શું યહોવાના સાક્ષીઓ પ્રોટેસ્ટંટ છે?
ના, એવું નથી. પ્રોટેસ્ટંટ એટલે એવા લોકો “જેઓ ધાર્મિક રીતે રોમન કૅથલિક ધર્મનો વિરોધ કરતા હોય.” યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છે, પણ તેઓ રોમન કૅથલિક ચર્ચના શિક્ષણ પ્રમાણે ચાલતા નથી. તોપણ સાક્ષીઓને કેમ પ્રોટેસ્ટંટ ગણવામાં આવતા નથી?
૧. પ્રોટેસ્ટંટ ધર્મનું અમુક શિક્ષણ બાઇબલ પ્રમાણે નથી. દાખલા તરીકે બાઇબલ શીખવે છે કે, “ફક્ત એક જ ઈશ્વર છે,” નહિ કે ત્રણ મળીને એક ઈશ્વર (ત્રૈક્ય). (૧ તિમોથી ૨:૫; યોહાન ૧૪:૨૮) ઉપરાંત, બાઇબલ શીખવે છે કે ઈશ્વર માણસને સજા કરવા નરકની આગમાં રિબાવતા નથી. પણ બાઇબલ શીખવે છે કે મરણ પછી એ માણસનો પૂરેપૂરો નાશ થઈ જાય છે.—ગીતશાસ્ત્ર ૩૭:૯; ૨ થેસ્સાલોનિકીઓ ૧:૯.
૨. અમે કૅથલિક ચર્ચ કે બીજા કોઈ ધાર્મિક પંથનો વિરોધ કરતા નથી કે એમાં કોઈ ફેરફાર લાવવાનો પ્રયત્ન કરતા નથી. અમે ઈશ્વરના રાજ્યની ખુશખબર લોકોને જણાવીએ છીએ અને એ જાણવા મદદ કરીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય એક હકીકત છે. (માથ્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) અમે બીજા ધાર્મિક પંથોને બદલવાનો પ્રયત્ન કરતા નથી. એને બદલે અમે નેક દિલ લોકોને ઈશ્વર વિશે અને બાઇબલ સત્ય વિશે શીખવીએ છીએ.—કોલોસીઓ ૧:૯, ૧૦; ૨ તિમોથી ૨:૨૪, ૨૫.