વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૫/૮ પાન ૨૭
  • પથ્થરમાંથી રત્ન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પથ્થરમાંથી રત્ન
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • પથ્થરમાંથી રત્ન
  • શા માટે હીરા આટલા કિંમતી હોય છે?
    સજાગ બનો!—૧૯૯૭
સજાગ બનો!—૧૯૯૯
g99 ૫/૮ પાન ૨૭

પથ્થરમાંથી રત્ન

સજાગ બનો!ના બેલ્જિયમમાંના ખબરપત્રી તરફથી

એ

ના વિશેષ સૌંદર્યને કારણે, લાંબા સમયથી એ મનપસંદ રત્ન રહ્યું છે. એની કઠણતાને કારણે—માણસો એને સૌથી કઠણ કુદરતી પદાર્થ તરીકે ઓળખે છે—હથિયારોમાં અને યંત્રોમાં એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મુગ્ધ કરનાર પથ્થર છે હીરો.

કેટલાક જાણીતા હીરાઓની અનેક રહસ્યમય વાર્તાઓ પણ છે. એકનું નામ કોહીનૂર છે, જેનો અર્થ થાય છે “પ્રકાશનો પહાડ,” જે ભારતમાં સાત સદીઓ અગાઉ મળી આવ્યો હતો. મૂળ, ગઠ્ઠામય પથ્થર ૧૯૧ કૅરેટનો હતો, પરંતુ પછીથી એને ૧૦૯ કૅરેટનો કાપવામાં આવ્યો.a પછી, કલનન પણ છે, જે બ્રિટીશનું પ્રમુખ ઝવેરાત છે અને જે કદી પણ શોધવામાં અને કાપવામાં આવ્યો હોય એવો સૌથી મોટો હીરો છે.

પથ્થરમાંથી રત્ન

હીરાઓ સુંદર રત્નો તરીકે મળી આવતા નથી. મોટા ભાગના ખાણમાંથી ખોદી કાઢવામાં આવે છે. સરેરાશ ૨૫૦ ટન માટીને કાઢીને ચાળવામાં આવે છે ત્યારે એક કૅરેટ શુદ્ધ હીરો મળે છે. દર વર્ષે ચારથી પાંચ કરોડ કૅરેટ ખનીજ પૃથ્વી પરથી ખોદી કાઢવામાં આવે છે, જેમાંથી ઝવેરાત માટે ફક્ત નાનો એવો અંશ જ કામ લાગે છે.

ખરબચડા હીરાઓનું કદ, શુદ્ધતા, રંગ, અને આકાર પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. એની કુદરતી સ્થિતિમાં, મોટા ભાગે દરેક હીરામાં અશુદ્ધતા હોય છે. પરંતુ કેટલીક વખત એક ભાગ શુદ્ધ હોય શકે. આવા કિસ્સાઓમાં જે ભાગ અશુદ્ધ ન હોય એને કાપીને કે ઘસીને અલગ કરવામાં આવે છે. મોટા અને મોંઘા પથ્થરની વાત આવે છે ત્યારે, હીરાને જરા પણ કાપ્યા વિના કારીગર અમુક વખત મહિનાઓ સુધી ઊંડો વિચાર કરે છે. એને સમજવું સરળ છે કે જ્યારે તમે વિચારો કે કારીગર એક નાની અમથી ભૂલ કરે તો હીરાની કિંમત એકદમ ઘટી શકે અથવા આખા પથ્થરને નષ્ટ પણ કરી શકે.

છેવટે, ઘસવાથી હીરાઓમાં પાસાં પડે છે, જે એના આકાર સાથે બંધબેસતા હોવા જોઈએ. આ પાસાં રત્નને પ્રકાશ પ્રતિબિંબિત કરવાની ક્ષમતા આપે છે, હીરાને તેજસ્વિતા આપે છે જેના કારણે એ સારી રીતે જાણીતો છે.

ફરી વખત એક હીરો એની તેજસ્વિતા અને સુંદરતાથી તમારું ધ્યાન ખેંચે તો, ખાણિયાઓ અને કારીગરના ચોક્કસપણા તથા કાર્યકુશળતાની મહેનતને યાદ કરજો. તેઓ વગર હીરો બિનઆકર્ષક કાચમય પથ્થરમાંથી સુંદર ઝવેરાતમાં કદી પરિવર્તિત થઈ શકત નહિ.

a કૅરેટ એ એક ગ્રામના પાંચમાં ભાગની બરાબર વજન ધરાવતું એકમ છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો