વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૫
  • બાઇબલ પર શ્રદ્ધા મજબૂત કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ પર શ્રદ્ધા મજબૂત કરીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • કેમ દરરોજ બાઇબલ વાંચવું જોઈએ?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • શ્રદ્ધાની કસોટી થાય ત્યારે કઈ રીતે વફાદાર રહી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૫
ચિત્રો: એક યુવાન બહેન બાઇબલ વાંચે છે અને એનો અભ્યાસ કરે છે. ૧. બાઇબલમાં જણાવેલા ઈશ્વરભક્તો જે સમયગાળામાં થઈ ગયા, એની તે સમયરેખા બનાવે છે. ૨. તે jw.org પર “નવી દુનિયા ભાષાંતર” અભ્યાસ બાઇબલ વાંચે છે. ૩. તે બાઇબલ સમયની જગ્યાઓનો નકશો જુએ છે. ૪. તે પ્રમુખ યાજકનું ચિત્ર દોરે છે અને તેમનાં કપડાંના અલગ અલગ ભાગને લેબલ કરે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

બાઇબલ પર શ્રદ્ધા મજબૂત કરીએ

બાઇબલમાં સરસ સલાહ અને માર્ગદર્શન છે. એ પાળવાથી આપણું જીવન બદલાય જાય છે. (હિબ્રૂ ૪:૧૨) પણ એ માટે આપણને પૂરી શ્રદ્ધા હોવી જોઈએ કે બાઇબલમાં “ઈશ્વરનો સંદેશો” છે. (૧થે ૨:૧૩) કઈ રીતે બાઇબલ પર આપણી શ્રદ્ધા મજબૂત કરી શકીએ?

દરરોજ બાઇબલ વાંચીએ. બાઇબલ વાંચતી વખતે એવા પુરાવા પર ધ્યાન આપીએ, જેનાથી સાબિત થાય છે કે યહોવા બાઇબલના લેખક છે. દાખલા તરીકે નીતિવચનોના પુસ્તકમાં આપેલી સલાહ પર ધ્યાન આપીએ. એ સલાહ વર્ષો પહેલાં આપવામાં આવી હતી તોપણ આજેય બહુ કામ આવે છે.—ની ૧૩:૨૦; ૧૪:૩૦.

ઊંડો અભ્યાસ કરીએ. એવા પુરાવા તપાસીએ, જેનાથી સાબિત થાય છે કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાં “બાઇબલ” વિષયની અંદર “ઈશ્વરપ્રેરિત” વિષયમાં આપેલા લેખો વાંચીએ. નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં વધારે માહિતી ક-૩નો પણ અભ્યાસ કરીએ. એનાથી એ વાત પર શ્રદ્ધા મજબૂત થશે કે યહોવાએ બાઇબલમાં જે સંદેશો લખાવ્યો હતો, એ આજે પણ બદલાયો નથી.

આપણને કેમ શ્રદ્ધા છે . . . ઈશ્વરના શબ્દમાં વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ઇજિપ્તના કારનક મંદિરની દીવાલ પર જે લખાણ મળી આવ્યું, એનાથી કઈ રીતે સાબિત થયું કે બાઇબલ એકદમ સાચું છે?

  • શા પરથી કહી શકાય કે બાઇબલનો સંદેશો બદલાયો નથી?

  • બાઇબલ આજ સુધી ટકી રહ્યું છે, એનાથી તમને કઈ રીતે ખાતરી થાય છે કે એમાં ઈશ્વરનાં વચનો છે?—યશાયા ૪૦:૮ વાંચો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો