વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 મે પાન ૧૧
  • આપણી ઇચ્છાઓ પર કાબૂ રાખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણી ઇચ્છાઓ પર કાબૂ રાખીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • ધૂમ્રપાનને ઈશ્વર કઈ દૃષ્ટિથી જુએ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • સિ ગા રે ટ
    સજાગ બનો!—૧૯૯૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 મે પાન ૧૧

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

આપણી ઇચ્છાઓ પર કાબૂ રાખીએ

આપણે પાપી છીએ, એટલે આપણી ઇચ્છાઓ પર કાબૂ રાખવા સતત મહેનત કરવી પડે છે. જો આપણી ઇચ્છાઓ પર કાબૂ નહિ રાખીએ અને મન ફાવે એમ કરીશું, તો યહોવાની કૃપા ગુમાવી દઈશું. અમુક લોકો માટે ખાવા-પીવાની વસ્તુઓ, કપડાં અને મકાન જ મહત્ત્વના હોય છે. તેઓ ઈશ્વર કરતાં એ બધી બાબતોને વધારે મહત્ત્વની ગણે છે. અમુક લોકો ઈશ્વરનાં ધોરણોને ગણકારતા નથી અને પોતાની જાતીય ઇચ્છાઓને ખોટી રીતે પૂરી કરે છે. (રોમ ૧:૨૬, ૨૭) અરે અમુક લોકો એવા પણ છે જેઓ ચાહે છે કે બીજાઓ તેમને પસંદ કરે, એટલે તેઓની વાતમાં આવી જઈને ખોટાં કામ કરી બેસે છે.​—નિર્ગ ૨૩:૨.

આપણે કઈ રીતે ઇચ્છાઓ પર કાબૂ રાખી શકીએ? યહોવા ખુશ થાય એવી વાતો પર ધ્યાન આપીએ. (માથ ૪:૪) આપણી ઇચ્છાઓ પર કાબૂ રાખી શકીએ એ માટે તેમને વિનંતી કરીએ. શા માટે? કેમ કે યહોવા સારી રીતે જાણે છે કે આપણું ભલું શામાં છે. તેમની મરજી પ્રમાણે હોય એવી આપણી બધી ઇચ્છાઓ તે પૂરી કરી શકે છે.​—ગી ૧૪૫:૧૬.

સિગારેટ છોડો, જીવન બચાવો! વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • “સિગારેટ છોડો, જીવન બચાવો!” વીડિયોનું એક દૃશ્ય. એક ફેક્ટરીમાં એક પટ્ટા પર કઠપૂતળીઓ સિગારેટ પી રહી છે.

    લોકો કેમ સિગારેટ પીવે છે?

  • “સિગારેટ છોડો, જીવન બચાવો!” વીડિયોનું એક દૃશ્ય. સિગારેટ પીતી વ્યક્તિનાં ફેફસાં જોર જોરથી ખાંસી ખાઈ રહ્યાં છે.

    સિગારેટ પીવાથી કેવું નુકસાન થઈ શકે?

  • “સિગારેટ છોડો, જીવન બચાવો!” વીડિયોનું એક દૃશ્ય. એક કદાવર બિઝનેસમેને એક છોકરીને ફસાવવા ફિશીંગ રૉડમાં ઈ-સિગારેટ લટકાવી છે.

    હુક્કો અને સિગારેટ પીવા કેમ ખોટું છે?​—૨કો ૭:૧

  • “સિગારેટ છોડો, જીવન બચાવો!” વીડિયોનું એક દૃશ્ય. એક છોકરી ધાબા પર ઊભી છે અને ખુલ્લા આકાશમાં જોઈ રહી છે.

    તમે સિગારેટ પીવાની ઇચ્છા પર કાબૂ મેળવી શકો છો!

    તમે કઈ રીતે સિગારેટથી દૂર રહી શકો? કઈ રીતે એની આદત છોડી શકો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો