ઑગસ્ટ ૧૧નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૯, ફકરા ૧-૭ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગણના ૭-૯ (૧૦ મિ.)
નં. ૧: ગણના ૯:૯-૨૩ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: “એક વખત બચ્યા એટલે હંમેશાં બચ્યા” એવું નથી—td ૧૫ખ (૫ મિ.)
નં. ૩: આખાન—ઈશ્વરને છેતરવાનું ભયંકર પરિણામ—યહો. ૭:૪-૨૬ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૧૧ (85)
૫ મિ: “૧૯૧૪-૨૦૧૪: રાજ્યનાં સો વર્ષ!” ચર્ચા. આ પાનમાં ઉપર આપેલો ફકરો વાંચો. આ મહિના દરમિયાન સેવા સભાના ભાગો ઈશ્વરના રાજ્ય વિશે જણાવશે. મંડળમાં પ્રચારકાર્યની ગોઠવણ જણાવો.
૧૦ મિ: “વેબ સાઇટ પત્રિકાનો ઉપયોગ કરીએ.” પત્રિકામાં આપેલી માહિતીની ચર્ચા કરો. દૃશ્યથી બતાવો કે, પ્રકાશક રસ ધરાવતી વ્યક્તિને પત્રિકા આપે છે અને ત્યાર પછી ઇલેક્ટ્રોનિક સાધન દ્વારા jw.org સાઇટ બતાવે છે.
૧૫ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ઈશ્વરના રાજ્ય વિશે હિંમતથી જણાવીએ.” ચર્ચા. બે પ્રકાશક આ પ્રમાણે દૃશ્ય બતાવે છે: પ્રકાશક ખરીદીનું બીલ ભરવા લાઈનમાં ઊભા છે. એક વ્યક્તિ મૅગેઝિન ઉપાડીને કહે છે: “દુનિયાનું શું થવા બેઠું છે! બધાને લાગે છે કે એનો ઉકેલ પોતે જાણે છે પણ, દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે.” પ્રકાશક મનમાં વિચારતો હોય એમ બોલે છે, “મારે કંઈ કહેવું જોઈએ. ઈશ્વરના રાજ્ય વિશે મારે જણાવવું જ જોઈએ.” પ્રકાશક જણાવે છે: “ખરાબ સમાચારો વિશે હું પણ જાણું છું. પણ, શું હું તમને આ પત્રિકા આપી શકું? આ વેબ સાઇટની મદદથી જીવનના મહત્ત્વના સવાલોના જવાબ મને મળ્યા છે.” પ્રકાશક પત્રિકામાંથી એક મુદ્દો બતાવે છે અને વ્યક્તિ તેમાં રસ બતાવે છે.
ગીત ૨૩ (187) અને પ્રાર્થના