જુલાઈ ૭નું અઠવાડિયું
ગીત ૫ (45) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૭, ફકરા ૯-૧૫ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: લેવીય ૧૭-૨૦ (૧૦ મિ.)
નં. ૧: લેવીય ૧૯:૧૯-૩૨ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: થોડા જ મનુષ્યો ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરશે—td ૧૨ખ (૫ મિ.)
નં. ૩: દીનાહ મુસીબતમાં સપડાય છે—my વાર્તા ૨૦ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૨૩ (187)
૧૦ મિ: જુલાઈ મહિનામાં મૅગેઝિન ઑફર કરીએ. ચર્ચા. આ પાન પર આપેલી રજૂઆત વાપરીને દૃશ્યથી બતાવો કે જુલાઈથી સપ્ટેમ્બરનું ચોકીબુરજ કઈ રીતે આપી શકાય. રજૂઆતને શરૂઆતથી અંત સુધી વાંચીને એના પર ચર્ચા કરો. સમાપ્તિમાં બધાને ઉત્તેજન આપો કે મૅગેઝિનથી સારી રીતે જાણકાર થાય અને ઉત્સાહથી રજૂ કરે.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: આપણે કેવી સફળતા મેળવી? સેક્રેટરી ચર્ચા કરશે. સ્મરણપ્રસંગ વખતે મંડળે કેવું કર્યું એ જણાવો અને એના માટે શાબાશી આપો. સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકાઓ આપતી વખતે અથવા સહાયક પાયોનિયરીંગ કરતી વખતે થયેલા સારા અનુભવો જણાવવા ભાઈ-બહેનોને કહો. રસ બતાવનાર દરેક વ્યક્તિની મુલાકાત લેવાનું તેઓને ઉત્તેજન આપો.
ગીત ૧૭ (127) અને પ્રાર્થના