જુલાઈ ૬-૧૨
યર્મિયા ૧૩-૧૫
ગીત ૪૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
યર્મિયા યહોવાનાં સૂચનો પર વિચાર કરી રહ્યા છે
૧. દરેક સંજોગમાં યહોવાની આજ્ઞા પાળીએ
(૧૦ મિ.)
યહોવાનાં સૂચનો સાંભળીને યર્મિયા કદાચ ગૂંચવાઈ ગયા હશે, તોપણ તેમણે યહોવાનું કહ્યું કર્યું (યર્મિ ૧૩:૧-૭; jr ૫૧-૫૨ ¶૧૭-૧૮-mwbr)
યર્મિયાને પછીથી સમજાયું કે યહોવાએ કેમ એ સૂચનો આપ્યાં હતાં (યર્મિ ૧૩:૮-૧૧; jr ૫૨ ¶૧૯-mwbr)
ભલે આપણને ન સમજાય કે માર્ગદર્શન કેમ આપવામાં આવ્યું છે, તોપણ આપણે યર્મિયાની જેમ એને પાળવાની પૂરી કોશિશ કરીએ છીએ (w૨૨.૧૨ ૨૦ ¶૧૬; w૦૮ ૬/૧ ૨૨ ¶૭)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યર્મિ ૧૫:૧૬, ૧૭—યર્મિયાની જેમ આપણે કઈ રીતે નિરાશા સામે લડી શકીએ? (w૦૭ ૪/૧ ૧૦ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યર્મિ ૧૩:૧-૧૪ (th અભ્યાસ ૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. પત્રિકાનો ઉપયોગ કરીને વાત શરૂ કરો. (lmd પાઠ ૧ મુદ્દો ૫)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. ગઈ વખતે જે વિષય પર વાત થઈ હતી, એને લગતો એક લેખ jw.org પરથી બતાવો. (lmd પાઠ ૯ મુદ્દો ૪)
૬. ટૉક
(૫ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૧૮—વિષય: આજે દુનિયામાં જે બની રહ્યું છે, એ વિશે ઈસુએ પહેલેથી જણાવ્યું હતું. (th અભ્યાસ ૭)
ગીત ૧૧
૭. “બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે”
(૧૫ મિ.) ચર્ચા.
જ્યારે શાઉલ રાજાએ યહોવાની આજ્ઞા તોડી, ત્યારે શમુએલે તેમને કહ્યું કે “બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે.”
૧ શમુએલ ૧૫:૩, ૭-૯, ૨૨, ૨૩ વાંચો. પછી પૂછો:
શાઉલ રાજાએ કઈ રીતે યહોવાની આજ્ઞા તોડી અને તેમણે કેમ એવું કર્યું હોય શકે?
બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી કેમ વધારે સારું છે?
ઈશ્વર સામે બંડ કરવું એ કેમ જોષ જોવાના પાપ જેટલું જ ગંભીર છે?
લૂક ૧૬:૧૦ વાંચો. પછી પૂછો:
નાનીસૂની લાગતી બાબતોમાં પણ આપણે કેમ આજ્ઞા માનવી જોઈએ?
અમુક લોકો માટે કઈ કઈ બાબતો નાનીસૂની હોય શકે?
યહોવાના દોસ્ત બનો—ઈશ્વરને જોઈ શકતા નથી તો તેમની વાત કેમ માનવી? વીડિયો બતાવો. પછી પૂછો:
આ વીડિયોમાંથી શું શીખવા મળ્યું?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૧૦૦-૧૦૧