વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 નવેમ્બર પાન ૧૨-૧૩
  • ડિસેમ્બર ૨૩-૨૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૨૩-૨૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 નવેમ્બર પાન ૧૨-૧૩

ડિસેમ્બર ૨૩-૨૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૧-૧૭૬

ગીત ૨૬ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. વગર કામના દુઃખથી કઈ રીતે બચવું?

(૧૦ મિ.)

ઈશ્વરની આજ્ઞાઓને વહાલી ગણો (ગી ૧૧૯:૧૨૭; w૧૮.૦૬ ૧૭ ¶૫-૬)

બૂરાઈને ધિક્કારો (ગી ૧૧૯:૧૨૮; w૯૩-E ૪/૧૫ ૧૭ ¶૧૨)

યહોવાનું સાંભળો અને “નાદાન” વ્યક્તિ કરે એવી ભૂલો કરવાનું ટાળો (ગી ૧૧૯:૧૩૦, ૧૩૩; ની ૨૨:૩)

ખુલ્લું બાઇબલ અને એની બાજુમાં સોનાના સિક્કા અને સોનાની લગડીઓ.

પોતાને પૂછો: ‘ઈશ્વરની આજ્ઞાઓને વહાલી ગણવા અથવા બૂરાઈને ધિક્કારવા મારે કયા ફેરફાર કરવાની જરૂર છે?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૧૯:૧૬૦—આ કલમ પ્રમાણે આપણને કયો ભરોસો હોવો જોઈએ? (w૨૩.૦૧ ૨ ¶૨)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૧૧૯:૧૨૧-૧૫૨ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૧ મુદ્દો ૫)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને બતાવો કે તેને રસ પડે એવી માહિતી jw.org વેબસાઇટ પરથી કઈ રીતે મેળવી શકાય. (lmd પાઠ ૮ મુદ્દો ૩)

૬. શિષ્યો બનાવો

(૫ મિ.) એવા બાઇબલ વિદ્યાર્થી સાથે ચર્ચા કરો, જે નિયમિત રીતે સભાઓમાં નથી આવતો. (lmd પાઠ ૧૨ મુદ્દો ૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૫૨

૭. પૈસાનો પ્રેમ, મુસીબતોનું મૂળ

(૧૫ મિ.) ચર્ચા.

જેઓ પૈસા પાછળ દોડે છે, “તેઓએ પોતાને ઘણાં દુઃખોથી વીંધ્યા છે.” (૧તિ ૬:૯, ૧૦) જો આપણે પૈસાને પ્રેમ કરતા હોઈશું અને એને જીવનમાં સૌથી મહત્ત્વના ગણીશું, તો આપણું ઘણું નુકસાન થશે. જેમ કે,

  • યહોવા સાથે આપણો સારો સંબંધ નહિ રહે. —માથ ૬:૨૪

  • આપણને કદી સંતોષ નહિ મળે.—સભા ૫:૧૦

  • જૂઠું બોલવું, ચોરી કરવી અને દગો આપવા જેવાં ખોટાં કામોથી દૂર રહેવું અઘરું થઈ જશે. (ની ૨૮:૨૦) જો ખોટું કામ કરી બેસીશું, તો દિલ ડંખ્યા કરશે, નામ બદનામ થશે અને ઈશ્વરની કૃપા ગુમાવી દઈશું

“પૈસા સમજી-વિચારીને વાપરો” વીડિયોનું દૃશ્ય. તરુણ છોકરાના હાથમાં પૈસાનો ગલ્લો છે.

હિબ્રૂઓ ૧૩:૫ વાંચો અને પછી આ સવાલની ચર્ચા કરો:

  • જો મુસીબતોથી બચવું હોય, તો પૈસા વિશે કેવું વલણ રાખવું જોઈએ અને શા માટે?

કદાચ આપણે પૈસાને પ્રેમ કરતા ન હોઈએ. પણ જો સમજી-વિચારીને એ નહિ વાપરીએ, તોપણ આપણા પર દુઃખ આવશે.

આ વ્હાઇટબૉર્ડ એનિમેશન વીડિયો બતાવો: પૈસા સમજી-વિચારીને વાપરો. પછી પૂછો:

    “પૈસા સમજી-વિચારીને વાપરો” વીડિયોનું દૃશ્ય. તરુણ વયનો છોકરો અને છોકરી એક યાદી બનાવે છે, જેમાં તેઓની જીવન-જરૂરી વસ્તુઓ અને ગમતી વસ્તુઓ લખેલી છે. તેઓ લખે છે કે દરેક વસ્તુની કિંમત કેટલી છે. છોકરાની યાદીમાં આવી વસ્તુઓ છે: હેડફોન્સ, બૂટ, ખાવાની વસ્તુઓ અને ટ્રેનની ટિકિટ. છોકરીની યાદીમાં આવી વસ્તુઓ છે: પર્સ, ઘડિયાળ, ખાવાની વસ્તુઓ અને પેટ્રોલ.
  • આપણે કેમ બજેટ બનાવવું જોઈએ? એ કઈ રીતે બનાવી શકીએ?

  • “પૈસા સમજી-વિચારીને વાપરો” વીડિયોનું દૃશ્ય. વરસાદ પડી રહ્યો છે, એટલે એ છોકરી બે છત્રી ખરીદે છે. એક છત્રી પોતાના માટે અને બીજી તેના ભાઈ માટે. તેના ભાઈએ પોતાના પૈસા આઇસક્રીમ ખરીદવા વાપર્યા છે.
  • અમુક પૈસા બાજુ પર મૂકી રાખવા કેમ સારું છે?

  • “પૈસા સમજી-વિચારીને વાપરો” વીડિયોનું દૃશ્ય. તરુણ છોકરાનો હાથ ક્રેડિટ કાર્ડના હાથ સાથે સાંકળથી બાંધ્યો છે. બીજું ક્રેડિટ કાર્ડ છોકરાને જોઈને સ્માઈલ આપે છે.
  • કારણ વગર દેવું ન કરવામાં કેમ સમજદારી છે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૨૦ ¶૧-૭ અને ભાગ ૭ની રજૂઆત

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૫૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો