વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • od પ્રકરણ ૧૫ પાન ૧૫૭-૧૬૧
  • ઈશ્વરે કરેલી શિરપણાની ગોઠવણને આધીન રહીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરે કરેલી શિરપણાની ગોઠવણને આધીન રહીએ
  • યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરની ગોઠવણને આધીન રહીએ
  • લગ્‍નજીવનમાં પતિને સોંપાયેલી જવાબદારી
    સજાગ બનો!—૨૦૦૮
  • બાઇબલનું દૃષ્ટિબિંદુ
    સજાગ બનો!—૧૯૯૭
  • સ્ત્રીઓએ કેમ પોતાના પતિને આધીન રહેવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • પત્નીઓ, તમારા પતિને માન આપો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
od પ્રકરણ ૧૫ પાન ૧૫૭-૧૬૧

પ્રકરણ ૧૫

ઈશ્વરે કરેલી શિરપણાની ગોઠવણને આધીન રહીએ

યહોવા વિશ્વના માલિક છે. તેમને આધીન રહીશું તો, હળી-મળીને કામ કરી શકીશું અને તેમની ઇચ્છા પૂરી કરી શકીશું. આપણે સ્વીકારીએ છીએ કે તેમના દીકરા મંડળના શિર છે. તેમ જ યહોવાએ આપેલો શિરપણાનો સિદ્ધાંત જીવનનાં અલગ અલગ પાસાંમાં પાળીએ છીએ. ઈશ્વરે કરેલી એ ગોઠવણને આધીન રહેવાથી બધાને ફાયદો થાય છે.

૨ આધીન રહેવા વિશેનો સિદ્ધાંત માણસોને સૌથી પહેલા એદન બાગમાં આપવામાં આવ્યો હતો. એ સિદ્ધાંત ઉત્પત્તિ ૧:૨૮ અને ૨:૧૬, ૧૭માં ઈશ્વરે આપેલી આજ્ઞામાં જોવા મળે છે. પ્રાણીઓએ માણસોને આધીન રહેવાનું હતું અને આદમ-હવાએ ઈશ્વરની ઇચ્છાને અને સત્તાને આધીન રહેવાનું હતું. તેઓએ ઈશ્વરની આજ્ઞાઓ પાળી હોત, તો દુનિયામાં શાંતિ હોત અને બધું વ્યવસ્થિત રીતે ચાલતું હોત. પછીથી ૧ કોરીંથીઓ ૧૧:૩માં પણ શિરપણાનો સિદ્ધાંત જણાવવામાં આવ્યો. પ્રેરિત પાઉલે લખ્યું: “હું તમને જણાવવા માંગું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે, સ્ત્રીનું શિર પુરુષ છે અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.” એ બતાવે છે કે શિરપણાની ગોઠવણ પ્રમાણે યહોવા સિવાય બીજા બધા ઉપર કોઈકને કોઈક શિર કે વડા છે.

૩ આજે મોટા ભાગના લોકો શિરપણાનો સિદ્ધાંત સ્વીકારતા કે પાળતા નથી. શા માટે? આપણાં પહેલાં માતા-પિતા એદન બાગમાં હતા ત્યારે, જાણીજોઈને તેઓના શિર ઈશ્વરને આધીન ન રહેવાનું નક્કી કર્યું. (ઉત. ૩:૪, ૫) એનાથી આદમ-હવાને કંઈ વધારે આઝાદી મળી નહિ. એના બદલે તેઓ દુષ્ટ દૂત શેતાનના ગુલામ બન્યાં. આદમ-હવાએ બંડ પોકાર્યું એટલે માણસો ઈશ્વરથી દૂર થઈ ગયા. (કોલો. ૧:૨૧) એ કારણે આજે મોટા ભાગના લોકો શેતાનના કાબૂમાં છે.—૧ યોહા. ૫:૧૯.

૪ આપણે બાઇબલમાંથી સાચું શિક્ષણ લઈને અને એ પ્રમાણે જીવીને શેતાનના કાબૂમાંથી આઝાદ થયા છીએ. આપણે સમર્પણ કરીને અને બાપ્તિસ્મા લઈને જાહેર કર્યું છે કે યહોવા આપણા ભગવાન છે, માલિક છે. આપણે રાજા દાઉદની જેમ સ્વીકારીએ છીએ કે યહોવાનો ‘બધા પર અધિકાર છે.’ (૧ કાળ. ૨૯:૧૧) આપણે નમ્રતાથી કબૂલ કરીએ છીએ, “યહોવા જ ઈશ્વર છે એ જાણો. તેમણે આપણું સર્જન કર્યું છે, આપણે તેમના જ છીએ. આપણે તેમના લોકો છીએ અને તેમના ચારાનાં ઘેટાં છીએ.” (ગીત. ૧૦૦:૩) આપણે સ્વીકારીએ છીએ કે યહોવા સૌથી મહાન છે, આપણે તેમને જ પૂરેપૂરા આધીન રહેવું જોઈએ, કેમ કે તેમણે બધું ઉત્પન્‍ન કર્યું છે. (પ્રકટી. ૪:૧૧) સાચા ઈશ્વરના સેવકો તરીકે આપણે ઈસુ ખ્રિસ્તને પગલે ચાલીએ છીએ, જેમણે ઈશ્વરને આધીન રહેવામાં સૌથી સારો દાખલો બેસાડ્યો છે.

૫ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે જે સહન કર્યું એનાથી તે શું શીખ્યા? એનો જવાબ હિબ્રૂઓ ૫:૮માં મળે છે: “તે ઈશ્વરના દીકરા હતા, છતાં સહન કરીને આજ્ઞા પાળવાનું શીખ્યા.” અરે, મુશ્કેલીઓ સહન કરતી વખતે પણ ઈસુ પોતાના પિતા યહોવાને આધીન રહ્યા અને તેમને વફાદાર રહ્યા. વધુમાં, ઈસુએ મન ફાવે એમ કંઈ કર્યું નહિ, તેમણે પોતાનું શિક્ષણ આપ્યું નહિ કે પોતાના માટે માન-મહિમા શોધ્યાં નહિ. (યોહા. ૫:૧૯, ૩૦; ૬:૩૮; ૭:૧૬-૧૮) ઈસુને પોતાના સેવાકાર્ય દરમિયાન, ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવામાં ઘણો આનંદ થતો હતો, પછી ભલે એના લીધે તેમણે વિરોધ અને સતાવણીનો સામનો કરવો પડ્યો. (યોહા. ૧૫:૨૦) તે હંમેશાં ઈશ્વરને આધીન રહ્યા. ઈસુએ “પોતાને નમ્ર કર્યા” અને તેમણે ‘વધસ્તંભ પરનું મરણ’ પણ સહન કર્યું. તે યહોવાને પૂરેપૂરી રીતે આધીન રહ્યા, એના લીધે ઘણા ફાયદા થયા. જેમ કે, લોકોને હંમેશ માટેનો ઉદ્ધાર મળ્યો, ઈસુને વધારે ઊંચી પદવી મળી અને તેમના પિતાને મહિમા મળ્યો.—ફિલિ. ૨:૫-૧૧; હિબ્રૂ. ૫:૯.

ઈશ્વરની ગોઠવણને આધીન રહીએ

૬ લોકો યહોવાની સત્તાને આધીન રહેતા નથી ત્યારે તેઓ પર ચિંતા અને નિરાશાનાં વાદળો છવાઈ જાય છે. પણ આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવીએ છીએ અને તેમને આધીન રહીએ છીએ ત્યારે, એ બધી ચિંતાઓથી બચી શકીએ છીએ. આપણો દુશ્મન શેતાન આપણને ગળી જવા તાકીને બેઠો છે. જો આપણે શ્રદ્ધામાં મક્કમ રહીને તેનો સામનો કરીશું અને નમ્ર બનીને યહોવાને આધીન રહીશું, તો શેતાનના પંજામાંથી બચી જઈશું.—માથ. ૬:૧૦, ૧૩; ૧ પિત. ૫:૬-૯.

૭ આપણે સ્વીકારીએ છીએ કે મંડળના શિર ખ્રિસ્ત ઈસુ છે અને તેમણે મંડળને માર્ગદર્શન આપવાનો અધિકાર ‘વિશ્વાસુ અને સમજુ ચાકરને’ આપ્યો છે. એ સ્વીકારવાથી આપણા વલણ પર અને બીજાઓ સાથેના આપણા વર્તન પર સારી અસર પડે છે. મંડળમાં ઈશ્વરની ગોઠવણને આધીન રહેવાથી, આપણને ભક્તિને લગતી બધી બાબતોમાં બાઇબલની આજ્ઞાઓ પાળવાની પ્રેરણા મળશે. એમાં પ્રચારકામનો, સભામાં હાજર રહીને ભાગ લેવાનો, વડીલોને આધીન રહેવાનો અને સંગઠનની ગોઠવણોને ટેકો આપવાનો સમાવેશ થાય છે.—માથ. ૨૪:૪૫-૪૭; ૨૮:૧૯, ૨૦; હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫; ૧૩:૭, ૧૭.

૮ આપણે ઈશ્વરને આધીન રહીશું તો મંડળમાં શાંતિ, સલામતી અને સારી વ્યવસ્થા જળવાશે. જેઓ યહોવાની ભક્તિ કરે છે, તેઓમાં યહોવા જેવા ગુણો સાફ દેખાઈ આવે છે. (૧ કોરીં. ૧૪:૩૩, ૪૦) આપણને યહોવાના સંગઠનમાં જે અનુભવો થયા છે, એનાથી આપણને પણ દાઉદ રાજા જેવું કહેવાનું મન થાય છે. જ્યારે તેમણે જોયું કે યહોવાના સેવકો અને દુષ્ટો વચ્ચે ઘણો ફરક છે, ત્યારે તે ખુશીથી પોકારી ઊઠ્યા: “જેઓનો ઈશ્વર યહોવા છે, તેઓને ધન્ય છે!”—ગીત. ૧૪૪:૧૫.

૯ લગ્‍નની ગોઠવણમાં અને કુટુંબમાં “સ્ત્રીનું શિર પુરુષ છે.” એવી જ રીતે, પુરુષો ખ્રિસ્તને આધીન છે અને ખ્રિસ્ત ઈશ્વરને. (૧ કોરીં. ૧૧:૩) સ્ત્રીઓએ પોતાના પતિને અને બાળકોએ પોતાનાં માતા-પિતાને આધીન રહેવું જોઈએ. (એફે. ૫:૨૨-૨૪; ૬:૧) કુટુંબમાં દરેક જણ શિરપણાનો સિદ્ધાંત પાળે છે ત્યારે શાંતિનો માહોલ રહે છે.

૧૦ ખ્રિસ્તના પગલે ચાલીને પતિએ શિર તરીકેની જવાબદારી ઉપાડતી વખતે પ્રેમથી વર્તવું જોઈએ. (એફે. ૫:૨૫-૨૯) જો પતિ પોતાની જવાબદારી સમજે અને પોતાને મળેલા અધિકારનો સારો ઉપયોગ કરે, તો તેની પત્ની અને તેનાં બાળકો ખુશી ખુશી તેને આધીન રહેશે. બાઇબલમાં જણાવ્યું છે કે પત્ની તો પતિની સહાયકારી કે સાથી છે. (ઉત. ૨:૧૮) પત્નીએ ધીરજથી પોતાના પતિને સાથ-સહકાર આપવો જોઈએ અને માન આપવું જોઈએ. એવું કરીને તે પતિનું દિલ જીતી શકશે અને એનાથી ઈશ્વરને પણ મહિમા મળશે. (૧ પિત. ૩:૧-૪) જો પતિ-પત્ની બાઇબલમાં જણાવેલો શિરપણાનો સિદ્ધાંત પાળશે, તો તેઓને જોઈને બાળકો પણ ઈશ્વરને આધીન રહેવાનું શીખશે.

આપણા જીવનથી દેખાઈ આવવું જોઈએ કે આપણે ઈશ્વરને આધીન રહીએ છીએ

૧૧ ઈશ્વરને આધીન રહેવાનો અર્થ એ પણ થાય કે આપણે ‘ઉચ્ચ અધિકારીઓ’ માટે યોગ્ય વલણ રાખીએ, જેઓને “ઈશ્વરે તેઓના સ્થાને મૂક્યા છે.” (રોમ. ૧૩:૧-૭) આપણે કાયદા-કાનૂન પાળનારા નાગરિકો છીએ, એટલે કર ભરીએ છીએ અને “જે સમ્રાટનું છે એ સમ્રાટને અને જે ઈશ્વરનું છે એ ઈશ્વરને” આપીએ છીએ. (માથ. ૨૨:૨૧) વધુમાં પ્રચાર વિસ્તારને આવરવા ડેટા સુરક્ષાના નિયમોને આધારે ગોઠવણ કરવામાં આવે છે. ઈશ્વરના નિયમો તૂટતા ન હોય, એવા બધા સંજોગોમાં આપણે અધિકારીઓને આધીન રહીએ છીએ અને તેઓના નિયમો પાળીએ છીએ. આમ આપણે મન લગાડીને ખુશખબર ફેલાવી શકીએ છીએ.—માર્ક ૧૩:૧૦; પ્રે.કા. ૫:૨૯.

૧૨ આપણા જીવનથી દેખાઈ આવવું જોઈએ કે આપણે ઈશ્વરને આધીન રહીએ છીએ. આપણને પૂરી શ્રદ્ધા છે કે એક દિવસે દુનિયાના બધા લોકો યહોવા ઈશ્વરને આધીન થશે. (૧ કોરીં. ૧૫:૨૭, ૨૮) જે લોકો યહોવાને જ વિશ્વના માલિક તરીકે રાજીખુશીથી સ્વીકારે છે અને તેમને હંમેશ માટે આધીન રહે છે, તેઓને પુષ્કળ આશીર્વાદો અને યહોવાની કૃપા મળશે!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો