ઑક્ટોબર ૧૯નું અઠવાડિયું
ગીત ૨૭ (212) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
યહોવાની ઇચ્છા: પાઠ ૨૬-૨૮ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ કાળવૃત્તાંત ૮-૧૧ (૮ મિ.)
નં. ૧: ૧ કાળવૃત્તાંત ૧૧:૧૫-૨૫ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: એલીયા—વિષય: પ્રાર્થનાને મામૂલી ગણશો નહિ—૧ રાજા. ૧૮:૧૮-૪૬; યાકૂ. ૫:૧૭ (૫ મિ.)
નં. ૩: ઈશ્વરનું રાજ્ય શું કરશે?—td ૩૮ક (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘મૂળ’ ઊંડાં ઉતારો અને “વિશ્વાસમાં દૃઢ થાઓ.”—કોલો. ૨:૬, ૭.
ગીત ૮ (51)
૨૦ મિ: “શીખનારના દિલ સુધી પહોંચીએ.” સવાલ-જવાબ. બે દૃશ્ય બતાવો. પહેલામાં ઘરમાલિક જણાવે છે કે, તેમનું બાળક મરણ પામ્યું છે અને હવે સ્વર્ગમાં છે. પ્રકાશક સભાશિક્ષક ૯:૫ વાંચીને મરણ પામેલી વ્યક્તિની સ્થિતિ વિશે જણાવે છે. ઘરમાલિકને એ કલમથી દિલાસો નથી મળતો અને નારાજ થઈ જાય છે. બીજા દૃશ્યમાં પ્રકાશક યોહાન ૫:૨૮, ૨૯ વાંચીને સમજી-વિચારીને સજીવન થવાની આશા પર ધ્યાન દોરે છે. એનાથી ઘરમાલિક સારી રીતે વાત કરે છે.
૧૦ મિ: સત્યમાં પ્રગતિ કરતા રહીએ. (૧ તીમો. ૪:૧૧-૧૬) ડિસેમ્બર ૧, ૨૦૦૯ ચોકીબુરજ પાન ૧૪-૧૬, ફકરા ૮-૧૭ની માહિતીને આધારે ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે એમાંથી તેઓને શું શીખવા મળ્યું.
ગીત ૪ (37) અને પ્રાર્થના