વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 માર્ચ પાન ૫
  • યહોવા પર ભરોસો રાખવાની ત્રણ રીતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા પર ભરોસો રાખવાની ત્રણ રીતો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • પ્રાર્થના કરો, ઈશ્વરની છાયામાં આશરો લો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • તમે શાના આધારે નિર્ણયો લો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લઈએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • હું કઈ બાબતો માટે પ્રાર્થના કરી શકું?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 માર્ચ પાન ૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવા પર ભરોસો રાખવાની ત્રણ રીતો

દાઉદે ગોલ્યાથને મારી નાખ્યો કેમ કે તેમને યહોવા પર ભરોસો હતો. (૧શ ૧૭:૪૫) યહોવા પોતાના ભક્તો માટે પોતાની શક્તિ બતાવવા ચાહે છે. (૨કા ૧૬:૯) આપણે દાઉદની જેમ પોતાની આવડત અને અનુભવ પર નહિ, પણ યહોવા પર ભરોસો રાખવો જોઈએ. એ માટે આપણે શું કરવું જોઈએ? ચાલો એની ત્રણ રીતો જોઈએ.

  • વારંવાર પ્રાર્થના કરીએ. આપણાથી ભૂલ થઈ જાય તો, માફી માટે પ્રાર્થના કરીએ છીએ. પણ આપણી સામે લાલચ આવે ત્યારે તો ખાસ પ્રાર્થના કરવી જોઈએ. (માથ ૬:૧૨, ૧૩) નિર્ણય લીધા પછી પ્રાર્થના કરવાને બદલે, આપણે નિર્ણય લેતા પહેલાં પ્રાર્થનામાં યહોવા પાસે બુદ્ધિ અને માર્ગદર્શન માંગીએ.​—યાકૂ ૧:૫.

  • નિયમિત રીતે બાઇબલ વાંચીએ અને એનો અભ્યાસ કરીએ. રોજ બાઇબલ વાંચીએ. (ગી ૧:૨) આપણે જે કંઈ વાંચીએ એના પર વિચાર કરીએ અને લાગુ પાડીએ. (યાકૂ ૧:૨૩-૨૫) ભલે આપણે વર્ષોથી પ્રચાર કરતા હોઈએ, તોય પ્રચારમાં જતા પહેલાં સારી તૈયારી કરીએ. સભા માટે પણ પહેલેથી તૈયારી કરીને જઈએ, જેથી સારી રીતે શીખી શકીએ.

  • યહોવાના સંગઠનનું માર્ગદર્શન સ્વીકારીએ. સંગઠન તરફથી મળતા માર્ગદર્શનથી અપ-ટુ-ડેટ રહેવું જોઈએ અને એ પ્રમાણે તરત કરવું જોઈએ. (ગણ ૯:૧૭) આપણે વડીલોનાં સલાહ-સૂચનો પ્રમાણે કરવું જોઈએ.​—હિબ્રૂ ૧૩:૧૭.

પોલીસ એક ભાઈને પકડીને લઈ જાય છે, એ ન્યૂઝ રિપોર્ટરો અને ભાઈ-બહેનો જુએ છે.

સતાવણીથી ડરીએ નહિ વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:

• ભાઈ-બહેનોને શાનો ડર હતો?

• તેઓને એ ડર દૂર કરવા શાનાથી મદદ મળી?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો