યહોવાના સેવકો તરીકે આપણું જીવન
મૅગેઝિનનો ઉપયોગ કરતા રહો
અમુક વર્ષ પહેલાં જનતા માટેના ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનના એક અંકમાં અલગ અલગ વિષયની જાણકારી આપવામાં આવતી હતી. પણ ૨૦૧૮થી એક અંકમાં એક જ વિષયની જાણકારી આપવામાં આવે છે. એ બધા મૅગેઝિનો “શીખવવાના સાધનો” વિભાગમાં છે. એટલે આપણે એનો ઉપયોગ ખુશખબર ફેલાવવામાં કરી શકીએ છીએ. આપણે મુસાફરી કરીએ કે ખરીદી કરવા જઈએ ત્યારે અમુક મૅગેઝિન સાથે રાખી શકીએ. ખરું કે, એનો ઉપયોગ કરીને આપણે કોઈનો બાઇબલ અભ્યાસ ચલાવી શકતા નથી. પણ એ વાંચીને કોઈને યહોવા વિશે જાણવાનું મન થઈ શકે છે.
વ્યક્તિ સાથે વાત શરૂ કર્યા પછી તેને એક કલમ બતાવીએ. એ પછી તેને એવું કોઈ મૅગેઝિન બતાવીએ જેનો વિષય તેને ગમે. દાખલા તરીકે, જો તેનાં બાળકો હોય કે પછી તે ચિંતામાં રહેતો હોય તો પૂછી શકીએ: “મેં હાલમાં એ વિષય પર સરસ લેખ વાંચ્યો હતો. શું હું તમને બતાવું?” જો વ્યક્તિ હા પાડે તો તેને એ મૅગેઝિનની છાપેલી પ્રત આપી શકો કે પછી એ મૅગેઝિન ઇ-મેઇલ કે મૅસેજથી મોકલી શકો. તમે પહેલી વાર મળો ત્યારે પણ એ મૅગેઝિન આપી શકો. જોકે આપણો હેતુ ફક્ત મૅગેઝિન આપવાનો નથી. પણ એની મદદથી આપણે એવા લોકોને શોધી શકીએ છીએ, જેઓ ઈશ્વર વિશે શીખીને તેમના માર્ગે ચાલવા માંગે છે.—પ્રેકા ૧૩:૪૮.
૨૦૧૮
૨૦૧૯
૨૦૨૦
તમારા વિસ્તારના લોકોને કયા વિષયો ગમે છે?