મે ૪નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૨, ફકરા ૯-૧૭ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ શમૂએલ ૧-૩ (૮ મિ.)
નં. ૧: ૨ શમૂએલ ૨:૨૪-૩૨ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: બાથ-શેબા—વિષય: પસ્તાવો કરનાર વ્યક્તિ ઈશ્વરની કૃપા પામી શકે—૨ શમૂ. ૧૧:૧–૧૨:૨૫; ૧ રાજા. ૧:૫-૩૭; ૨:૧૩-૨૫ (૫ મિ.)
નં. ૩: બાઇબલના વચનો જે હવે જલદી જ પૂરા થવાના છે—igw પાન ૧૬ ફકરો ૪–પાન ૧૭ ફકરો ૧ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: સમજુ માણસની જેમ ચાલો, “સમયનો સદુપયોગ કરો.”—એફે. ૫:૧૫, ૧૬.
ગીત ૨૫ (191)
૧૦ મિ: મંડળની જરૂરિયાતો. મૅગેઝિનની રજૂઆત દૃશ્યથી બતાવી શકો.
૫ મિ: મે અને જૂન મહિનાની સાહિત્ય ઑફર. ચર્ચા. સાહિત્ય ઑફર કરવાના હોઈએ એના મુખ્ય મુદ્દાઓ પર વિચાર કરો. દૃશ્ય પણ બતાવો.
૧૫ મિ: ભાગ્યે જ સંદેશો જણાવ્યો હોય એવા વિસ્તારોમાં પ્રચાર કરીને સમયનો સારો ઉપયોગ કરીએ. વડીલ દ્વારા ચર્ચા. ખાસ કરીને એવા વડીલ જેમણે ગયા સેવા વર્ષમાં ઝુંબેશ દરમિયાન, એવી જગ્યાએ પ્રચાર કર્યો હોય. મંડળમાંથી કોઈ ભાઈ કે બહેનનું ઇન્ટરવ્યૂ લો, જેમણે ગયા સેવા વર્ષમાં ઝુંબેશ દરમિયાન એવી જગ્યાએ પ્રચાર કર્યો હોય. એનાથી તેમના કુટુંબ, પ્રચારકાર્ય અને ભક્તિમાં કેવા સારાં પરિણામ આવ્યાં? તેમણે કેવી યોજનાઓ કરવી પડી? જો કોઈ ભાઈ કે બહેન એવી જગ્યાએ કામ કરવા માંગે, તો વડીલ તેમને ખુશીથી મદદ કરવા તૈયાર છે. ઉત્તેજન આપો કે, ભાગ્યે જ સંદેશો જણાવ્યો હોય એવા વિસ્તારમાં પ્રચાર કરવાથી આપણે સમયનો સૌથી સારો ઉપયોગ કરીએ છીએ.
ગીત ૩ (32) અને પ્રાર્થના