યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સારાં કામો ભૂલવામાં આવતા નથી
યહોવાના દરેક ભક્તો તેમની સેવામાં સારાં કામો કરી શકે છે. યહોવા એ કામોને ક્યારેય ભૂલશે નહિ. પ્રેમાળ માતા-પિતા પોતાનાં બાળકોને બેહદ પ્રેમ કરે છે અને બાળકોએ જે કંઈ સારું કર્યું હોય એને તેઓ કદી ભૂલતા નથી. આપણે પણ યહોવાની સેવામાં જે કરીએ છીએ અને તેમના માટે જે પ્રેમ બતાવીએ છીએ એને તે ક્યારેય ભૂલતા નથી. (માથ ૬:૨૦; હિબ્રૂ ૬:૧૦) ખરું કે દરેકની ક્ષમતા અને સંજોગો એકસરખા નથી હોતા. તોપણ યહોવાની સેવામાં બનતું બધું કરતા રહીશું તો આપણો આનંદ વધતો જશે. (ગલા ૬:૪; કોલો ૩:૨૩) છેલ્લાં ઘણાં વર્ષોથી હજારો ભાઈ-બહેનો બેથેલમાં સેવા આપી રહ્યા છે. શું તમે બેથેલમાં સેવા આપી શકો? જો ન આપી શકો તો, શું તમે બીજાઓને એમ કરવા ઉત્તેજન આપી શકો? અથવા, બેથેલમાં સેવા આપતા કોઈ ભાઈ કે બહેનને તમે મદદ કરી શકો, જેથી તે પૂરા સમયની સેવા ચાલું રાખી શકે?
બેથેલ સેવા માટે પોતાને તૈયાર કરો વીડિયો જુઓ અને પછી નીચેના સવાલોના જવાબ આપો:
બેથેલમાં સેવા આપવાનું કયું કારણ હોવું જોઈએ?
બેથેલ સેવાથી મળતા આશીર્વાદો વિશે અમુક શું કહે છે?
બેથેલમાં સેવા આપવા કેવી લાયકાતો હોવી જોઈએ?
બેથેલમાં સેવા આપવા તમે શું કરી શકો?