વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 માર્ચ પાન ૧૩
  • દરેક કસોટીઓનો અંત ચોક્કસ છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દરેક કસોટીઓનો અંત ચોક્કસ છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • મુશ્કેલીઓમાં યહોવા આપણો હાથ પકડી રાખે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • ધીરજ બતાવતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • ધીરજથી યહોવાની રાહ જોઈએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • શું તમે ધીરજથી રાહ જોવા તૈયાર છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 માર્ચ પાન ૧૩
ચિત્રો: “દુનિયામાં ભેદભાવ પણ યહોવાના લોકોમાં પ્રેમભાવ” વીડિયોનું દૃશ્ય છે. ૧. બ્લેક ભાઈ-બહેનો માટે સંમેલન છે. ૨. બ્લેક-વ્હાઇટ વડીલો અને તેઓની પત્નીઓ ફોટો પડાવે છે. ૩. અલગ-અલગ ઉંમર અને જાતિનાં બે બહેનો જાહેર પ્રચારમાં ભાગ લે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

દરેક કસોટીઓનો અંત ચોક્કસ છે

આપણા પર કસોટીઓ આવે ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. જો એ લાંબો સમય ચાલે, તો આપણે વધારે નિરાશામાં ડૂબી જઈએ છીએ. રાજા શાઉલને લીધે દાઉદને ઘણી કસોટીઓનો સામનો કરવો પડ્યો. પણ તેમને ભરોસો હતો કે એ કસોટીઓનો અંત જરૂર આવશે. તેમને એ પણ ખાતરી હતી કે યહોવાએ તેમને જે રાજા બનાવવાનું વચન આપ્યું હતું, એ ચોક્કસ પૂરું કરશે. (૧શ ૧૬:૧૩) એટલે તેમણે ધીરજ રાખી અને યહોવાના સમયની રાહ જોઈ.

સંજોગોને સુધારવા આપણે સમજી-વિચારીને નિર્ણયો લઈ શકીએ. (૧શ ૨૧:૧૨-૧૪; ની ૧:૪) પણ બની શકે કે એ બધું કરવા છતાં કસોટીઓ દૂર ન થાય. એવા સમયે આપણે ધીરજ રાખી શકીએ અને યહોવાના સમયની રાહ જોઈ શકીએ. આપણી બધી કસોટીઓનો અંત તે જલદી જ લાવશે અને આપણી આંખોમાંથી “એકેએક આંસુ લૂછી નાખશે.” (પ્રક ૨૧:૪) આપણી કસોટીઓ યહોવાની મદદથી દૂર થઈ હોય કે પછી બીજા કોઈ કારણથી દૂર થઈ હોય, પણ એક વાત તો પાકી છે કે દરેક કસોટીઓનો અંત ચોક્કસ છે. એનાથી આપણને દિલાસો મળે છે.

દુનિયામાં ભેદભાવ પણ યહોવાના લોકોમાં પ્રેમભાવ વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:

  • અમેરિકાના દક્ષિણમાં રહેતા અમુક ભાઈ-બહેનોને કઈ કસોટીઓનો સામનો કરવો પડ્યો?

  • તેઓએ કઈ રીતે ધીરજ રાખી અને પ્રેમ બતાવ્યો?

  • ‘જે વધારે મહત્ત્વનું હતું’ એના પર તેઓએ કઈ રીતે ધ્યાન આપ્યું?—ફિલિ ૧:૧૦

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો