વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૮/૮ પાન ૧૯-૨૧
  • શા માટે હું ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે હું ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી?
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • તમારી વિચારવાની ઢબમાં ફેરફાર
  • લાગણીઓ અને હૉર્મોન્સ
  • તમારી ઊંઘવાની આદત
  • ખોરાક અને એકાગ્રતા
  • ટીવી અને કૉમ્પ્યુટર પેઢી
  • યુ
    સજાગ બનો!—૧૯૯૮
  • યુવાનોને જવાબદાર બનવા મદદ કરો
    સજાગ બનો!—૨૦૧૧
  • આરોગ્યપ્રદ માનસિક દૃષ્ટિબિંદુ
    સજાગ બનો!—૧૯૯૯
  • માબાપો બાળકોને સારા નિર્ણય લેતા શીખવો
    સજાગ બનો!—૨૦૧૦
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૮/૮ પાન ૧૯-૨૧

શા માટે હું ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી?

“કેટલીક વખત એ અચાનક જ બને છે. હું મંડળકીય સભાઓમાં સાંભળુ છું અને ત્યાર પછી, એકદમ જ, મારું મન બેધ્યાન થાય છે. દશ મિનિટ પછી હું પાછો ધ્યાન આપવાનું શરૂ કરું છું.”​—જેસી.

“ધ્યાન આપો!” શું તમે અવારનવાર તમારા શિક્ષકો કે માબાપો પાસેથી એ શબ્દો સાંભળ્યા છે? તમે સાંભળ્યા હોય તો પછી, તમને બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સમસ્યા હોય શકે. પરિણામે, તમે ઓછા ગુણ મેળવી શકો. અને તમને જોવા મળી શકે કે બીજા તમને નકારાત્મક, નકામા કે એક ઘેનમય વ્યક્તિ કે એક અસભ્ય વ્યક્તિ તરીકે જોઈ શકે.

વધુ મહત્ત્વનું, ધ્યાન કેન્દ્રિત કરવાની અક્ષમતા તમારી આત્મિકતા પર નકારાત્મક અસર પાડી શકે છે. આખરે તા, બાઇબલ પોત આજ્ઞા આપે છે: “તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો.” (લુક ૮:​૧૮) હકીકતમાં, ખ્રિસ્તીઓને આત્મિક બાબતો પ્રત્યે ‘વધુ ધ્યાન રાખવાʼની આજ્ઞા આપવામાં આવી છે. (હેબ્રી ૨:૧) અને તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલ પડતી હોય તો, તમને આ સલાહ પર લક્ષ આપવું અઘરું લાગી શકે.

સમસ્યા શું હોય શકે? કેટલાક કિસ્સાઓમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાના કારણે શારીરિક સમસ્યાઓ પણ પરિણમી શકે. દાખલા તરીકે, કેટલાક સંશોધકો બેધ્યાનપણાના રોગ (એટેન્શ્‌ન ડિફિશિટ્‌ ડિસૉર્ડર) વિષે એવું માને છે કે એમાં મગજના જ્ઞાનતંતુ કામ કરતા નથી.a કેટલાક યુવાનાને ઓછું સાંભળવું કે ઓછું દેખાય એવી સમસ્યાઓને પારખવામાં આવી નથી. આનાથી પણ વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં અવરોધ ઊભા થઈ શકે. સંશોધકોને જોવા મળ્યું છે કે સામાન્ય રીતે પુખ્ત વયનાઓ કરતાં યુવાનોને ધ્યાન કેન્દ્રિત કરવામાં વધારે મુશ્કેલી જોવા મળે છે. રોગના કારણે આ ભાગ્યે જ જોવા મળે છે છતાં, બેધ્યાનપણું યુવાનોમાં સામાન્ય છે.

તમારી વિચારવાની ઢબમાં ફેરફાર

તમને ધ્યાન રાખવામાં મુશ્કેલી પડે છે તો, એ માટે ભાગે તમે મોટા થઈ રહ્યાં છો એના કારણે છે. પ્રેષિત પાઊલે લખ્યું: “જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની પઠે બાલતો હતો, બાળકની પઠે વિચારતો હતો, બાળકની પઠે સમજતો હતો; પણ હવે મોટા થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે.” (૧ કોરીંથી ૧૩:૧૧) હા, તમે પુખ્તવયે પહોંચો છો તેમ, તમારી વિચારવાની ઢબ બદલાય છે. તરુણાવસ્થા વિકાસ (અંગ્રેજી) પુસ્તક અનુસાર, “યુવાવસ્થાની શરૂઆતમાં . . . નવું વિચારવાની ક્ષમતાઓ ઊભરાતી હોય છે.” તમે સમજવાની ક્ષમતા કેળવી અને કાલ્પનિક વિચારો અને માન્યતાઓનું પૃથ્થકરણ કરો છો. તમે નૈતિક, આચારસંહિતા અને બીજા સામાન્ય વિષયો પર ઊંડી સમજણ મેળવો છો. તમે પુખ્ત તરીકે તમારા ભાવિ વિષે વિચારો છો.

સમસ્યા શું હોય શકે? તમારા મગજમાં ઘૂમતા આ બધા નવા વિચારો, હેતુઓ અને અભિપ્રાયો ઘણા વિચલિત કરનાર હોય છે. તમે હવે સાદા, બાળકના સ્તરે વિચાર કરતા નથી. હવે તમારું મગજ તમે જે સાંભળો અને જુઓ એના પર પૃથ્થકરણ અને પૂછપરછ કરે છે. શિક્ષક કે પ્રાધ્યાપકે કરેલી ટીકા તમારા મનમાં એને લગતા હજારો વિચાર લાવી શકે છે. પરંતુ તમે તમારા ભટકતા મન પર અંકુશ રાખવાનું નહિ શીખો તો, તમે મૂલ્યવાન માહિતી ચૂકી જઈ શકો. રસપ્રદપણે, બાઇબલ કહે છે કે ન્યાયી માણસ ઇસ્હાકે શાંતિપૂર્વક મનન કરવા સમય ફાળવ્યો. (ઉત્પત્તિ ૨૪:૬૩) દરરોજ આરામથી બેસવા, મનન કરવા અને બાબતોને અલગ કરવા કેટલોક સમય બાજુએ કાઢવાથી, બીજા સમયો પર વધારે ધ્યાન આપવા મદદ મળી શકે.

લાગણીઓ અને હૉર્મોન્સ

તમારી લાગણીઓ પણ વ્યાકુળતાનો ઉદ્‍ભવ હોય શકે. તમે જે કંઈ વાંચો અને સાંભળો એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો છો, પરંતુ તમે બીજી બાબતો વિષે વિચારી રહ્યાં છો. તમે વારાફરતી કંટાળો અને ઉત્તેજના, ઉદાસીનતા અને ઉલ્લાસિતની વચ્ચે છો. વારુ, ચિંતા ન કરો! તમે ઘેલા બની જવાના નથી. શક્યતા એ હોય શકે કે તમારા હૉમોન્સ કામ કરી રહ્યાં છે. તમે તરુણાવસ્થાના ફેરફારો અનુભવી રહ્યાં છો.

કૅથી મેકોઈ અને ચાર્લ્સ વિબલ્સમેન લખે છે: “તરુણાવસ્થાના વર્ષોમાં લાગણીઓ ઊભરાતી હોય છે. . . . કંઈક અંશે, આ ચંચળ મનોભાવ તરુણાવસ્થાનો એક ભાગ જ છે. એના કારણે હાલમાં તમે અનુભવી રહેલા ફેરફારો વધારે તણાવગ્રસ્ત હોય છે.” વધુમાં, તમે ‘ભરયુવાનીʼમાં પહોંચી રહ્યાં છો​—⁠કે જ્યારે જાતીય ઇચ્છાઓ સૌથી વધારે હોય છે. (૧ કોરીંથી ૭:​૩૬) લેખિકા રૂથ બેલ કહે છે: “શરીરના જાતીય ફેરફારો અવારનવાર તીવ્ર જાતીય લાગણીમાં બદલાય છે. તમે પોતે જાતીયતા વિષે વધારે વિચારી શકો, જાતીયતા સહેલાયથી ઉશ્કેરાઈ શકે, ઘણી વાર કામાતુર પણ બની જઈ શકો.”b

શરૂઆતમાં ઉલ્લખેવામાં આવેલા જેસીનું મન બેધ્યાન હતું કે જે તરુણોમાં બહુ સામાન્ય છે: “કેટલીક વાર હું છોકરીઓ વિષે અથવા મારી થોડીક ચિંતાઓ વિષે કે હું પછી શું કરવાનો છું એ વિષે વિચારું છું.” છેવટે, લાગણીઓનું તોફાન શાંત પડી જાય છે. એ દરમિયાન, સ્વ-શિસ્ત પર કામ કરો. પ્રેષિત પાઊલે લખ્યું: “હું મારા દેહનું દમન કરૂં છું, તથા તેને વશ રાખું છું.” (૧ કોરીંથી ૯:​૨૭) તમે તમારી લાગણીઓને વધારે અંકુશમાં રાખવાનું શીખશો એમ, તમે વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

તમારી ઊંઘવાની આદત

તમારા વધતા શરીરને શારીરિક રીતે વિકસવા માટે પૂરતા પ્રમાણમાં ઊંઘની જરૂર છે અને તમારા મનને દરરોજ સામનો કરવી પડતી નવા વિચારો અને લાગણીઓને સમજવા તમને મદદ કરશે. તમે છતાં, ઘણા યુવાનો સમયપત્રક રાખે છે કે જેથી તેઓ સૂવા માટે થોડો સમય કાઢે. એક જ્ઞાનતંતુશાસ્ત્રી વિવેચન આપે છે: “જીવરચના ઊંઘ્યા વગરના કલાકો ભૂલી જશે નહિ કે જેના માટે એ ઋણી છે. એનાથી ભિન્‍ન, એ હંમશા યાદ રાખશે અને અચાનક ચૂકવડાવશે કે જે યાદશક્તિ ગુમાવવા, ધ્યાન કેન્દ્રિત રાખવાની સમસ્યાઓ અને ધીમી વિચારશક્તિમાં પરિણમી શકે.”

કેટલાક સંશોધકો માને છે કે દરરોજ રાત્રે ફક્ત એક કલાક વધારે ઊંઘવાથી એ વ્યક્તિની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ઘણો વધારા કરી શકે છે. સાચું, બાઇબલ, સુસ્તી અને ઊંઘણશીને દોષિત ઠરાવે છે. (નીતિવચન ૨૦:૧૩) તેમ છતાં, એ કુશળતાપૂર્વક કામ કરવા પૂરતા આરામ લેવાનું જણાવે છે.​—⁠સભાશિક્ષક ૪:⁠૬.

ખોરાક અને એકાગ્રતા

બીજી સમસ્યા ખોરાક હોય શકે. ચરબીયુક્ત અને અતિ મીઠા ખોરાક યુવાનોમાં પ્રચલિત છે. સંશોધકો કહે છે આચરકૂચર ખોરાક સ્વાદિષ્ટ હોય શકે, એઓ માનસિક કુશાગ્રતા ઓછી કરી નાખે છે. એવી રીતે અભ્યાસો બતાવે છે કે બ્રેડ, સીરીયલ, ચોખા કે પાસ્ટા જેવા કાબોહાઈડ્રેટ ખોરાક પણ માનસિક કાર્યશક્તિ ઓછી કરી નાખે છે. આ એટલા માટે કારણ કે કાબોહાઈડ્રેટ મગજમાં કહેવાતા સેરોટોનિન રાસાયણિકની માત્રા વધારે છે અને વ્યક્તિને સુસ્ત બનાવે છે. કેટલાક પોષકશાસ્ત્રી સૂચવે છે માનસિક જાગૃતતા જરૂરી હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલાં પ્રોટીનયુક્ત ખોરાક લેવા જરૂરી છે.

ટીવી અને કૉમ્પ્યુટર પેઢી

વર્ષો પહેલાં શિક્ષકોએ અનુભવ્યું કે ટીવી અને એના ઝડપથી પસાર થતા ચિત્રો યુવાનોના ધ્યાન કેન્દ્રિત કરવાનું ઘટાડી નાખે છે, અને કેટલાક કૉમ્પ્યુટર માટે પણ એવું જ કહે છે. આ આધુનિક ટેકનોલૉજી વાસ્તવમાં યુવાન લોકોને કઈ રીતે અસર કરે છે એ વિષે નિષ્ણાંતો વાદવિવાદ કરી રહ્યાં છે, પણ ટીવી જોવા વધુ પડતો સમય આપવો કે કૉમ્પ્યુટર રમતો ઉપયોગી ન હોય શકે. એક યુવાન કબૂલે છે: “વિડીયો રમત, કૉમ્પ્યુટર અને ઇંટરનેટ જેવી બાબતોના લીધે અમારા મનમાં ઠસી જાય છે કે બાબતો ઝડપથી મળી જાય છે.”

સમસ્યા એ છે કે જીવનમાં ઘણી બાબતો ઝડપથી મળતી નથી. ઘણી બાબતો ફક્ત પ્રયત્નો, સતત પ્રયાસ અને સહનશીલતાથી મેળવાય છે. (હેબ્રી ૬:૧૨; યાકૂબ ૫:⁠૭ સરખાવો.) તેથી કદી પણ માની લેશો નહિ કે બાબતો ઝડપી જીવન અને મનોરંજક હોય તો જ લાભકારી છે. ટીવી જોવું અને કૉમ્પ્યુટર રમતો મનોરંજન પૂરું પાડી શકે છતાં, શા માટે રંગકામ, ચિત્રકામ કે સંગીતના સાધનો વગાડવાનું ન શીખો? આવી કુશળતાઓ તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિઓને વધારી શકે.

શું એવી બીજી કોઈ રીતો છે કે જેનાથી તમે તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધારી શકો? ખરેખર, એવી રીતો છે, અને ભાવિનો લેખ આમાનાં કેટલાકની સમીક્ષા કરશે.

[Footnotes]

a અંગ્રેજી સજાગ બનો! નવેમ્બર ૨૨, ૧૯૯૪ના પાન ૩-​૧૨; સજાગ બનો! જુલાઈ ૮, ૧૯૯૬ના પાન ૨૬-​૨૮; અને માર્ચ ૮, ૧૯૯૭ના પાન ૫-​૧૦ અંકો જુઓ.

b આગસ્ટ ૮, ૧૯૯૪ના અમારા (અંગ્રેજી) અંકના “યુવાન લોકો પૂછે છે . . . વિરુદ્ધ જાતીનો વિચાર કરતા અટકવું શા માટે આટલું અઘરું છે?” લેખ જુઓ.

[Caption on page ૨૦]

શું તમને અવારનવાર શાળામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે?

[Caption on page ૨૧]

સંશોધકો કહે છે કે આચરકૂચર ખોરાક માનસિક તેજ ઓછું કરી નાખતા દેખાય છે

[Caption on page ૨૧]

“કેટલીક વખત હું છોકરીઓ કે મારી ચિંતાઓ વિષે વિચારું છું”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો