અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે” વીડિયોનું એક દૃશ્ય. પાયોનિયર ભાઈ એક માણસને કેરન (જો) ભાષામાં બાઇબલની એક કલમ બતાવી રહ્યા છે.

    મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે તમને યહોવાની સેવા કરવા મદદ કરી શકે?

  • “અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે” વીડિયોનું એક દૃશ્ય.યુવાન ભાઈ પ્રચારમાં એક વૃદ્ધ ભાઈ સાથે ગયા છે અને તેમને જે મદદ મળે છે એની કદર કરે છે.

    સેવાકાર્ય દ્વારા તમે કઈ રીતે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરી શકો?

  • “અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે” વીડિયોનું એક દૃશ્ય. એક બહેન બે કલાક પોતાના ઘરેથી ચાલીને મૂક-બધિર છોકરીનો બાઇબલ અભ્યાસ લેવા જાય છે.

    યહોવા પોતાના મિત્રોનો સાથ હંમેશાં નિભાવશે!

    યહોવાની સેવામાં તમે કઈ સોંપણી હાથ ધરી શકો?

  • તમને યહોવા વિશે કઈ વાત ગમી?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો