પોર્ટ્રેટ
ફોટો
કઈ રીતે બરાબર પાડવો
• સર્વ પ્રથમ તો, કેમેરા સમક્ષ કોઈકની પાસે સ્મિત કરાવવાનું રહસ્ય શું છે? ખાતરી કરો કે વ્યક્તિ ફોટો પડાવવાના મૂડમાં હોય! દાખલા તરીકે, ધારો કે તમે એક નાની છોકરીનો ફોટો પાડવા માંગો છો. તે થાકેલી કે ભૂખી હોય તો, ફોટો પાડવો મુશ્કેલ બનશે. ઉપરાંત, થાક તેના ચહેરા અને આંખોમાં તણાવ પેદા કરશે, જે ધ્યાન ફોટાથી બીજી તરફ વાળશે. તેથી ફોટા પાડવાનું શરૂ થાય એ પહેલાં તેને થોડીક ઊંઘ લેવાનું અને હળવો નાસ્તો કરવાનું ઉત્તેજન આપો.
વ્યક્તિ સાથે સંપર્ક રાખવો પણ મદદરૂપ હોય છે. ઉત્સાહી અને આનંદી બનો. વાતચીત કરી તેને હળવાશ અનુભવતી કરો, પરંતુ તેને વધુ પડતી હસાવવાનો પ્રયત્ન ન કરો. એનાથી આંખો ઝીણીં થાય છે અને ચહેરામાં લોહી આવે છે. ચહેરાના વિવિધ હાવભાવવાળા ફોટા પાડવાનો પ્રયત્ન કરો. જેટલા વધુ ફોટા પાડશો, એટલી વધુ શક્યતા છે કે તે વ્યક્તિને સૌથી વધુ સારી રીતે રજૂ કરતો દેખાવ મેળવી શકશો.
• પહેરવેશ અને શણગાર વિષે શું? વૃંદ ફોટામાં રંગનો સુમેળ ઇચ્છનીય છે. દાખલા તરીકે, તમે એક કુટુંબનો ફોટો પાડવાના હો તો, તેઓ સુમેળયુક્ત રંગનાં કપડાં પહેરે એમ સૂચવો. અથવા કદાચ તેઓ બધા પાસે સરખા જ રંગના કપડાં પહેરાવડાવો. જોકે, યાદ રાખો કે, જાડા લોકો ગાઢા રંગનાં કપડાંમાં અને પાતળા લોકો આછા રંગનાં કપડાંમાં વધારે સારા દેખાય છે.
તમારે વિગતોને પણ ધ્યાન આપવું જ જોઈએ: શું કપડાં સીધા છે, જેથી સૌથી ઓછી કરચલીઓ હોય? શું ટાઈ સીધી છે? વાળ ઓળેલા છે? ફેંદાએલા વાળને તમારી આંખો જોઈ શકશે નહિ, પરંતુ કેમેરો એ ઝપડશે! ફોટો પડાવનારી વ્યક્તિ સ્ત્રી હોય તો, શું તેનો મેકઅપ બરાબર છે?
• ચશ્મા પહેરતા લોકો વિષે શું? ચળકાટને લીધે, એ એક કોયડો બની શકે. પ્રથમ, કેમેરામાંથી જુઓ કે કોઈક અનિચ્છનીય ચળકાટ દેખાય છે કે કેમ. એમ હોય તો, પ્રતિબિંબ આંખના કેન્દ્રથી દૂર જાય અથવા અદૃશ્ય થાય ત્યાં સુધી વ્યક્તિને ધીમેથી માંથુ ફેરવવા કહો. કેટલીકવાર, વ્યક્તિ પાસે માથું નીચું કરાવવાથી મદદ મળી શકે—પરંતુ કાળજી રાખો કે બમણી દાઢી ખરાબ ન દેખાય!
• પાર્શ્વભૂમિકામાં શું દેખાય છે એનાથી ફેર પડે છે? ચોક્કસ! વીજળીના તાર, રસ્તા, કે વાહનોથી ભરેલી વ્યસ્ત પાર્શ્વભૂમિકા તમારા ફોટાથી ધ્યાન બીજી તરફ ખેંચશે. તેથી વૃક્ષ, ફૂલોવાળો છોડ, લાકડાની વાડ, કે જૂની વખારની એક બાજુ જેવી ફોટાના મુખ્ય પાત્રમાં વૃદ્ધિ કરે કે એમાં રસ ઉમેરે એવી પાર્શ્વભૂમિકા શોધો.
• તમે ઘરની અંદર ફોટો પાડી રહ્યા હો તો શું? તમે વ્યક્તિને આછા રંગની દિવાલ કે ઘરની અંદરના છોડની સમક્ષ ખુરશી કે સોફા પર બેસાડવાનું પસંદ કરી શકો. વ્યક્તિને કામ કે મનપસંદ શોખ કે પ્રવૃત્તિમાં પરોવાયેલી હોય ત્યારે, કામનું ટેબલ, મેજ, કે સીવવાની સામગ્રી સાથે, ફોટો પાડવો વિશેષ રસપ્રદ હોય છે.
• તમને આકર્ષક પાર્શ્વભૂમિકા ન મળે તો શું? પાર્શ્વભૂમિકાને ધૂંધળી રાખવાનો પ્રયત્ન કરી જુઓ. એ ઘર બહારના ફોટામાં વધુ સફળ થાય છે જ્યાં તમે વ્યક્તિ અને પાર્શ્વભૂમિકા વચ્ચે અંતર રાખી શકો છો. તમે અંદર આવતા પ્રકાશની માત્રા [f-stop] અથવા લેન્સના કદમાં ફેરગોઠવણ કરી એમ કરી શકો. પ્રકાશની માત્રા f૫.૬ જેટલી ઓછી રાખવાથી વ્યક્તિ સ્પષ્ટ દેખાશે પરંતુ પાર્શ્વભૂમિકા ધૂંધળી થશે.—ફોટો ૧ જુઓ.
• ગોઠવણ વિષે કોઈ સલાહ? સર્વ પ્રથમ તો, કેમેરાને ટ્રાઈપોડ સ્ટેન્ડ પર મૂકવાથી મદદ મળશે; પછી તમે ગોઠવણ પર વધારે ધ્યાન આપી શકો. સામાન્ય રીતે, પોર્ટ્રેટ ફોટા પૂરી લંબાઈના, ત્રણ ચતુર્થાંસ લંબાઈ (કમરથી ઉપર)ના, કે નજીક (માથું અને ખભા કે ફક્ત માથું)ના હોય છે. (ફોટો ૨ જુઓ.) પોર્ટ્રેટ ફોટા માટે ૧૦૫થી ૧૫૦ મિલિમીટરના લેન્સ આદર્શ હોય છે. તમે તમારા કેમેરામાં લેન્સની ફેરગોઠવણ કરી શકતા ન હો કે એને બદલી શકતા ન હો તો, તમને જોઈતી છબી મળે ત્યાં સુધી વ્યક્તિની નજીક અથવા દૂર જવા પ્રયત્ન કરો. એ પણ કહેવાનું કે, ફોટો પાડતી વખતે માથાની ઉપર, બાજુઓમાં, અને પગ નીચે થોડીક જગ્યા રાખવી પણ ડહાપણભર્યું છે. એમ કરવાથી, તમે ફોટો મોટો કરાવો તો માથું, પગ, કે ધડ કાપી નાખવાનું નિવારશો. એમ છે કે, ફોટાના કદ પ્રમાણે, તમે ફોટો જેટલો મોટો કરાવો તેટલી વધુ પ્રતિમા ગુમાવશો.
એક ઉપયોગી માર્ગદર્શન એ છે જેને ત્રીજા ભાગનો નિયમ કહેવામાં આવે છે. એમાં વ્યક્તિના ચહેરા કે આંખોને ફોટાની ઉપર, નીચે, કે બાજુએથી ત્રીજા ભાગના અંતરે રાખવાનો સમાવેશ થાય છે. (ફોટો ૩ જુઓ.) જોકે, કેટલીકવાર આંખો ફોટાની મધ્યમાં રાખવાથી સારું પડે છે.
• વ્યક્તિની સ્થિતિ વિષે શું? વ્યક્તિ આરામની સ્થિતિમાં બેઠેલી, ઊભેલી, કે સૂતેલી હોય ત્યારે, થોડીક બાજુએ ફરેલી હોય એ રીતે કેમેરા સામે રાખો. ચહેરો બહુ ગોળ લાગતો હોય તો, વ્યક્તિને માથું કે શરીર થોડું ફેરવવા કહો જેથી ફક્ત અડધા જ ચહેરા પર પ્રકાશ પડે. પડછાયામાંનો અડધો ભાગ કેમેરાની સૌથી નજીક હોવો જોઈએ. એનાથી ચહેરો પાતળો લાગશે. બીજી તર્ફે, તમે ચહેરો વધુ ભરાવદાર બતાવવા માગતા હો તો, આખો ચહેરો પ્રકાશિત થાય ત્યાં સુધી વ્યક્તિને માથું કે શરીર ફેરવવા કહો.
હાથને ખાસ ધ્યાન આપો. એ આરામની સ્થિતિમાં હોવા જોઈએ અને દાઢી પર કે ચહેરાની બાજુએ ટેકવેલી સ્થિતિમાં હોય એમ, વ્યક્તિની સ્વાભાવિક સ્થિતિમાં હોવા જોઈએ. વ્યક્તિ ઊભી હોય તો, હાથ વ્યક્તિની બાજુએ નીચે તરફ ચીંધતા રાખવાની સામાન્ય રીતે કરવામાં આવતી ભૂલ નિવારો. હાથમાં કંઈક પકડેલું હોવું કે સ્વાભાવિક સ્થિતિમાં ટેકવેલા રાખવા વધારે સારું છે.
• યુગલનો ફોટો પાડવા માટે કોઈ સૂચના? તેઓને પોતાનાં માથાં જરાક એકબીજા તરફ ઢળેલા રાખવા કહો. સામાન્ય રીતે તેઓને બંનેને એક જ સ્તરે રાખવાનું નિવારવું સારું છે. તમે તેઓને એ રીતે ગોઠવી શકો જેથી એક વ્યક્તિની આંખો બીજી વ્યક્તિના નાકના સ્તરે હોય.—ફોટો ૪ જુઓ.
• ચાલો આપણે પ્રકાશ વિષે વાત કરીએ. ઘર બહાર ફોટા પાડવા માટે દિવસનો કયો સમય વધારે સારો હોય છે? બપોર પછી મોડેથી. સામાન્ય રીતે પવન શાંત, અને પ્રકાશનો રંગ ઉષ્માભર્યો, હોય છે. તમારા મિત્રને એવી રીતે ઊભો રાખવાનો પ્રયત્ન કરો કે જેથી સૂર્યનો પ્રકાશ ચહેરાના એક ભાગને પ્રકાશિત કરે, જેથી પડછાયામાંના ચહેરાના બીજા ભાગમાં પ્રકાશનો એક ત્રિકોણ જ દેખાય. એ વ્યક્તિની આંખો ઝીણીં થતા અટકાવશે. તમે ચહેરાની એકબાજુની રૂપરેખાવાળો ફોટો પાડવા માગતા હો તો, તમારો કેમેરો ચહેરાના પડછાયાવાળા ભાગ તરફ ગોઠવો. એ પણ કહેવાનું કે, તમારા કેમેરાના લેન્સને છાયામાં રાખવાની ખાતરી રાખો.
• વધુ પડતો પ્રકાશ હોય તો શું? તમારા મિત્રને એ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરો જેથી સૂર્ય તેની પાછળ હોય.
• શું એનાથી તેનો ચહેરો પડછાયામાં આવશે નહિ? હા, પરંતુ તમે તમારા ફ્લેશનો ઉપયોગ કરી પડછાયાવાળા વિસ્તારને પ્રકાશથી ભરી શકો. કેટલાક કેમેરા આપમેળે એમ કરે છે. બીજો ઉપાય એ છે કે એક મિત્ર મદદનીશ તરીકે કાર્ય કરે. તે પરાવર્તક કે સફેદ પૂઠાનો મોટો ટૂકડો પકડીને વ્યક્તિના ચહેરા પર કેટલાક આછા સૂર્યપ્રકાશનું પરાવર્તન કરી શકે.
• ઘરની અંદર પ્રકાશ વિષે શું? તમે વ્યક્તિને બારી પાસે ગોઠવી કુદરતી પ્રકાશનો ઉપયોગ કરી શકો. પ્રકાશ ઓછો કરવા એક સાદો પડદો વાપરી શકાય. જરૂરી હોય તો, ચહેરાના વધુ પડતા ગાઢા દેખાતા ભાગોને પ્રકાશિત કરવા માટે તમે વધારાની લાઈટ કે પૂઠાના પરાવર્તકનો ઉપયોગ કરી શકો.—ફોટો ૫ જુઓ.
• પૂરતો પ્રકાશ પ્રાપ્ય ન હોય તો શું? એવી પરિસ્થિતિમાં તમારે ફ્લેશનો ઉપયોગ કરવો પડશે. વ્યક્તિને એવા વિસ્તારમાં ગોઠવવાનો પ્રયત્ન કરો જ્યાં બાજુમાં સફેદ દીવાલ હોય. તમારા ફ્લેશને વાંકો વાળો જેથી પ્રકાશ બાજુ પરની દિવાલ પરથી પરાવર્તિત થઈને આવે. પ્રકાશ બાજુ પરથી આવતો હોવાથી, ચહેરાનો કેટલો ભાગ પ્રકાશિત હોય એ પર તમારો કાબૂ હશે.
કબૂલ કે, સારું પરિણામ મેળવવા માટે કેટલાક અખતરા કરવા પડશે. પરંતુ પોર્ટ્રેટ ફોટા પાડવાના પાયારૂપ સિદ્ધાંતો સાદા છે. કાળજીપૂર્વકની પૂર્વયોજના અને વિગતોને ધ્યાન આપવાથી, તમે સૌથી સાદા કેમેરાથી પણ, સારો ફોટો પાડી શકશો—એવો ફોટો જેને તમે અને તમારા પ્રિયજનો વર્ષો સુધી વહાલસોયો ગણશો!
બીજી વસ્તુઓને વહાલા મિત્રો અને કુટુંબના સભ્યોના ફોટા જેટલી વહાલસોઈ ગણવામાં આવતી હોતી નથી. છેવટે તો, એક સારો ફોટો ફક્ત સાદા ફોટા કરતા વધુ હોય છે; એ એવી પ્રતિમા છે જેનો ઈરાદો કોઈકના વ્યક્તિત્વના ખુદ ગુણધર્મને ઝડપવાનો હોય છે!
કોયડો એ છે કે વ્યવસાયી ફોટા મોંઘા હોય છે—આપણામાંના કેટલાકને ન પરવળે એટલા મોંઘા. અને તમે પોતે ફોટા પાડવાનો પ્રયત્ન કરો છો ત્યારે, તમને થોડા જ વખતમાં ખબર પડે છે કે એમાં કેમેરો ધરીને ચાંપ દબાવવા કરતા ઘણું વધુ સમાયેલું હોય છે. એનું કારણ એ છે કે સારા ફોટામાં જેનો ફોટો પાડવાનો હોય એ વ્યક્તિનો જ નહિ પરંતુ પ્રકાશ, પાર્શ્વભૂમિકા, ગોઠવણ, સ્થિતિ, ચહેરાના હાવભાવ, અને રંગનો પણ સમાવેશ થાય છે.
તથાપિ, તમારી પાસે કેમેરો હોય અને તમે થોડીક પ્રાથમિક ટેકનિક શીખવા ઇચ્છુક હોય તો, તમે સંતોષપ્રદ ફોટા પાડી શકો. કઈ રીતે? એનો જવાબ આપવા માટે, આપણે એવા એક વ્યવસાયી ફોટોગ્રાફરને કેટલાક પ્રશ્નો પૂછીશું જેને એ ક્ષેત્રમાં દસથી વધુ વર્ષનો અનુભવ છે.
૧
૨
૧/૩
૧/૩
૧/૩
૧/૩
૧/૩
૧/૩
૩
૪
૫