માર્ચ ૧૬નું અઠવાડિયું
ગીત ૨૫ (191) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૦, ફકરા ૧-૭ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૫-૯ (૮ મિ.)
નં. ૧: ૧ શમૂએલ ૬:૧૦-૨૧ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: અથાલ્યાહ—વિષય: ઈઝેબેલ જેવા લોકોથી સાવધ રહો—૧ રાજા. ૨૧:૨૦-૨૫; ૨ કાળ. ૨૧:૪-૬; ૨૨:૧–૨૩:૨૧ (૫ મિ.)
નં. ૩: મસીહ વિશેની ભવિષ્યવાણીઓ જેને ઈસુએ પૂર્ણ કરી—igw પાન ૧૧ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘સારાં કામ કરવાં તૈયાર રહીએ.’—તીતસ ૩:૧.
ગીત ૧૩ (113)
૧૦ મિ: તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—તાઇવાનમાં. ઑક્ટોબર ૧૫, ૨૦૧૪ ચોકીબુરજ પાન ૩-૬ની માહિતીને આધારે ચર્ચા. લેખમાં જણાવેલા ભાઈ-બહેનો બીજા દેશમાં જવા કઈ તૈયારી કરે છે? તેઓને કેવા આશીર્વાદ મળ્યા?
૨૦ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—રસ છે તેઓને મૅગેઝિન આપતા રહીએ.” ચર્ચા. લેખની ચર્ચા કર્યા પછી દૃશ્યથી બતાવો કે, નિયમિત મૅગેઝિન લેનારને પ્રકાશક બાઇબલ અભ્યાસ કરવા વિશે પૂછે છે. એક પ્રકાશક જે નિયમિત રીતે મૅગેઝિન આપે છે એનો ઇન્ટરવ્યૂ લો. તે કેટલા લોકોને નિયમિત મૅગેઝિન આપે છે? દર વખતે તે કેવી તૈયારી કરે છે? કોઈ અનુભવ થયો હોય તો એ જણાવવાનું તેને કહો.
ગીત ૨૬ (204) અને પ્રાર્થના