વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાન ૯૪-૯૫
  • ભાગ સાતમાં શું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભાગ સાતમાં શું છે?
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • દાઉદ અને શાઉલ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ૧ શમુએલ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ઇઝરાયલી લોકો રાજા માંગે છે
    બાઇબલનો સંદેશો શું છે?
  • ‘મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાન ૯૪-૯૫
દાઉદ એક ઘેટાને રીંછથી બચાવે છે

ભાગ સાતમાં શું છે?

આ ભાગમાં લગભગ ૮૦ વર્ષનો ઇતિહાસ જોઈશું. ખાસ કરીને રાજા શાઉલ અને રાજા દાઉદના જીવન પર ધ્યાન આપીશું. શાઉલ શરૂઆતમાં નમ્ર હતા અને યહોવાને પ્રેમ કરતા હતા. પણ તે જલદી જ બદલાઈ ગયા. તેમણે યહોવાની વાત માનવાનું છોડી દીધું. યહોવાએ તેમનો રાજા તરીકે નકાર કર્યો. થોડા સમય પછી, યહોવાએ શમુએલને કહ્યું કે દાઉદને ઇઝરાયેલના રાજા તરીકે પસંદ કરે. શાઉલને દાઉદની ઈર્ષા થવા લાગી. તેમણે કેટલીય વાર દાઉદને મારી નાખવાની કોશિશ કરી. પણ દાઉદે ક્યારેય બદલો ન લીધો. શાઉલના દીકરા યોનાથાન જાણતા હતા કે દાઉદને યહોવાએ પસંદ કર્યા છે, એટલે તે દાઉદને વફાદાર રહ્યા. દાઉદે જીવનમાં ગંભીર પાપ કર્યાં હતાં. પણ યહોવાએ તેમને સુધાર્યા ત્યારે, તેમણે યહોવાની વાત માની. તમારા બાળકને સમજાવો કે હંમેશાં યહોવાની વાત માનવી જોઈએ અને તેમને વફાદાર રહેવું જોઈએ. એટલું જ નહિ, યહોવાએ જેઓને આગેવાની લેવા પસંદ કર્યા છે, તેઓની પણ વાત માનવી જોઈએ અને વફાદાર રહેવું જોઈએ.

આપણે શીખીશું

  • આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ, એટલે તેમની વાત માનવી સૌથી મહત્ત્વની છે

  • કોઈ આપણી સાથે ખરાબ કરે ત્યારે, બદલો ન લઈએ. પણ ભરોસો રાખીએ કે યહોવા યોગ્ય સમયે બધું ઠીક કરી દેશે

  • આપણાથી કોઈ ગંભીર પાપ થઈ જાય તો, છુપાવવાની કોશિશ ન કરીએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો