વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 મે પાન ૩
  • પોતાને યહોવાની નજરે જુઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પોતાને યહોવાની નજરે જુઓ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • ખાતરી રાખજો કે યહોવા તમને પ્રેમ કરે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 મે પાન ૩

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પોતાને યહોવાની નજરે જુઓ

“યહોવા પોતાના લોકોથી રાજી થાય છે.” (ગી ૧૪૯:૪) આપણાથી ઘણી ભૂલો થાય છે. પણ યહોવા આપણા સારા ગુણો પર ધ્યાન આપે છે. તે એ પણ જુએ છે કે આપણામાં વધારે સારું કરવાની ક્ષમતા છે. પણ અમુક વાર આપણને પોતાના સારા ગુણો જોવા કદાચ અઘરું લાગે. લોકો આપણી કદર ન કરે અને ખરાબ રીતે વર્તે ત્યારે લાગી શકે કે આપણે કંઈ કામના નથી. કદાચ અગાઉ કરેલી ભૂલોને લીધે લાગી શકે કે યહોવા આપણને ક્યારેય પ્રેમ નહિ કરે. આવી લાગણીઓ થતી હોય તો આપણને શાનાથી મદદ મળી શકે?

યાદ રાખીએ કે માણસો જે નથી જોઈ શકતા, એ યહોવા જોઈ શકે છે. (૧શ ૧૬:૭) એનો અર્થ કે જે ગુણો આપણે પોતાનામાં ન જોઈ શકીએ, એને યહોવા જોઈ શકે છે. બાઇબલની મદદથી જાણી શકીએ છીએ કે યહોવા આપણને કેવા ગણે છે. બાઇબલમાં એવી ઘણી કલમો અને અહેવાલો છે, જેનાથી ખબર પડે છે કે યહોવા પોતાના ભક્તોને ખૂબ પ્રેમ કરે છે.

તમારા દિલને સમજાવો કે યહોવા તમને પ્રેમ કરે છે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • યહોવા આપણને કેવા ગણે છે એ સમજવા એક દોડવીર અને તેના પિતાના દાખલામાંથી શું શીખવા મળે છે?

  • એક વ્યક્તિ ગંભીર પાપ કરે છે, પણ પછી તે યહોવા પાસે પાછા આવવા જરૂરી પગલાં ભરે છે. તે કઈ રીતે પોતાને ખાતરી કરાવી શકે કે યહોવા તેને પ્રેમ કરે છે?—૧યો ૩:૧૯, ૨૦

  • દાઉદ અને યહોશાફાટના અહેવાલ વાંચવાથી અને એના પર મનન કરવાથી ભાઈને કેવા ફાયદા થયા?

બાઇબલના એવા દાખલા જે આપણને ખાતરી કરાવે છે કે . . .

ભલે લોકો આપણા વિશે કંઈ પણ વિચારે, યહોવા આપણને પ્રેમ કરે છે

  • હનોખ (ઉત ૫:૨૪; હિબ્રૂ ૧૧:૫; યહૂ ૧૪, ૧૫)

  • હાન્‍ના (૧શ ૧:૧–૨:૧૧, ૧૮-૨૧, ૨૬)

દિલથી પસ્તાવો કરનારને યહોવા માફ કરે છે

  • મનાશ્શા (૨કા ૩૩:૧-૭, ૧૨, ૧૩)

  • પાઉલ (૧તિ ૧:૧૨-૧૬)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો