અભ્યાસ અંક
જુલાઈ ૨૦૨૦
અભ્યાસ લેખો: ઑગસ્ટ ૩૧–સપ્ટેમ્બર ૨૭, ૨૦૨૦
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે. દાન આપવા donate.jw.org પર જાઓ.
આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી માટે પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ માટે નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ઉપયોગ થયો છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.
પહેલા પાનનું ચિત્ર:
દાઊદ ગોલ્યાથ સામે નાના અને કમજોર દેખાતા હતા, તોપણ દાઊદ તેની સામે લડવા ગભરાયા નહિ. તેમને યહોવા પર ભરોસો હતો, કારણ કે તે જાણતા હતા કે ગોલ્યાથ સામે લડવા યહોવા તેમને બળ આપશે (અભ્યાસ લેખ ૨૯, ફકરો ૧૧ જુઓ)