વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ એપ્રિલ પાન ૮
  • શિષ્યો બનાવવા માટે પ્રચાર અને શીખવવાનું કામ મહત્ત્વનું છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શિષ્યો બનાવવા માટે પ્રચાર અને શીખવવાનું કામ મહત્ત્વનું છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—‘સત્ય સ્વીકારવા’ તૈયાર હોય તેઓને શિષ્ય બનવા મદદ કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • લોકોને ઈસુના શિષ્ય બનવા મદદ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • બાઇબલમાંથી સમજણ
    બાઇબલમાંથી સમજણ
  • ઘર-ઘરનું પ્રચાર કામ કેમ આજે જરૂરી છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ એપ્રિલ પાન ૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શિષ્યો બનાવવા માટે પ્રચાર અને શીખવવાનું કામ મહત્ત્વનું છે

ઈસુએ શિષ્યોને આજ્ઞા કરી કે તેઓ જઈને શિષ્યો બનાવે. (માથ ૨૮:૧૯) એમાં પ્રચાર કરવાનો અને શીખવવાનો સમાવેશ થાય છે. સમયે સમયે આપણે પોતાને પૂછવું જોઈએ: “પ્રચાર અને શીખવવાના કામમાં હું કઈ રીતે સુધારો કરી શકું?”

પ્રચારકામ

લોકો સત્ય શીખવા આપણી પાસે આવશે એવી રાહ જોવાને બદલે આપણે “યોગ્ય” લોકોને શોધીએ. (માથ ૧૦:૧૧) પ્રચારમાં જઈએ ત્યારે “જે કોઈ મળે” તેને ખુશખબર જણાવવાની તક શું આપણે ઝડપી લઈએ છીએ? (પ્રેકા ૧૭:૧૭) ખુશખબર ફેલાવવાના કામમાં પ્રેરિત પાઊલ એકેએક તક ઝડપી લેતા. તેમના એવા જોશને લીધે લૂદિયાને સત્ય શીખવાની તક મળી હતી.—પ્રેકા ૧૬:૧૩-૧૫.

સેમ્યૂલ ઇઝિકીએલને મૅગેઝિન આપે છે; સોલોમન અને મેરી ઇઝિકીએલ અને અબીગેઇલને પ્રચાર કરે છે

“સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ” (સભા ૧૧:૬)

ખુશખબર ફેલાવવાનું ‘છોડશો નહિ’—તક મળે ત્યારે અને ઘરે ઘરે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • પોતાના રોજીંદા જીવનમાં સેમ્યૂલે કઈ રીતે બતાવ્યું કે તે પ્રચારકામમાં ઉત્સાહથી ભાગ લે છે?

  • પ્રચાર કરવાની અલગ અલગ રીતો અપનાવવા આપણે શા માટે મહેનત કરવી જોઈએ?

  • રોજબરોજના જીવનમાં તમે કોને કોને ખુશખબર જણાવી શકો?

શીખવવું

શિષ્ય બનાવવા માટે લોકોને ફક્ત સાહિત્ય આપી દેવું પૂરતું નથી. સત્ય તેઓના દિલમાં ઊતરે માટે જરૂરી છે કે આપણે વારંવાર તેઓની મુલાકાત લઈએ અને બાઇબલ અભ્યાસ ચલાવીએ. (૧કો ૩:૬-૯) પણ આપણી સખત મહેનત છતાં જો કોઈ સત્યમાં પ્રગતિ ન કરે તો શું? (માથ ૧૩:૧૯-૨૨) આપણે એવા લોકોની શોધ કરતા રહીએ, જેઓનું દિલ “સારી જમીન” જેવું છે.—માથ ૧૩:૨૩; પ્રેકા ૧૩:૪૮.

સોલોમન અને મેરી ઇઝિકીએલ અને અબીગેઇલને બાઇબલમાંથી શીખવે છે; ઇઝિકીએલ અને અબીગેઇલ જાહેરમાં પ્રચાર કરે છે

“મેં રોપ્યું, અપોલોસે પાણી પાયું, પણ ઈશ્વર એને વૃદ્ધિ આપતા રહે છે” (૧કો ૩:૬)

ખુશખબર ફેલાવવાનું ‘છોડશો નહિ’—જાહેરમાં અને શિષ્યો બનાવવાના કામમાં વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • સોલોમન અને મેરીએ કઈ રીતે ઇઝિકીએલ અને અબીગેઇલના દિલમાં સત્યના બીજને પાણી પાયું?

  • જાહેરમાં કે પછી બીજી રીતોએ પ્રચાર કરતા હોઈએ ત્યારે આપણો ધ્યેય શું હોવો જોઈએ?

  • બીજાઓને સત્ય શીખવવાના કામને આપણે કઈ રીતે વધારે મહત્ત્વ આપી શકીએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો