વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૧/૧ પાન ૩
  • યુદ્ધનાં જખમો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુદ્ધનાં જખમો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • જખમો પાકવા
  • યુદ્ધનાં જખમો ભરાવાં
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • યુદ્ધ શું હંમેશ માટે રહેશે?
    સજાગ બનો!—૧૯૯૯
  • યુદ્ધ વિનાનું જગત નજીક છે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • ‘આ યુદ્ધ છેલ્લું યુદ્ધ’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૧/૧ પાન ૩

યુદ્ધનાં જખમો

બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર એક સૈનિકે કહ્યું, “યુદ્ધમાં કોઈ જીતતું નથી. એમાં ફક્ત હારવાનું જ હોય છે.” ઘણા તેની સાથે સહમત થશે. યુદ્ધનું પરિણામ ભયંકર હોય છે; જીતનાર કે હારનારને ભારે કિંમત ચૂકવવી પડે છે. યુદ્ધ પૂરું થયા પછી પણ કરોડો લોકોએ એના કારણે ઘણું દુઃખ ભોગવવું પડે છે.

કેવા દુઃખો ભોગવવા પડે છે? યુદ્ધમાં લાખો માર્યા જાય છે, ઘણા અનાથ અને વિધવા બને છે. ઘણા બચી જનારાઓ ભયંકર માનસિક દુઃખ અને શારીરિક ખોડખાંપણ સહન કરતા હોય છે. કરોડો ગરીબ થાય છે અથવા શરણાર્થી થવું પડે છે. યુદ્ધમાંથી બચી જનારાઓના હૃદયમાં જે નફરત અને ધિક્કાર ઘર કરી જાય છે, એની તમે કલ્પના કરી શકો છો!

જખમો પાકવા

યુદ્ધ બંધ થયા પછી બંદૂકોના ધડાકા ટાઢા પડે છે અને સૈનિકો પોતપોતાના ઘરે પાછા ફરે છે. પરંતુ યુદ્ધથી થયેલા જખમો લોકોના હૃદયમાં ઘર કરી લે છે અને એ પછી વધતા જ જાય છે. પછીની પેઢીઓમાં પણ દુશ્મનાવટ રહી જાય છે. આ રીતે એક યુદ્ધના જખમો બીજા યુદ્ધને જન્મ આપે છે.

દાખલા તરીકે, પ્રથમ વિશ્વયુદ્ધને કાયદાકીય રીતે બંધ કરવા માટે ૧૯૧૯માં વર્સાઈ સંધિ પર સહી કરવામાં આવી. આ સંધિને કારણે જર્મની પર કપરા નિયમો લાદવામાં આવ્યા જેથી ત્યાંના નાગરિકોને પોતાની સાથે અન્યાય થયો હોય એમ લાગ્યું. બ્રિટાનીકાના વિશ્વકોશ (અંગ્રેજી) પ્રમાણે સંધિની શરતોને કારણે “જર્મનીના લોકો ખીજાયા અને બદલો લેવા માટે લાગ શોધવા લાગ્યા.” થોડા વર્ષો પછી “આ સંધિ પ્રત્યેની ખીજના કારણે હિટલરને બહાનું મળી ગયું,” જે બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગયેલા કારણોમાંનું એક હતું.

બીજુ વિશ્વયુદ્ધ પોલૅન્ડથી શરૂ થયું અને બાલ્કન દેશો સુધી ફેલાયું. એ ૧૯૪૦ના યુદ્ધે અલગ અલગ જાતિના લોકોને જખમો આપ્યા, એણે ૧૯૯૦ના બાલ્કન યુદ્ધ માટે માર્ગ તૈયાર કર્યો. જર્મન છાપું ડે ત્સીટ કહે છે, “નફરત અને બદલાની ભાવના એવું ખતરનાક ચક્ર છે જે આપણા સમય સુધી ચાલતું જ આવે છે.”

આપણે સુખ-શાંતિથી જીવવા માંગતા હોઈએ તો યુદ્ધના જખમોને ભરવાની જરૂર છે. પરંતુ કઈ રીતે? નફરત અને ધિક્કારને કઈ રીતે દૂર કરી શકાય? યુદ્ધના જખમોને કોણ ભરી શકે છે? હવે પછીના લેખમાં એ જોઈએ.

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

U.S. Coast Guard photo; UN PHOTO 158297/J. Isaac

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો